Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓસ્ટ્રેલિયાની વર્ક પરમીટના બહાને ઉંઝાના દંપતી દ્વારા ૧૯ લાખની ઠગાઈ

- વિઝા અપાવવાની ખાત્રી આપ્યાના ગણતરીના દિવસમાં ઠગ દંપતીએ ઓસ્ટ્રેલિયાની કંપનીનો ઓફર લેટર મોકલી આપ્યો

(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
શહેરના સમા-સાવલીરોડ પર રહેતા યુવાન અને તેની પત્નીને ઓસ્ટ્રેલિયાની વર્ક પરમીટ અપાવવાની લાલચ આપચ આપી ઉંઝામાં રહેતા દંપતીએ ૧૯ લાખ બેંકમાં ટ્રાન્સફર કરાવીને ઠગાઈ કરી હતી.

સમા-સાવલીરોડની રેવારણ્ય સોસાયટીમાં રહેતાં ૨૫ વર્ષીય સાવન પ્રવિણભાઈ પટેલ સંયુક્ત પરિવારમાં રહે છે અને તેમના પિતાનું માણેજા ખાતે માર્બલનું કારખાનું છે. ગત નવેમ્બર-૧૬માં સાવને તેમની સાળીના સંબંધી કલ્પના પટેલ સાથે ફોન પર  વાત કરતાં તેણે સાવન અને તેની પત્નીને ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવા માટે  ૧૯ લાખનો ખર્ચો થશે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ ઉંઝામાં રહેતી કલ્પના તેના પતિ સાથે સાવનના ઘરે ગઈ હતી જયાં દંપતીએ  ડિસેમ્બર-૧૬માં વિઝા અપાવવાની ખાત્રી આપી ઓસ્ટ્રેલિયાની પીલીયામનઈરા સુપર માર્કેટ કંપની  દ્વારા સાવનની પત્ની પૂજાને  ઓફર લેટર પણ મળી જશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેઓએ સાવનના ઈ-મેઈલ પર ઓસ્ટ્રેલિયાની ઉક્ત કંપનીના નામે ઓફર લેટર મોકલી આપ્યો હતો. ઓફર લેટર જોઈ ખાત્રી થતાં સાવને પોતાના તેમજ તેના પિતા અને મોટાભાઈના બેંક ખાતામાંથી ગત ફેબુ્રઆરી-૧૭ સુધીમાં  સમયાંતરે ૧૯ લાખ રૃપિયા કલ્પનાએ જણાવ્યા મુજબ માણસામાં રહેતી અલ્પા ડી .રાવલ, કુકરવાડામાં રહેતી પાયલ એ.રાવલ અને ગંગા શર્માના બેંક ખાતામાં આરીજીએસથી ટ્રાન્સફર કરાવ્યા હતાં.

આ દરમિયાન કલ્પાનાએ ૧૦મી નવેમ્બરે સાવનના ઘરે જઈ નોટબંધીમાં કોઈ તકલીફ ના પડે અને બેંકમાં જરૃર પડશે તેમ કહી કોરા કાગળ પર સહીઓ પણ કરાવી લીધી હતી. કલ્પનાએ તમારા વિઝા સીંગાપુરમાં વીઝા આવ્યા છે તેવી જાણ કરી ૨૭મી જાન્યુઆરીએ મુંબઈથી સીંગાપુરની બે ટિકિટ મોકલી સાવન અને તેની પત્નીને સીંગાપુરા મોકલ્યા હતા.

ત્યારબાદ કલ્પનાએ સાવન અને તેની પત્નીને પહેલા થાઈલેન્ડ મોકલ્યા બાદ ફીઝીમાં બોલાવ્યા હતા અને ત્યાં હોટલ અને ભાડાના મકાનમાં છ મહિના સુધી રાખી સમય પસાર કર્યો હતો. વારંવાર માગણી કરવા છતાં કલ્પના ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાની કામગીરી કરતી ન હોઈ કે ૧૯ લાખ પણ પાછા આપતી ન હોઈ અંતે સાવન અને તેની પત્ની કંટાળીને સ્વખર્ચે અત્રે પાછા આવ્યા હતા. આ બનાવની સાવને સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલ્પના અને તેનો પતિ વિપુલરમેશ પટેલ (બને.રહે સ્વામીનારાયણ સોસાયટી,માધુપુરા,ઉંઝા.મહેસાણા) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કલ્પનાએ પોતાના પરિવારને લઈને સાવન સાથે ફીઝીમાં રોકાઈને ૩૪૦૦ ડોલરનો ખર્ચો કરાવ્યો
(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,શુક્રવાર
કલ્પના અને તેના પતિએ ખોટો વિશ્વાસ આપીને ૧૯ લાખ ખેંખેર્યા બાદ પણ સાવન અને તેની પત્નીને અલગ-અલગ સ્થળોએ બોલાવ્યા બાદ ફિઝીમાં સાથે રોકાઈને ૩૪૦૦ ડોલરનો ખર્ચો કરાવ્યો હતો.
કલ્પાનાએ સૈાપ્રથમ  સાવન અને તેની પત્નીને સીંગાપુર મોકલી ત્યાં બુક કરેલી હોટલમાં એક મહિનો રાખ્યા હતા. ત્યારબાદ તેઓએ દંપતનીે થાઈલેન્ડ મોકલી ત્યાં પણ ૧૫ દિવસ હોટલમાં રાખ્યા બાદ થાઈલેન્ડથી ફિઝી ટાપુ પર દંપતીને બોલાવ્યા હતા. ફિઝીમાં કલ્પના તેના પતિ અને બાળકો સાવનને મળી તેઓ બધા એક હોટલમાં ૧૫ દિવસ રહ્યા હતા. ત્યારબાદ કલ્પનાએ ફિઝીમાં ભાડાનું મકાન રાખ્યું હતું જ્યાં બધા ભેગા મળીને પાંચથી છ મહિના રહ્યાં હતા. આ સમયગાળામાં પણ કલ્પનાએ સાવન પાસેથી ઓસ્ટ્રેલિયાના ૩૦૦૦ ડોલર તેમજ સીંગાપુરના ૪૦૦ ડોલરનો ખર્ચ કરાવ્યો હતો. આ ડોલરનો ખર્ચાને પણ સાવન ઠગાઈ તરીકે પોલીસ ફરિયાદમાં  જણાવ્યો છે.

Post Comments