Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૪ માર્ચથી મંગળવાર ૨૦ માર્ચ સુધી

* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.
- ઈન્દ્રમંત્રી

મેષ (અ.લ.ઈ.) : The Star - ધ સ્ટારનું કાર્ડ તમારા સંતાનોને લગતા મહત્ત્વનાં નિર્ણયો લઈ શકવાનું સૂચવી જાય છે અને સંતાનોના અભ્યાસ કે વિદેશયાત્રા બાબત ખર્ચાઓ થઈ શકવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ ભવિષ્યનું આયોજન કરવાનું રહેશે. તા. ૧૪. ૧૫. ૧૬. ૨૦. શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારી સુખ સગવડતાઓમાં વધારો થવાનું સૂચવી જાય છે. જમીન-મકાન અંગે મહત્વનાં નિર્ણય લઈ શકાશે. સ્વજનો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. યશ મેળવી શકાશે. તા. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The Sun - ધ સનનું કાર્ડ કૌટુંબિક કાર્યોમાં યશ પ્રાપ્ત કરવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો જોવા મળશે. સંતાનોના વિવાહ-લગ્ન અને અભ્યાસ બાબત નિર્ણય લેવાના આવે. ધાર્મિક યાત્રાનો યોગ ઊદ્ભવશે. તા. ૧૭. ૧૮. ૧૯. ૨૦. શુભ.

કર્ક (ડ.હ.) : The Tower - ધ ટાવરનું કાર્ડ અણધાર્યું પરિવર્તન એકાદ કાર્યમાં ચાલુ સપ્તાહ દરમ્યાન તમારા માટે ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે જે માટે તમે ક્યારેય વિચાર્યું ન હોય! કુટુંબની વ્યક્તિઓનો સહકાર અનિવાર્ય બની રહેશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૧૪. ૨૦. શુભ.

સિંહ (મ.ટ.) : The Magician - ધ મેજીસીયનનું કાર્ડ તમારા પોતાના પ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેવાનું સૂચવી જાય છે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. જીવનસાથીનો સહકાર અનિવાર્ય બની રહેશે. નાણાંકીય દ્રષ્ટિએ મહત્ત્વનાં નિર્ણયો લેવાના આવશે.

કન્યા : (પ.ઠ.ણ.) : Judgement - જજમેન્ટનું કાર્ડ તમારા વ્યવસાયક્ષેત્રે નવી તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે જે અંગે તમારે નિર્ણય લેવાના આવશે. દૂરની મુસાફરી થઈ શકશે. વિદેશ સાથેના વ્યવસાય સાથે સંકળાયેલું વ્યક્તિઓ માટે લાભદાયક ફેરફારો ઉદ્ભવશે. નવી ચીજવસ્તુઓની ખરીદી થશે. તા. ૧૫. ૧૬. ૧૭. ૧૮.૧૯ શુભ.

તુલા (ર.ત.) : Justice - જસ્ટીસનું કાર્ડ તમે કોઈ કોર્ટ-કચેરી સંબંધિત કાર્યો સાથે સંકળાયેલા હો તો ચાલુ સપ્તાહ દરમ્યાન તે અગત્યના પૂરવાર થવાનું સૂચવી જાય છે. સંતાનોની કારકિર્દીમાં નવાં ફેરફારો ઉદ્ભવશે. તમારા નોકરી વ્યવસાયક્ષેત્રે કોઈ મુશ્કેલી આવી હોય તો તેનો ઉકેલ મેળવી શકાશે. તા. ૧૮. ૧૯. ૨૦. શુભ.

વૃશ્ચિક (ન.ય.) : The Hermit - ધ હેરમીટનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન તમારા કામકાજને લઈ વધુ પડતી દોડાદોડી રહેવાનું સૂચવી જાય છે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે નવાં ફેરફારો આવશે. સ્થાન પરિવર્તન થઈ શકે. મિત્રોનો સહકાર મેળવી શકશો. તા. ૧૪. ૨૦. શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : The Moon - ધ મૂનનું કાર્ડ કોઈ કાર્યને લઈ ચાલુ સપ્તાહ દરમ્યાન તમારી કસોટી થઈ શકવાનું સૂચવી જાય છે. કારણ હોય કે ના હોય પરંતુ તમે મૂંઝાઈ જશો અને શું કરવું ના કરવું તેવી પરિસ્થિતિ સર્જાશે. જીવનસાથીનો સહકાર અનિવાર્ય બની રહેશે. તા. ૧૫. ૧૬. શુભ.

મકર (ખ.જ.) : Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારા આત્મવિશ્વાસ દ્વારા દૈનિક કાર્યો કરવા સૂચવી જાય છે. અન્યથા ચાલુ સપ્તાહ દરમ્યાન તમારું રોજિંદું સમયપત્રક ખોરવાઈ જશે. જીવનસાથીના આરોગ્ય અંગે પ્રતિકૂળતા રહેશે. નવાં કાર્યોની શરૃઆત કરવા ઊતાવળા ન બનવું. તા. ૧૪. ૧૮. ૧૯. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : The Fool - ધ ફૂલનું કાર્ડ વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે કસોટીરૃપ સાબિત થવાનું સૂચવી જાય છે. આરોગ્ય અંગે કાળજી રાખવી હિતાવહ જણાવી શકાય. સંતાનોના અભ્યાસ અને વિવાહ-લગ્ન જેવી બાબતો માટે નિર્ણય લેવાનો આવશે. તા. ૧૫. ૧૬. ૨૦. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમારા દૈનિક-રોજિંદા કાર્યો આયોજનપૂર્વક થઈ શકવાનું સૂચવી જાય છે. જીવનસાથી સાથે અગત્યની બાબતોની ચર્ચા-વિચારણા થશે. નવાં કામોનું આયોજન થઈ શકશે. નાણાંકીય દ્રષ્ટિએ આવેલી મુશ્કેલીઓનો ઊકેલ પ્રાપ્ત થશે. તા. ૧૪. ૧૫. ૧૯. શુભ.
 

Keywords terot,card,14,march,2018,

Post Comments