Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

* બુધવાર તા. ૨૭ ડિસેમ્બરથી મંગળવાર તા. ૨ જાન્યુઆરી સુધી *

* રહસ્યમય કાર્ડ (ટેરેટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શીયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેનાસહાયક કાર્ડ છે. વોન્ડ્સ, સ્વોડર્સ, કપ્સ તથા કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે.

સામાન્ય પત્તાની જોડીમાં ૧થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧થી ૧૪ કાર્ડ છે ગુલામ, રાણી તથા બાદશાહના કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વોન્ડ્સ, સ્વોર્ડસ કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, મેજીશીયન્સ, ધ હાઇપ્રિસ્ટ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જસ્ટીસ ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય  ધ ફૂલને નંબર શૂન્ય ઝીરો આપવામાં આવેલ છે.

બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવેલ છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ- ચંદ્રરાશિ પ્રમાણે જોવું.
 

મેષ (અ. લ. ઈ.) : The Hierophant - ધ એરોફ્રન્ટનું કાર્ડ વાસ્તવિક દ્રષ્ટિએ નવા નિર્ણયોને અમલમાં મૂકવા તમે વિચારી રહ્યા હોવાનું સૂચવી જાય છે. જે તમારી વર્તમાન રહેણીકરણીમાં નવાં ફેરફારો આપશે. યશ પ્રાપ્ત થાય તેવી ઘટના બનશે તા. ૨૮, ૨૯, ૧, ૨, શુભ.

વૃષભ (બ. વ. ઉ.) : The Fool - ધ ફૂલનું કાર્ડ તમારા માટે ઉત્સુકતા વધી શકે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. લાંબી મુસાફરી થશે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નાણાંકીય બાબતોમાં નવા નિર્ણયો લઈ શકાશે. તા. ૨૭, ૩૦, ૩૧ શુભ.

મિથુન (ક. છ. ઘ.) : The Moon - ધ મૂનનું કાર્ડ કોઈ કાર્ય માટે નિર્ણય લેવામાં દ્વિધા અનુભવી રહ્યા હો તે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. સ્વજનો સાથે એકાદ શુભ પ્રસંગની ઉજવણી થઈ શકશે. મિત્રો સાથે પ્રવાસ મુસાફરીનું આયોજન ગોઠવી શકશે તા.૨૭, ૨૮, ૨૯, ૧, ૨ શુભ.

કર્ક (ડ. હ.) : The Empress -ધ એમ્પ્રેસનું કાર્ડ તમને વ્યવસાય ક્ષેત્રે લાભદાયક તક પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે મનગમતા ફેરફારો ઉદ્ભવશે. એકાદ કાર્યમાં યશ મેળવી શકાશે. શુભ સમાચાર મળશે તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ શુભ.

સિંહ (મ. ટ. ) : Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ વધે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કોઈ કારણસર નિરાશા અનુભવી રહ્યા હશો તે દૂર થઈ શકશે ટૂંકી ધાર્મિક યાત્રાનો યોગ ઉદ્ભવશે. નવી ચીજવસ્તુઓની ખરીદી થશે તા. ૩૦, ૩૧, ૧, ૨ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) : The Hermit - ધ હેરમીટનું કાર્ડ જોખમી કાર્યોથી દૂર રહેવા અને વધુ પડતા આત્મવિશ્વાસ રાખી કોઈ કાર્ય ન કરવા સૂચવી જાય છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. વારસાગત પ્રશ્નો જો કોઈ હોય તો તે લાભદાયક બનશે. તા. ૨૭, ૧, ૨.

તુલા (ર. ત.) : The Tower -ધ ટાવરનું કાર્ડ વર્તમાન જીવનમાં અણધાર્યા ફેરફારો ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે જેની શુભાશુભ અસર જન્મના ગ્રહોને આધિન રહેશે. જીવનસાથીનો સહકાર મેળવી શકાશે. અવિવાહિત વ્યક્તિઓ યોગ્ય જીવનસાથી માટે પસંદગી કરી શકશે. તા. ૨૭, ૨૮, ૨૯ શુભ.

વૃશ્ચિક (ન. ય.) The Emperor - ધ એમ્પરરનું કાર્ડ તમારા નિશ્ચિત કરેલા કાર્યો ચાલુ સપ્તાહ દરમ્યાન સરળતાપૂર્વક થઈ શકવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકો તેવી ઘટના બનવા પામશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હશો તો તેમાં રાહત જણાશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.) : Justice - જસ્ટીસનું કાર્ડ તમારે કોઈના મધ્યસ્થી બની તેઓના સમસ્યારૃપ પ્રશ્નોમાં ઉકેલ લાવી આપવા પ્રયત્નશીલ બનવાનું આવવા સૂચવી જાય છે. સ્નેહી વ્યક્તિઓ સાથેના મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા- વિચારણા કરી શકાશે. તા. ૩૦, ૩૧, ૧, ૨ શુભ.

મકર (ખ. જ.) : The Star - ધ સ્ટારનું કાર્ડ તમારો હાલનો સમય શુભ ફળદાયક હોવાનું સૂચવી જાય છે. જે કોઈ અગત્યના કાર્યો તમે કરવા ઇચ્છી રહ્યા હો તેનું આયોજન લાભદાયક નીવડશે. સ્થાન પરિવર્તન અંગે નિર્ણય લઈ શકશો. તા. ૨૭, ૧, ૨ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.) : Death - ડેથનું કાર્ડ તમારી એકાદ કાર્યમાં કસોટી થવાનું સૂચવી જાય છે. નવા ફેરફારો કરવા ઇચ્છી રહ્યા હો તો હાલ પૂરતું ઉતાવળ ન કરવી. હિતાવહ જણાવી શકાય વધુ પડતી સાહસવૃત્તિ તમારા કાર્યોમાં અવરોધરૃપ બની શકે. મિત્રોની સહાયતા અનિવાર્ય બની રહેશે. તા. ૨૮, ૨૯ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.) : Wheeel of Fortune - વ્હીલ ઓફ ફોર્ચ્યુનનુ કાર્ડ કાર્યોમાં યશ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. સહકુટુંબ ટૂંકો પ્રવાસ થશે. નોકરી- વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. તા. ૨૭, ૩૦, ૩૧ શુભ.

ઇન્દ્રમંત્રી
 

Keywords terot,card,03,january,2018,

Post Comments