Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૭ ફેબુ્રઆરી થી મંગળવાર ૧૩ ફેબુ્રઆરી સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે.

વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.  

 - ઈન્દ્રમંત્રી
 

મેષ (અ.લ.ઈ.) : Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમારી મૂંઝવણનો ઊકેલ શોધવા પ્રયત્નશીલ રહેવા સૂચવી જાય છે. આરોગ્ય અંગેની તકલીફમાં જરૃરી કાળજી અનિવાર્ય જણાવી શકાય. ધંધાકીય બાબતોમાં નવાં ફેરફારો આવશે. તા. ૭, ૧૩ શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. અવિવાહિત હોય તેઓ યોગ્ય જીવનસાથી અંગે નિર્ણય લઇ શકશે. દાંપત્યજીવનમાં કોઈ તકલીફ આવી હોય તેનો ઉકેલ મેળવી શકાશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૭, ૮, ૯, ૧૦ શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The World - ધ વર્લ્ડનું કાર્ડ ભૂતકાળમાં ગુમાવેલી કોઈ સારી તક તમને ફરીવાર મળવાનું સૂચવી જાય છે. પ્રવાસ-મુસાફરી અંગે નિર્ણય લેવાનો આવશે. કોર્ટ- કચેરી સંબંધિત કોઈ કાર્યો હોય તો તેમાં સફળતા મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તા.  ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.

કર્ક (ડ.હ.) : The Hermit - ધ હેરમીટનું કાર્ડ જો તમે એકલતા અનુભવી રહ્યા હો તો તમારામાં નિરાશા ઉદ્ભવી શકવાનું અને નવાં કાર્યો માટે કોઇપણ પ્રકારનો ઉત્સાહ ન રહેવાનું સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા જણાશે. આકસ્મિક મુસાફરીનો યોગ ઊદ્ભવશે. તા.  ૧૧, ૧૨, ૧૩ શુભ.

સિંહ (મ.ટ.) : The Hansgedman - ધ હેંગમેનનું કાર્ડ તમે વધુ પડતા લાગણીશીલ બની શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો અનિવાર્ય બની રહેશે. અણધાર્યું સ્થાન પરિવર્તન થશે. કૌટુંબિક કાર્યો અગત્યનાં બનવા પામશે. તા. ૭, ૧૩ શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : Judgement - જજમેન્ટનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન તમે કોઈ નવાં અનુભવમાં પસાર થઇ રોમાંચ અનુભવી શકો તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. સહકુટુંબ મનોરંજન માટેનો નિર્ણય લેવાશે. સંતાનોની કારકિર્દી અને અભ્યાસ જેવી બાબતો મહત્વની બનશે. તા.  ૮, ૯, ૧૦ શુભ.

તુલા (ર.ત.) : Strength - સ્ટ્રેન્થનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન તમને હિંમત અને આત્મવિશ્વાસ રાખી દરેક કાર્યો કરવા સૂચવી જાય છે. અન્યથા એકાદ કાર્યમાં તમારી કસોટી થશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. નવું મકાન ખરીદવા ઇચ્છતા હોય તેઓ આ અંગે યોગ્ય પસંદગી કરી શકશે. તા.૭,૧૧,૧૨ શુભ

વૃશ્ચિક (ન.ય.) : The Magician - ધ મેજીસીયનનું કાર્ડ તમારી આવડત- હોંશિયારીને પ્રદર્શિત કરી શકવા અંગેની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકો તેવી ઘટના બનશે. તમારા કાર્યક્ષેત્રે લાભદાયક ફેરફારો આવશે. નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. તા.  ૮, ૯, ૧૦, ૧૩ શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : The High Priestess - ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન તમારું મન માને તે પ્રમાણે કાર્યો કરવા સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરી રહ્યા હો તો કોઇના દબાણને વશ ન થવું. નાણાંકીય દ્રષ્ટિએ તમારું આયોજન ખોરવાઇ શકે અને અણધાર્યા ખર્ચાઓનો યોગ ઉદભવશે. તા. ૭, ૧૧, ૧૨ શુભ.

મકર (ખ.જ.) : Wheel of Fortune - વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારા જીવનમાં લાભદાયક ફેરફારો થવાનું સૂચવી જાય છે. તમારા મનગમતા કાર્યો થઇ શકશે. લાંબા સમયથી કોઇ કાર્યમાં વિલંબ થઇ રહ્યો હોય તેનો સુખદ ઉકેલ આવશે. જીવનસાથીનો સહકાર મેળવી શકશો. તા. ૭, ૮, ૯, ૧૦, ૧૩ શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : The Star - ધ સ્ટારનું કાર્ડ તમારો શુભ સમય હાલમાં ચાલી રહ્યો હોવાનું સૂચવી જાય છે. તમારા મહત્વનાં કામો થઇ શકશે. નોકરી વ્યવસાય ક્ષેત્રે લાભદાયક ફેરફારો આવશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભ મેળવી શકશો. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા.  ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : The Chariot - ધ શૅરીઓટનું કાર્ડ તમને થશે કે જીવનમાં હંમેશા દોડતા રહેવાનું છે કે શું તેવો અનુભવ થઇ શકવાનું પરંતુ તમારા પુરુષાર્થનું શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સંતાનોનું શુભ ભાગ્ય પરિવર્તન- પ્રગતિ જોવા મળશે. તમારી કારકિર્દીમાં લાભદાયક ફેરફારો આવશે. તા. ૧૧, ૧૨, ૧૩ શુભ.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Keywords terot,card,07,february,2018,

Post Comments