Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૦૮ ઇમરજન્સી સેવા ઠપ: ગામડાના ગરીબ દર્દીઓ વધુ મુશ્કેલીમાં મુકાયા

-શહેર જિલ્લામાં ૨૮ એમ્બ્યુલન્સ રોજના સરેરાશ ૧૫૦ ફેરા મારે છે

વડોદરા, તા.11 ઓકટોબર 2017,બુધવાર

રાજ્યભરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઇવરો અને ટેકનિશ્યનો પગાર વધારાના મુદ્દે મંગળવારની મધ્યરાત્રીથી હડતાલ પર ઉતરી ગયા છે. આ હડતાલમાં વડોદરા શહેર જિલ્લાના ડ્રાઇવરો અને ટેકનિશ્યનો પણ જોડાતા શહેર જિલ્લામાં ૧૦૮ની ઇમરજન્સી સેવા ઠપ થઇ ગઇ હતી. જેના કારણે ગરીબ દર્દીઓને આજે સવારથી ભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને સ્વાસ્થ્ય સેવાઓનું જ્યાં નામોનિશાન નથી તેવા જિલ્લાના ગામડાઓના દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે આજે વડોદરા આવવા માટે સરકારી સેવા બંધ હોવાથી ગાંઠના પૈસા ખર્ચીને ખાનગી વાહનોમાં આવવુ પડયુ હતું.

આ પરિસ્થિતિનો કેટલાક લોકોએ ગેરલાભ પણ ઉઠાવ્યો હતો અને બેફામ ભાડા વસુલ્યા હતા. જો કે આ સ્થિતિના કારણે આજે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ ઓછી જોવા મળી હતી ખાસ કરીને ઇમરજન્સી વોર્ડમાં જે સતત ઇમરજન્સી કેસોથી તનાવની સ્થિતિમાં હોય છે ત્યા આજે ડોક્ટરો અને સ્ટાફ કામ વગર ટહેલતા નજરે પડતા હતા.

વડોદરા શહેર જિલ્લામાં ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીએ કહ્યુ હતું કે વડોદરા શહેરમાં ૧૪ એમ્બ્યુલન્સ સેવામાં છે તે રીતે જિલ્લામાં પણ ૧૪ એમ્બ્યુલન્સ છે. શહેર જિલ્લામાં મળીને આ ૨૮ એમ્બ્યુલન્સો રોજના ૧૫૦ થી ૧૬૦ ફેરા મારે છે. જો કે આજે ડ્રાઇવરો અને ટેકનિશિયનોની હડતાલના કારણે ૧૦૮ સેવાને અસર થઇ છ.ે પણ અમે ડ્રાઇવર અને ટેકનિશિયનોને અપીલ કરી છે કે તેઓ પોતાના પ્રશ્નોની વાટાઘાટો સરકાર સાથે કરે પરંતુ ૧૦૮ સેવાને અસર ના થાય તે રીતે કરે.

Post Comments