Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અઠવાડિક ભવિષ્ય

તા.૧૨-૧૧-૨૦૧૭ રવિવારથી તા.૧૮-૧૧-૨૦૧૭ શનિવાર સુધી

કૃષ્ણ ચતુર્દશીએ સ્વાતિ અને  શનિવારી અમાવાસ્યા મહાભય?

તા. ૧૭.૧૧.૨૦૧૭ કારતક વદ ચૌદશે શુક્રવારે સાંજના ૫ ક. ૧૧ મિ. સુધી સ્વાતિ નક્ષત્ર છે. તેમજ તા. ૧૭ નવેમ્બરે શનિવારી અમાવાસ્યા છે તેથી મહાભય સર્જાય?

શાસ્ત્રદ્રષ્ટિએ...

* શ્રાવણ માસમાં વરસાદ થાય નહીં. અષાડ વદ એકમથી શ્રાવણ સુદ પૂનમ સુધીના સમયમાં વરસાદની ખેંચ વર્તાય? * ભયંકર દુષ્કાળનો ભય રહે? * મહાદુ:ખ-પીડા પ્રજાને અનુભવાય? * મહાભય સર્જાય? * પિતા-પુત્રોમાં વિરોધાભાસ સર્જાય? સંતાનો વ્યસન-નશામાં-હુકાબારમાં-અન્ય અનિષ્ટોમાં ફસાય? *  અનાજના ભાવ વધે? * યુધ્ધ-વિનાશ-અશાંતિ ગતિવિધિ તેજ બને? *  ભારતમાં-રાજ્યોમાં ચૂંટણીઓના ચકરાવા અશાંતિ-વિવાદ-હુમલાના બનાવોથી ખરડાય?

મેષ (અ.લ.ઈ.)

તા. ૧૬ નવેમ્બરથી વૃશ્ચિક સંક્રાંતિનો પ્રારંભ થતા આગામી સમયમાં આપે નોકરી ધંધાના કામમાં તેમજ પુત્ર પૌત્રાદિકના કામમાં ચિંતા-ખર્ચ-મુશ્કેલી અનુભવાય. સંતાનના આરોગ્ય માટે, વિવાહલગ્ન, વિદ્યાભ્યાસના પ્રશ્ને ચિંતા રહે. શેરોના-દુધના-ચોખાના-ખાંડના વેપાર ધંધામાં સંભાળવું પડે. તા. ૧૨ નવેમ્બર રવિ બપોર પછી સાનુકૂળતા. તા. ૧૩ સોમ નોકરીધંધાના, સંતાનના કામની વ્યસ્તતા રહે. તા. ૧૪ મંગળ એકાદશીએ કામમાં સાનુકૂળતા. તા. ૧૫ બુધ વિલંબમાં પડેલ કામની ચિંતા. તા. ૧૬ ગુરૃ વૃશ્ચિક સંક્રાંતિનો પ્રારંભ થાય છે તેથી ત્રીસ દિવસ સૂર્ય પૂજા-મંત્રજાપ કરવો. તા. ૧૭ શુક્ર માનસિક પરિતાપ રહે. તા. ૧૮ શનિ શનિવારી અમાવાસ્યાએ આકસ્મિક ચિંતા-ઉપાધિ.

વૃષભ (બ.વ.ઉ)

કારતક કૃષ્ણ પક્ષની સમાપ્તિએ પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. નોકરી-ધંધાના કામમાં હરિફવર્ગના કારણે-સ્ટાફના કારણે તકલીફ પડે. આવકમાં, ઉઘરાણીમાં મુશ્કેલી રહે. ધાતુના, રસકસના વેપાર-ધંધામાં સંભાળવું પડે. મિત્રવર્ગમાં બિમારી-ચિંતા જણાય. તા. ૧૨ નવેમ્બર રવિ પરિવારિક ચિંતા. તા. ૧૩ સોમ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. તા. ૧૪ મંગળ એકાદશીએ કામકાજમાં પ્રગતિ-સફળતા. તા. ૧૫ બુધ નોકરી-ધંધાનું કામ થાય. તા. ૧૬ ગુરૃ વૃશ્ચિક સંક્રાંતિએ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. તા. ૧૭ શુક્ર શાંતિથી કામકાજ કરવું. તા. ૧૮ શનિ શનિવારી અમાવાસ્યાએ હનુમાનજીની ભક્તિપૂજા-શનિ મંત્રજાપ કરવો.

