Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અઠવાડિક ભવિષ્ય

તા.૧૧-૨-૨૦૧૮ રવિવારથી તા.૧૭-૨-૨૦૧૮ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

માહ મહિનાની સમાપ્તિ અને ફાગણ મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના, પુત્રપૌત્રાદિકના કામમાં આપને ચિંતા રહે. વડીલવર્ગના આરોગ્ય અંગે, અન્ય કામથી ચિંતીત રહો. મકાન-જમીન-મીલ્કતના પ્રશ્ને મુંઝવણ-મુશ્કેલી અનુભવાય. તા. ૧૩ મંગળવારે મહાશિવરાત્રીએ મહાદેવજીની ભક્તિપૂજા-મંત્રજાપથી હૃદય-મનની શાંતિ-રાહત-હળવાશ અનુભવો. તા. ૧૧ ફેબુ્ર. રવિ વિજયા એકાદશીએ કામમાં સાનુકૂળતા. ૧૨ સોમ કુંભ સંક્રાંતિએ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ મહાદેવજીની ભક્તિ-પૂજાથી હૃદય-મનને હળવાશ-આનંદ રહે. ૧૪ બુધ ઉત્પાત-ઉદ્વેગ રહે. ૧૫ ગુરૃ દર્શ ૦)) ખંડગ્રાસ સૂર્યગ્રહણે કૌટુંબીક-પારિવારિક ચિંતા. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. ૧૭ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

વૃષભ (બ.વ.ઉ.)

તા. ૧૨ ફેબુ્ર. સોમવારની રાત્રે કુંભ સંક્રાંતિનો પ્રારંભ થયા પછી રૃકાવટવાળા કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય-શુભકાર્યનો ખર્ચ થાય. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. મકાન-જમીન-મીલ્કતના કામ ઉકેલવા પડે. બહારગામ જવા આવવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે. તા. ૧૧ ફેબુ્ર. રવિ શાંતિ-રાહત જણાય નહીં. ૧૨ સોમ કુંભ સંક્રાંતિએ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. જાગૃતિ રાખવી. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ ધર્મકાર્યથી આનંદ રહે, ખર્ચ થાય. ૧૪ બુધ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં સંભાળવું. ૧૫ ગુરૃ દર્શ ૦)) ખંડગ્રાસ સૂર્યગ્રહણે સગાસંબંધી-મિત્રવર્ગ-વડીલવર્ગની ચિંતા. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે નોકરી-ધંધાનું કામ થાય. ૧૭ શનિ નોકરી-ધંધાના તેમજ પત્ની-સંતાનના કામમાં સાનુકૂળતા.

મિથુન (ક.છ.ઘ.)

માહ મહિનાની સમાપ્તિએ આધિ-વ્યાધિ-ઉપાધિમાં અટવાઈ પડો. આક્ષેપ-અપયશ-વિવાદ-અપમાનથી તેમજ તમારી ઉપેક્ષા થવાથી, કામ ન થવાથી તમે શારીરિક-માનસિક અસ્વસ્થતા-અનિંદ્રા અનુભવો. નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં. તા. ૧૧ ફેબુ્ર. રવિ સાંસારિક ચિંતા-ઉચાટ. ૧૨ સોમ કુંભ સંક્રાંતિના પ્રારંભ પહેલા આધિ-વ્યાધિ-ઉપાધિ. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ ભક્તિપૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. ૧૪ બુધ હૃદય-મનને શાંતિ જણાય નહીં. આકસ્મિક ચિંતા. ૧૫ ગુરૃ દર્શ ૦)) ખંડગ્રાસ સૂર્યગ્રહણે શારીરિક-માનસિક અસ્વસ્થતા. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે હળવાશ-રાહત. ૧૭ શનિ કામમાં સાનુકૂળતા રહે.

કર્ક (ડ.હ.)

તા. ૧૨ ફેબુ્રઆરી સોમવાર રાત્રે કુંભ સંક્રાંતિનો પ્રારંભ થવાથી આગામી ત્રીસ દિવસ આપના માટે ચિંતા-તકલીફ-મુશ્કેલીના રહે પરંતુ સૂર્યપૂજા-મંત્રજાપ કરતા રહેવું. મહાશિવરાત્રીએ તેમજ દર્શ અમાવાસ્યાએ મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. પેટ, કમર, આંખમાં દર્દપીડાથી સંભાળવું. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે. તા. ૧૧ ફેબુ્ર. રવિ કામની વ્યસ્તતા રહે. ૧૨ સોમ શાંતિ-સ્વસ્થતા-ધીરજ રાખવી. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ મહાદેવજીની ભક્તિપૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. ૧૪ બુધ નોકરી-ધંધાના કામમાં વ્યગ્રતા-ઉચાટ રહે. ૧૫ ગુરૃ દર્શ ૦)) ખંડગ્રાસ સૂર્યગ્રહણે વિચારોની એકાગ્રતા જળવાય નહીં. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૧૭ શનિ આકસ્મિક ચિંતા-ઉપાધિ.

