Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૩ વર્ષની સાળીને ઘરમાં છુપાવી રાખી દુષ્કર્મ કરનાર બનેવી ઝડપાયો

- પત્ની સુવાવડ બાદ પિયરમાં રહેતી હોઈ

- મોડી રાત્રે સાળીને બાઈક પર પોતાના ઘરે લઈ ગયા બાદ બનેવી કોઈને શંકા ન જાય તે માટે સાળીને શોધવાનો ડોળ કરતો હતો

વડોદરા,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતી ધો.૮ની વિદ્યાર્થિની બે દિવસ અગાઉ મોડી રાત્રે ઘરેથી નીકળીને ભેદી સંજોગોમાં ગુમ થવાના બનાવમાં વિદ્યાર્થિનીને તેનો સગો બનેવી જ ભગાડીને પોતાના ઘરે છુપાવી રાખી તેમજ તેની સાથે દુષ્કર્મ કર્યુ હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે બનેવીની ધરપકડ કરી હતી.

દંતેશ્વરમાં રહેતી  અને ધો.૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય કિશોરી ગત ૬ઠ્ઠી તારીખની રાત્રે ઘરનો દરવાજો ખોલીને બહાર ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ તેની શોધખોળ શરૃ કરી હતી પરંતું તેનો પત્તો નહી લાગતા તેનું અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યું હોવાની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. 

આ બનાવની પીએસએાઈ વીમલ ચૈાહાણે તપાસ શરૃ કરી હતી અને કિશોરીના૨૨ વર્ષીય સગા બનેવી મુકેશ જે છાણી વિસ્તારમાં રહે છે અને રિક્ષા ડ્રાઈવીંગ કરે છે તેની પર શંકા હોઈ તેની પર પણ વોચ ગોઠવી હતી. દરમિયાન ગઈ કાલે રાત્રે મુકેશ તેની ગુમ થયેલી સાળીને લઈને સાસરીમાં ગયો હતો અને જણાવ્યું હતું કે સાળી દુમાડ વિસ્તારમાંથી તેને મળતા તે ઘરે લાવ્યો છે.

આ બનાવની જાણ થતાં  પોલીસે સાળી-બનેવીની પુછપરછ કરી હતી પરંતું બંનેએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે મુકેશની કડકાઈથી પુછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેની પત્ની એટલે કે કિશોરીની મોટી બેને ૧૪મી તારીખે સંતાનને જન્મ આપ્યો છે અને તે હાલમાં પિયરમાં રહે છે.

સાળી પર દાનત બગડતા તેણે સાળીને વારંવાર ફોન કરીને ફોસલાવી હતી અને તેને મોડી રાત્રે સાસરીમાંથી બાઈક પર બેસાડીને પોતાની ઘરે લઈ ગયો હતો. તેના માતા-પિતા અન્ય સ્થળે રહે છે તેમજ પત્ની સુવાવડ બાદ પિયરમાં હોઈ હાલ તે મકાનમાં એકલો હોઈ તેણે સાળીને પોતાના ઘરમાં છુપાવી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

કોઈને શંકા ન જાય તે માટે તે પણ પરિવારજનો સાથે સાળીને શોધવાનો ડોળ કરતો હતો. પોલીસની ઘોંસ વધતા તે ગભરાયો હતો અને સાળીને સાસરીમાં પાછી લઈ જઈ ખોટી વાત ઉપજાવીને બચવાનો પ્રયાસ કર્યો હતો. આ વિગતોના પગલે પોલીસે મુકેશ સામે દુષ્કર્મના ગુનાનો ઉમેરો કરી તેની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો.

Post Comments