મિથુન (ક.છ.ઘ)

કારતક મહિનાની સમાપ્તિએ વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા સંબંધી-મિત્રવર્ગની બિમારીમાં, પરિવારની બિમારી-ચિંતામાં આપને ઉચાટ-ઉદ્વેગ રહે. નોકરી-ધંધાનું, પુત્ર-પૌત્રાદિકનું કામ વિલંબથી થાય. ભાઈભાંડુના પુત્રપૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-ખર્ચ-મુશ્કેલી જણાય. તા. ૧૨ નવેમ્બર રવિ બહાર જવાનું થાય. તા. ૧૩ સોમ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. તા. ૧૪ મંગળ એકાદશીએ કામકાજમાં સાનુકૂળતા. તા. ૧૫ બુધ કૌટુંબિક-પારિવારિક ચિંતા. તા. ૧૬ ગુરૃ વૃશ્ચિક સંક્રાંતિનો પ્રારંભે શેરોના-બેંકના કામમાં સંભાળવું. તા. ૧૭ શુક્ર વાણીમાં મિઠાશ-વ્યવહારમાં નમ્રતા રાખવી. તા. ૧૮ શનિ-આરોગ્ય સાચવવું.

કર્ક (ડ.હ)

તુલા સંક્રાતિ તેમજ કારતક મહિનાની સમાપ્તિએ નોકરી-ધંધાના તેમજ કુટુંબ-પરિવારના કામમાં, પોતાના આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું પડે. પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ સમયસર થાય નહીં. સામાન્ય કામમાં -નિર્ણયમાં મતભેદ અનુભવાય. હૃદય-મન વ્યગ્ર રહ્યા રહે. તા. ૧૨ નવેમ્બર રવિ વધારાના કામની વ્યસ્તતા રહે. તા. ૧૩ સોમ નોકરી-ધંધાના કામમાં ચિંતા. તા. ૧૪ મંગળ એકાદશીએ ધર્મકાર્ય થાય. તા. ૧૫ બુધ સગા સંબંધી-મિત્રવર્ગથી ચિંતા. તા. ૧૬ ગુરૃ વૃશ્ચિક સંક્રાતિએ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. તા. ૧૭ શુક્ર કામની વ્યસ્તતા રહે. તા. ૧૮ શનિ દર્શ શનિવારી અમાવાસ્યાએ શનિ મંત્રજાપ- હનુમાન ચાલીસાના પાઠ કરવા.

સિંહ (મ.ટ)

તા. ૧૬ નવેમ્બર ગુરૃવારથી વૃશ્ચિક સંક્રાતિનો પ્રારંભ થતા સગાં સંબંધી-મિત્રવર્ગના, કુટુંબ-પરિવારના તેમજ પુત્ર-પૌત્રાદિકના કામમાં ચિંતા-ખર્ચ-દોડધામ-વ્યસતતા શરૃ થવાથી નોકરી-ધંધાના કામમાં રૃકાવટ અનુભવાય. શરદી-ખાંસી-ગળાની તકલીફ, છાતીમાં દર્દપીડાથી તકલીફ પડે. તા. ૧૨ નવેમ્બર રવિ વધારાના કામથી ચિંતા. ૧૩ સોમ માનસિક પરિતાપ રહે. ૧૪ મંગળ એકાદશીએ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા. ૧૫ વિલંબમાં પડેલા કામના ઉકેલની મુશ્કેલી-ચિંતા. ૧૬ ગુરુ વૃશ્ચિક સંક્રાંતિના પ્રારંભથી ત્રીસ દિવસ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ૧૭ શુક્ર અન્યના કારણે ચિંતા-ખર્ચ-દોડધામ. ૧૮ શનિ દર્શ શનિવારી અમાસે શનિ મંત્રજાપ કરવો. હનુમાજીની-ઘંટાકર્ણ ભગવાનની પ્રાર્થના કરવી.