સિંહ (મ.ટ.)

માહ મહિનાની સમાપ્તિ અને ફાગણ મહિનાના પ્રારંભે શારીરિક-માનસિક અસ્વસ્થતા તેમજ નોકરી-ધંધાના-પુત્ર પૌત્રાદિકના કામમાં ચિંતા અનુભવાય. બજારોની વધઘટમાં ધ્યાન રાખવું પડે. હરિફવર્ગના કારણે શાંતિ જણાય નહીં. આંખમાં દર્દપીડાથી સંભાળવું પડે. તા. ૧૧ ફેબુ્ર. રવિ વિજયા એકાદશીએ સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ૧૨ સોમ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ધીરજ રાખવી. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ મહાદેવજીની ભક્તિપૂજા-મંત્ર-જાપ, દાન આપવાથી આનંદ રહે. ૧૪ બુધ બજારોની વધઘટમાં સંભાળવું. ૧૫ ગુરૃ વિચારોની એકાગ્રતા જળવાય નહીં. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા-પ્રગતિ. ૧૭ શનિ પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો.

કન્યા (પ.ઠ.ણ.)

ધર્મકાર્ય-આધ્યાત્મિકતામાં વધારો થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પુત્ર પૌત્રાદિકમાં ધ્યાન આપવું પડે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનને વિદ્યાભ્યાસમાં તેમજ આંખમાં સંભાળવું પડે. તા. ૧૧ ફેબુ્ર. રવિ વિજય એકાદશીએ ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. ૧૨ સોમ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૧૩ મંગળ મહા શિવરાત્રીએ ધર્મકાર્ય-અધ્યાત્મિકતામાં આનંદ રહે. ૧૪ બુધ પુત્ર પૌત્રાદિકના કામમાં ચિંતા-દ્વિધા રહ્યા કરે. ૧૫ ગુરૃ ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. ૧૭ શુક્ર નોકરી-ધંધાનું કામ થાય.

તુલા (ર.ત.)

આકસ્મિક ચિંતા-ઉપાધિ નોકરી-ધંધાના કામમાં, વડીલવર્ગ-મિત્રવર્ગના, કુટુંબ પરિવારના કામમાં જણાય. તમારા રોજીંદા કામમાં રૃકાવટ-વિલંબ અનુભવાય. પુત્ર પૌત્રાદિકના કામમાં ઉતાવળ-ગુસ્સો કરવો નહીં. શેરોની લે-વેચમાં, મકાન-જમીન-મીલ્કતના પ્રશ્નમાં સંભાળવું. તા. ૧૧ ફેબુ્ર. રવિ વિજયા એકાદશીએ મીલન-મુલાકાતમાં ચિંતા. ૧૨ સોમ અન્યના કારણે અશાંતિ-ઉદ્વેગ. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ સગાસંબંધી-મિત્રવર્ગથી નોકરી-ધંધામાં, ધર્મકાર્યમાં મુશ્કેલી, રૃકાવટ. ૧૪ બુધ તમારી ભૂલના કારણે મુશ્કેલી-મુંઝવણ. ૧૫ ગુરૃ આકસ્મિક ચિંતા-ઉપાધિ. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે રાહત. ૧૭ શનિ કામ ઉકેલાય.

વૃશ્ચિક (ન.ય.)

પડવા વાગવાથી, ચક્કરથી, ઉતાવળમાં ઈજા થવાથી સંભાળવું પડે. બિમાર વ્યક્તિને અસ્વસ્થતા-બેચેની રહે. નોકરી-ધંધામાં, સરકારી, રાજકીય કે ખાતાકીય કામમાં સ્ટાફના કારણે-ઉપરીવર્ગના કારણે, સહકાર્યકરના કારણે, ભાઈભાંડુ-કાકા-બાપાના ધંધામાં ભાગીદારીના પ્રશ્ને ચિંતા રહે. તા. ૧૧ ફેબુ્ર. રવિ વિજયા એકાદશીએ સાનુકૂળતા. ૧૨ સોમ કામમાં એકાગ્રતા જળવાય નહીં. ૧૩ મંગળ મહાદેવજીની ભક્તિપૂજા-મંત્રજાપથી હૃદય-મનની શાંતિ જળવાય. ૧૪ બુધ નોકરી-ધંધાના કામમાં ચિંતા-ઉદ્વેગ. ૧૫ ગુરૃ પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે શાંતિ-સ્વસ્થતા જાળવવી. ૧૭ શનિ વડીલવર્ગથી ચિંતા-અસ્વસ્થતા.

