Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માત્ર 33 કિલોમીટરની મુસાફરી માટે મુખ્યમંત્રી હેલિકોપ્ટરનો ઉપયોગ કરશે

-વડોદરાથી સાવલી જવા માટે થશે પ્રજાના લાખો રૃપિયાનો ધુમાડો

 

વડોદરા,તા 13 ઓગષ્ટ,રવિવાર

વડોદરામાં  રાજ્યકક્ષાના વિવિધ કાર્યક્રમો અંતર્ગત મુખ્યમંત્રીને વડોદરાથી ૩૩ કિ.મી. દુર સાવલી જવા માટે તંત્ર દ્વારા રોડ માર્ગે લઇ જવામાં અનેક મુશ્કેલીઓ હોવાના કારણે હેલિકોપ્ટરમાં લઇ જવાનું નક્કી કરાયુ છે. મુખ્યમંત્રી માત્ર ૩૩ કિ.મી.નું અંતર હવાઇમાર્ગે કાપશે અને તે માટે સાવલીમાં લાખો રૃપિયાના ખર્ચે હેલીપેડ તેમજ રોડ બનાવવામાં આવી રહ્યા છે.

સ્વાતંત્રપર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે આખુ મંત્રીમંડળ તા.૧૪ અને ૧૫ એમ બે દિવસ વડોદરામાં ઉતરી પડશે. વડોદરા શહેર તેમજ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમો અંતર્ગત સાવલીમાં તા.૧૪ના રોજ બપોરે સાડા અગિયાર વાગે મહિલા સંમેલન યોજાશે. આ સંમેલનમાં મુખ્યમંત્રી ખુદ હાજર રહેવાના છે. તેમના માટે અગાઉ કરજણનું સ્થળ નક્કી કરાયુ હતુ જો કે તાજેતરમાંજ તેઓ કરજણ આવ્યા હોવાથી સાવલી ખાતેની મુલાકાત નક્કી કરી હતી.

સાવલીનું સ્થળ નક્કી થતાજ તંત્રમાં ચિતા ઉભી થઇ હતી ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગની મુશ્કેલી વધી હતી કારણકે વડોદરાથી સાવલી રોડ માર્ગે મુખ્યમંત્રીને લઇ જવુ યોગ્ય નહી હોવાથી શુ કરવુ તેની દ્વિઘામાં આખરે વડોદરાના સમા વિસ્તારમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ પુરો થાય એટલે તેમને હેલીકોપ્ટર દ્વારાજ માત્ર ૩૩ કિ.મી. દુર સાવલી લઇ જવાના જ્યાં  તાલુકા સેવાસદનની બાજુમાં યોજાનારા મહિલા સંમેલનમાં તેઓ હાજરી આપશે. સરકારી તંત્ર દ્વારા તાત્કાલીક હેલીપેડ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી હેલીપેડ બનાવવા માટે બેથી ત્રણ લાખનો ખર્ચ તેમજ હેલીપેડથી સભા સ્થળ સુધી આવવા માટે બીજા એક રોડની કામગીરી પણ ગણત્રીના દિવસોમાં કરવામાં આવી હતી.

જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ડી.ઇ. રોહીલાએ જણાવ્યુ  હતુ કે મને આ અંગે કાઇ ખબર નથી તેમજ કેટલો ખર્ચ થયો અને કામ માટે કોને ઓર્ડર અપાયો કેટલાનો ખર્ચ થયો તે અંગે હુ ચોક્કસ ના કહી શકુ મને અત્યારે વડોદરા-સાવલીના ફોરલેન રોડનું કામ પુરુ કરવા માટે મુક્યો છે.

Post Comments