કન્યા (પ.ઠ.ણ)

કારતક મહિનાની સમાપ્તિએ સૂર્યપૂજા-મંત્રજાપ તેમજ શનિ મંત્રજાપ કરવો. નોકરી-ધંધાના કામમાં ચિંતા રહ્યા કરે પરંતુ આકસ્મિક ધંધો-આવક થાય. શનિની પનોતીના કારણે પુત્ર પૌત્રાદિકના કામકાજ અંગે ચિંતા-મુશ્કેલી રહે. પરિવાર, કુટુંબમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. આપને છાતીમાં, પડખામાં દર્દ પીડા રહે. તા. ૧૨ નવેમ્બર રવિ અશાંતિ-ઉદ્વેગ-ખર્ચ.  ૧૩ સોમ વ્યગ્રતા-ઉચાટ.  તા. ૧૪ મંગળ એકાદશીએ કામકાજમાં પ્રગતિ-સફળતા,  ૧૫ બુધ બેંકના કામમાં, નાણાંની લેવડદેવડના પ્રશ્ને ચિંતા રહે. તા. ૧૬ ગુરૃ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ૧૭ શુક્ર નોકરીધંધાનું કામ થાય. ૧૮ શનિ દર્શ અમાસ શનિવારે શનિ મંત્રજાપ, ભક્તિપૂજા કરવી.

તુલા (ર.ત)

કારતક મહિનાની સમાપ્તિએ માનસિક સ્વસ્થતા જાળવવી. ઉતાવળ-ઉશ્કેરાટ ગુસ્સો તકલીફ કરે. તમને ઉશ્કેરવા-બોલાવવા માટેના પ્રયત્નો થાય પરંતુ નોકરી-ધંધામાં, સાંસારીક જીવનમાં આપે સ્વસ્થતા જાળવવી તે સિવાય બિમારી-ચિંતા-ખર્ચથી મુંઝવણ રહે. તા. ૧૨ નવેમ્બર રવિ સંબંધ-વ્યવહાર માટે વ્યસ્તતા. ૧૩ સોમ નોકરી-ધંધાનું કામ સ્વસ્થતાથી કરવું. ૧૪ મંગળ એકાદશીએ ધર્મકાર્યથી શાંતિ-રાહત. ૧૫ બુધ અશાંતિ-ઉદ્વેગ. ૧૬ ગુરૃ સૂર્યપૂજા-મંત્રજાપ કરી શાંતિથી કામકાજ કરવું. ૧૭ શુક્ર બેંકના, નોકરી ધંધાના કામમાં ચિંતા. ૧૮ શનિ દર્શ શનિવારી અમાસે શનિ મંત્રજાપ કરવો. દાન આપવું.

વૃશ્ચિક (ન.ય.)

તા. ૧૬ નવેમ્બર ગુરુવારે સૂર્ય આપની રાશિમાં પરિભ્રમણની શરૃઆત કરતા આગામી સમય નોકરી ધંધાના પુત્રપૌત્રાદિકના કામની વ્યસ્તતામાં વધારો થાય. વ્યવહારિક સામાજીક સંબંધ-વ્યવહાર તાજા થાય પરંતુ આ સપ્તાહમાં સૂર્યપૂજા-મંત્રજાપ, શનિ મંત્રજાપ કરવો. તા. ૧૨ નવેમ્બર રવિ પરિવારના કામથી ચિંતા-ઉચાટ. ૧૩ સોમ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. ૧૪ મંગળ અગિયારસે આકસ્મિક કોઈને મળવાનું થાય. ૧૫ બુધ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, બેંકના કામમાં ગાફેલ રહેવું નહીં. ૧૬ ગુરુ બંધન-નુકસાન-વિવાદથી સંભાળવું પડે. ૧૭ શુક્ર અન્યના કારણે ચિંતા-ખર્ચ-દોડધામ. ૧૮ શનિ દર્શ શનિવારી અમાસે શનિ મંત્રજાપ કરવો. દાન આપવું.

