Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTમાં ગુજરાતના એક્સપોર્ટર્સના ૩૦,૦૦૦ કરોડ રૃપિયા ફસાયાં

- GST સોફ્ટવેરમાં હજુ સુધી ખામીઓ નિવારવામાં નહી આવતા

- સોફ્ટવેરમાં ખામીના કારણે રિફંડ મળતુ નથી

'હાર્ડ કોપી' સ્વીકારવાની વાત સરકારે નહી સ્વીકારતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ  હાઇકોર્ટમાં પહોંચ્યુ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

વડોદરા ખાતે આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની રિજીયનલ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં કાઉન્સિલના પ્રેસિડેન્ટ શૈલેષ પટવારીએ કહ્યું હતું કે 'જીએસટી'ના સોફ્ટવેરમાં હજુ પણ ઘણી ખામીઓ છે અને આ મામલે દેશભરમાંથી વેપાર અને ઉદ્યોગો દ્વારા સરકારને રજૂઆતો થઇ રહી છે પરંતુ સોફ્ટવેરમાં સુધારા ખૂબ ધીમી ગતિીએ થઇ રહ્યા છે'

તેઓએ આ અંગે વધુમાં ઉમેર્યુ હતું કે 'ફોર્મ નં. ૦૦૫ને લગતી ટેકનિકલ ક્ષતિઓ મુખ્ય છે તેના કારણે 'આઇજીએસટી'ના રિપોર્ટસ મળતા નથી અને દેશભરના ૪૦,૦૦૦ એક્સપોર્ટર્સના પૈસા રોકાઇ ગયા છે. ખાલી ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના વેપાર ઉદ્યોગના રૃ.૩૦,૦૦૦ કરોડ જીએસટી રિફન્ડમાં પરત નથી મળ્યા. આ પશ્નને લઇને 'જીસીસીઆઇ'ના પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ, જીએસટી કાઉન્સિલ સમક્ષ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે.

અમે એવો વિકલ્પ પણ રજૂ કર્યો હતો કે જ્યાં સુધી 'જીએસટી'ના સોફ્ટવેરની ક્ષતીઓ  નિવારવામાં ના આવે ત્યાં સુધી આઇજીએસટીની હાર્ડ કોપી સ્વિકારવામાં આવે અને તેના આધારે રિફન્ડ આપવામાં આવે પરંતુ વેપાર, ઉદ્યોગોની ન્યાયિક તથા યોગ્ય વાત પણ  સરકાર સ્વિકારવા તૈયાર નથી' 'ગુજરાતના વેપાર ઉદ્યોગના રૃ.૩૦ હજાર કરોડ જીએસટી કાઉન્સિલે રોકી રાખ્યા છે અને સરકાર વેપાર ઉદ્યોગની વાત સાંભળતી નથી એટલે આવા સંજોગોમાં અમારી પાસે કોઇ રસ્તો નહી રહેતા અમે આખરે આ મામલે હાઇકોર્ટમાં ગયા છીએ'

Post Comments