Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય...

બુધવાર ૧૩ સપ્ટેમ્બરથી મંગળવાર ૧૯ સપ્ટેમ્બર સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે.

જે વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ અને કોઈન્સમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. જેમાં સામાન્ય પત્તાંની જોડીમાં એકથી તેર કાર્ડ છે જ્યારે અહીં એકથી ચૌદ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહના કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ અને કોઈન્સનું ઉમેરાયેલું છે જ્યારે મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, મેજીસીયન્સ, ધ હાઈપ્રીસ્ટેસ, ધ એમ્પરર, ધ એરીફ્રન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, ધ હેગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલો છે.

બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

- ઇન્દ્રમંત્રી

મેષ : (અ.લ.ઈ.) : Judgement - જજમેન્ટનું કાર્ડ કોઈ કાર્યને લઈ તમે ઉત્સાહિત હશો પરંતુ ચાલુ સપ્તાહ દરમ્યાન તમારી સહનશક્તિની કસોટી થવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો આવશે. સંતાનો અંગેના પ્રશ્નો નોંધપાત્ર બનવા પામશે. તા. ૧૪, ૧૫. શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : Four of swords - ફોર ઓફ સ્વૉર્ડ્સનું કાર્ડ તમારી વર્તમાન સમસ્યાઓનો હાલ પૂરતો કોઈ ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કૌટુંબિક કારણસર ખર્ચાઓના યોગ ઉદ્ભવશે. સંતાનોના વધુ અભ્યાસ માટે નિર્ણય લેવાનો આવશે. તા. ૧૩, ૧૬, ૧૭ શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ તથા સ્વજનો સાથેની મુલાકાત લાભદાયક બની રહેવાનું સૂચવી જાય છે. કોઈ મતભેદ ઊદ્ભવ્યા હોય તેનું સુખદ સમાધાન થશે. કુટુંબમાં શુભપ્રસંગની ઉજવણી માટે નિર્ણય લેવાનો આવશે. શુભ સમાચાર મળશે.તા. ૧૪, ૧૫. ૧૬. ૧૯ શુભ.

કર્ક (ડ.હ.) : Devil - ડેવિલનું કાર્ડ કોઈ સમસ્યા તમને ચિંતામાં મૂકી શકે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તકલીફ ઉભી ન થવાનું સૂચવી જાય છે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે. ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૧૩. ૧૬. ૧૭ શુભ.

સિંહ (મ.ટ.) : The Moon - ધ મૂનનું કાર્ડ દ્વિધાયુક્ત મન રાખ્યા વિના જે કોઈ કાર્ય માટે તમે નિર્ણય લેવા માંગતા હો તે લેવા સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત થશે. જૂના મિત્રો તથા પરિચિત વ્યક્તિઓને મળવાનું થશે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બનવા પામશે. તા. ૧૩, ૧૪, ૧૫, ૧૮, ૧૯. શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : Death - ડેથનું કાર્ડ તમે કોઈ કારણસર મૂંઝાઈ રહ્યા હો તેનો ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા વ્યવસાયક્ષેત્રે નવાં ફેરફારો ઉદ્ભવશે. પરદેશ જવા તૈયારી કરી રહેલી વ્યક્તિઓને સફળતા મળશે. એકાદ કાર્યમાં યશ મેળવી શકશો. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

તુલા (ર.ત.) : The Magician - ધ મેજીસીયનનું કાર્ડ તમારી મહત્ત્વાકાંક્ષાઓની પરિપૂર્ણતા અંગે તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. સ્વજનો સાથે કૌટુંબિક સમસ્યાઓની ચર્ચા-વિચારણા કરી ઉકેલ મેળવી શકશો. આવકમાં વધારો થશે. તા. ૧૬. ૧૭. ૧૮. ૧૯. શુભ.

વૃશ્ચિક (ન.ય) : Justice જસ્ટીસનું કાર્ડ તમારા વ્યવસાયક્ષેત્રે કોઈ મુશ્કેલી ઉદ્ભવી હોય તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ કે સ્વજનો સાથે કોઈ વાદવિવાદ-મતભેદ ઉદ્ભવ્યો હોય તેનો ઉકેલ મેળવી શકશો. ટુંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૧૩, ૧૮, ૧૯. શુભ.

ધન : (ભ.ધ.ફ.ઢ.) : Strenght - સ્ટ્રેન્થનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ દ્રઢ રાખવા સૂચવી જાય છે. અન્યથા નહિ જેવી બાબતમાં તમારી કસોટી થશે. અવિવાહિત વ્યક્તિઓ માટે યોગ્ય જીવનસાથીની પસંદગી માટે તક મળશે. બેરોજગાર વ્યક્તિઓને માટે રોજગારીની તક ઉભી થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૧૩, ૧૪, ૧૫ શુભ.

મકર (ખ.જ.): The Emperor - ધ એમ્પરરનું કાર્ડ તમે વધુ પડતા મહત્ત્વાકાંક્ષી હોવાનો અનુભવ કોઈ કાર્યમાં ચાલુ સપ્તાહ દરમ્યાન થવાનું સૂચવી જાય છે. મિત્રો સાથે મહત્ત્વનાં પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી શકાશે. વારસાગત બાબતોને લગતી સમસ્યાઓ જો કોઈ હોય તો તે ઉકેલી શકશો. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭. શુભ.

કુંભ : (ગ.શ.સ.ષ.): The star- ધ સ્ટારનું કાર્ડ વર્તમાન સમય તમારો લાભદાયક હોવાનું સૂચવી જાય છે. તમારા નક્કી કરેલા કામોને સરળતાથી ઉકેલી શકશો. યશ મેળવી શકો તેવી ઘટના બનશે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : The world - ધ વર્લ્ડનું કાર્ડ વર્તમાન સમય તમારો શુભફળદાયક અને આનંદ ઉત્સાહવાળો પસાર થઈ રહ્યો હોવાનું સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. દૂરની મુસાફરી અંગે નિર્ણય લઈ શકશો. સંતાનોનો સહકાર પ્રાપ્ત થશે. તા. ૧૩, ૧૮, ૧૯. શુભ.
 

Keywords terot,card,13092017,

Post Comments