ધન (ભ.ધ.ફ.ઢ)

તા. ૧૬ નવેમ્બર ગુરૃવારથી વૃશ્ચિક સંક્રાતિનો પ્રારંભ થવાથી આગામી ત્રીસ દિવસ આપને ચિંતા-ખર્ચ દોડધામના રહે. ઈચ્છા-અનિચ્છાએ બહાર કે બહારગામ જવાનું થાય. વધારાનો ખર્ચ થાય. આંખમાં દર્દપીડાથી તેમજ પડવા-વાગવાથી-મચકોડથી- બિમારીથી સંભાળવું પડે. તા. ૧૨ નવેમ્બર રવિ કામની વ્યસ્તતા રહે. ૧૩ સોમ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૪ મંગળ અગિયારસે નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા. ૧૫ બુધ ધીરજ-શાંતિ-સ્વસ્થતા જાળવવી. ૧૬ ગુરૃ ચિંતા-ખર્ચ-બંધન. ૧૭ શુક્ર બેંકના કામમાં, વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી. ૧૮ શનિ દર્શ ૦।। શનિ મંત્રજાપ કરવો.

મકર (ખ.જ)

કારતક મહિનાની સમાપ્તિમાં નોકરી-ધંધાના કામ અંગે, સગાં-સંબંધી-મિત્રવર્ગમાં બિમારી ચિંતા-મુશ્કેલી અનુભવો. હરો ફરો કામકાજ કરો, પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. પરિવારના કામમાં, સંતાનના કામમાં, નાણાંકીય પ્રશ્નમાં મુંઝવણ રહ્યા કરે.  તા. ૧૨ નવેમ્બર રવિ પારિવારિક અશાંતિ-ચિંતા. ૧૩ સોમ નોકરી-ધંધાના કામમાં સાવધાની-જાગૃતિ રાખવી. ૧૪ મંગળ અગિયારસે  રાહત-હળવાશ રહે. ૧૫ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૬ ગુરૃ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ૧૭ શુક્ર સગાં સંબંધી-મિત્રવર્ગની ચિંતા. ૧૮ શનિ દર્શ શનિવારી અમાસે શનિ મંત્રજાપ કરવો. દાન આપવું.

કુંભ (ગ.સ.શ.ષ)

કારતક મહિનાની સમાપ્તિએ આરોગ્યની કાળજી રાખવી. નોકરી-ધંધાના કામમાં જોખમ કરવું નહીં. વિવાદથી દૂર રહેવું. પત્ની-સંતાનના કામમાં, વડીલ વર્ગના, ભાઈભાંડુના આરોગ્ય કે અન્ય પ્રશ્નમાં ચિંતા-વ્યગ્રતા- અશાંતિ અનુભવાય. સરકારી તકલીફ રહે. તા. ૧૨ નવેમ્બર રવિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય.  ૧૩ સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૪ મંગળ અગિયારસે આરોગ્યની કાળજી રાખવી. ૧૫ બુધ તન-મન-ધનથી વાહનથી સંભાળવું.  ૧૬ ગુરૃ સંક્રાંતિ પરિવર્તને વડીલવર્ગની-અન્યની ચિંતા. ૧૭ શુક્ર ચિંતા-બેચેની. ૧૮ શનિ દર્શ અમાસ, શનિવારી અમાસ્યાએ શનિ મંત્રજાપ કરવો. દાન આપવું.

મીન (દ.ચ.ઝ.થ)

કારતક મહિનાની સમાપ્તિ. આધિ-વ્યાધિ-ઉપાધિથી અટવાયેલા રહો. શરીર-મનની સ્વસ્થતા જળવાય નહીં. બિમાર વ્યક્તિને તકલીફ પડે. નોકરી-ધંધાના કામમાં મુશ્કેલી વધતી જાય. સંતાનની ચિંતામાં, વિચારોમાં ઉંઘ આવે નહીં. પિતૃપક્ષે બિમારી-ચિંતા જણાય. તા. ૧૨ નવેમ્બર રવિ ચિંતા-બેચેની. ૧૩ સોમ-નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી. ૧૪ મંગળ અગિયારસે ધર્મકાર્યથી હળવાશ રહે. ૧૫ બુધ શરીર-મનની સ્વસ્થતા જાળવવી પડે. ૧૬ ગુરૃ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ૧૭ શુક્ર તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૧૮ શનિ દર્શ ૦।। શનિ મંત્રજાપ કરવો. દાન આપવું.
 

Keywords Weekly,Future,11,november,17,

Post Comments