ધન (ભ.ધ.ફ.ઢ.)

કૌટુંબીક પ્રશ્ન, શારીરિક-માનસિક અસ્વસ્થતા રખાવે. બેંકના કામમાં, નાણાંની લેવડ દેવડમાં, જામીનગીરીમાં તમે મુંઝવણ-મુશ્કેલી અનુભવો. પુત્રપૌત્રાદિકના કામમાં ખર્ચ-ચિંતા-દોડધામ છતાં પ્રશ્ન ઉકેલાવાથી હળવાશ-રાહત રહે. આંખમાં-કમરમાં દર્દપીડા, ખભામાં દર્દપીડા અનુભવાય. તા. ૧૧ ફેબુ્ર. રવિ માનસિક પરિતાપ. ૧૨ સોમ સગાસંબંધી-મિત્રવર્ગથી ચિંતા, ભાઈભાંડુની ચિંતા-મુશ્કેલી. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ ભક્તિપૂજાથી આનંદ. ૧૪ બુધ નોકરી-ધંધાના તેમજ બેંકના કામમાં જાગૃતિ રાખવી. ૧૫ ગુરૃ અન્યના કારણે અશાંતિ-ચિંતા-દોડધામ રહે. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે કામની વ્યસ્તતા રહે. ૧૬ શનિ પુત્ર પૌત્રાદિકથી ચિંતા-ખર્ચ પછી રાહત.

મકર (ખ.જ.)

શરીર-મનનું-વિચારોનું-સ્વભાવનું સમતોલન જાળવવું જરૃરી રહેશે. હરો ફરો-કામ કરો પરંતુ નુકસાન-તકલીફ-મુશ્કેલી-વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવું. વિચારોની એકાગ્રતા-સ્વસ્થતા જાળવવી. નોકરી-ધંધાના કામમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં ચિંતા રહે. તા. ૧૧ ફેબુ્ર. રવિ ચિંતા-ખર્ચ. ૧૨ સોમ શાંતિ-સ્વસ્થતા જાળવવી. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ મહાદેવજીની ભક્તિપૂજા-મંત્રજાપથી-દાન આપવાથી રાહત. ૧૪ બુધ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. ૧૫ ગુરૃ દર્શ અમાવાસ્યાએ આકસ્મિક ચિંતા-તકલીફ. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે કામમાં ધ્યાન આપવું પડે. ૧૭ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

ધીરજ-શાંતિ-સ્વસ્થતા દરેક કામમાં રાખવી પડે. નોકરી-ધંધાના તેમજ સરકારી-રાજકીય-કાનૂની કામમાં ઉતાવળે કોઇ મુશ્કેલી-ચિંતા-ઉપાધિમાં અટવાઈ પડો. લાંચ લેવામાં, ખોટું કામ કરવામાં ફસામણી થાય. બંધન-વનવાસ-એકલતા અનુભવતા હોવ તેમ લાગે. તા. ૧૧ ફેબુ્ર. રવિ વિજયા એકાદશી વાતચીતમાં સંભાળવું. ૧૨ સોમ કોઇપણ કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ એકાગ્રતા જાળવવી પડે. ૧૪ બુધ નોકરી-ધંધાના કામમાં, કાનૂની પ્રશ્નમાં સંભાળવું. ૧૫ ગુરૃ આધિ-વ્યાધિ-ઉપાધિથી અશાંતિ-ઉચાટ. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે શાંતિ રાખવી પડે. ૧૭ શનિ શાંતિથી દિવસ પસાર થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં, નોકરી-ધંધાના કામમાં, શેરોની લે-વેચમાં, બજારોની વધઘટમાં આપે ધ્યાન રાખવું પડે. મહાશિવરાત્રીએ ધર્મકાર્યમાં, ધર્મસ્થાનમાં, આજુબાજુના વ્યવહારમાં વાણીની મીઠાશ અને વ્યવહારની નમ્રતા રાખવી. ચર્ચા વિચારણામાં, વાદવિવાદથી દૂર રહેવું. તા. ૧૧ ફેબુ્ર. રવિ પરિવારના ધર્મકાર્યમાં આનંદ. ૧૨ સોમ સંતાનના કામમાં ધ્યાન રાખવું. ૧૩ મંગળ મહાશિવરાત્રીએ ધર્મકાર્યમાં ચિંતા-ઉચાટ રહે. ૧૪ બુધ નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી. ૧૫ ગુરૃ દર્શ અમાવાસ્યાએ વ્યગ્રતા-બેચેની રહે. ૧૬ શુક્ર ફાગણ મહિનાના પ્રારંભે ચિંતા-ખર્ચ. ૧૭ શનિ સગાસંબંધી-મિત્રવર્ગથી વ્યસ્તતા.
 

Keywords weekly,future,10,february,

Post Comments