Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૭ માર્ચથી મંગળવાર ૧૩ માર્ચ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.
- ઈન્દ્રમંત્રી

મેષ (અ.લ.ઈ.) : Death - ડેથનું કાર્ડ કંઈક અંશે ચાલુ સપ્તાહ દરમ્યાન તમારા માટે અજંપાની પરિસ્થિતિ રહેવાનું સૂચવી જાય છે. તમારા રોજિંદા કાર્યો સિવાય અન્ય કામોમાં વિલંબ થઈ શકે. ધાર્મિક યાત્રાનો યોગ ઊદ્ભવશે. સ્વપ્રયત્નો દ્વારા કાર્યો કરવા લાભદાયક બની રહેશે. તા. ૭. ૧૩. શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : Hermit - હેરમીટનું કાર્ડ નાણાંકીય દ્રષ્ટિએ તમે આ સપ્તાહ દરમ્યાન મહત્ત્વનાં નિર્ણયો લઈ ભવિષ્ય માટે કોઈ આયોજન કરી શકવાનું સૂચવી જાય છે. સંતાનોના કારણે ખર્ચાઓનો યોગ ઊદ્ભવશે. મહત્ત્વનાં પત્રો/દસ્તાવેજો પર સહિ-સિક્કા કરી રહ્યા હો તો ઊતાવળા ન બનવું. તા. ૭. ૮. ૯. શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The Chariot - ધ શેરીઓટનું કાર્ડ કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઊજવણી અંગે નિર્ણય લેવાનો આવવાનું સૂચવી જાય છે. સંતાનોની કારકિર્દી તથા વિવાહ-લગ્ન અંગે યોગ્ય નિર્ણય લઈ શકાશે. તમારી નોકરી-વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. તા. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. શુભ.

કર્ક (ડ.હ.) : The Sun - ધ સનનું કાર્ડ તમારા માનસન્માનમાં વધારો થવાનું અને તમારા કાર્યક્ષેત્રે યશ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. દૂર વસતા સ્વજનો સાથે મુલાકાત થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૧૦. ૧૧. ૧૨. ૧૩. શુભ.

સિંહ (મ.ટ.) : Devil - ડેવિલનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ખર્ચાઓ થવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં અપયશ ન મળે તે અંગે કાળજી રાખવી. સ્થાન પરિવર્તન માટે નિર્ણય લેવાનો આવશે. મિત્રો અને સ્વજનોની સલાહસૂચન તમારા માટે લાભદાયક બનશે. તા. ૭. ૧૩. શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન રોજિંદા કાર્યો અગત્યનાં બનવાનું સૂચવી જાય છે. વડિલ વ્યક્તિઓના આરોગ્ય માટે સામાન્ય પ્રતિકૂળતા ઊદ્ભવશે. મિત્રો સાથે ન જેવી બાબતોમાં મતભેદ ઊદ્ભવી શકે. નવાં કાર્યોની શરૃઆત કરવા ઉતાવળા ન બનવું. તા. ૮. ૯. શુભ.

તુલા (ર.ત.) : The Moon - ધ મૂનનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. વિદેશ જવા કાર્યવાહી કરી રહ્યા હોય તેઓ માટે સરળતા રહેશે. નવાં કાર્યોની સફળતાપૂર્વક શરૃઆત થશે. ભાગીદારી સંબંધિત બાબતો લાભદાયક નીવડશે. તા. ૭. ૧૦. ૧૧. ૧૨. શુભ.

વૃશ્ચિક (ન.ય.) : Strength - સ્ટ્રેન્થનું કાર્ડ આત્મવિશ્વાસ દ્વારા વિલંબમાં મૂકાયેલા કાર્યોનો ઊકેલ મેળવી શકવાનું સૂચવી જાય છે. ધંધાકીય દ્રષ્ટિએ નવાં નિર્ણયો લેવાના આવશે. લાંબા સમયથી બિમાર વ્યક્તિઓ રાહત અનુભવશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે તથા ભવિષ્યના કોઈ કાર્ય અંગે સંયુક્ત નિર્ણય લઈ શકાશે. તા. ૮. ૯. ૧૩. શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : The High Priestess - ધ હાઈપ્રિસ્ટેસનું કાર્ડ તમારા વ્યવસાયક્ષેત્રે લાભદાયક પરિવર્તન અને એકાદ કાર્યમાં યશ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારો આત્મવિશ્વાસ પ્રબળ બનશે. વારસાગત બાબતો માટે કોઈ સમસ્યા ઊદ્ભવેલી હશે તો તેનું નિરાકરણ આવશે. તા. ૭. ૧૦. ૧૧. ૧૨. શુભ.

મકર (ખ.જ.) : The Tower - ધ ટાવરનું કાર્ડ આર્થિક દ્રષ્ટિએ તમારી સમૃદ્ધિ વધવાનું સૂચવી જાય છે. વિદેશમાં વસતા સ્નેહીજનોનો સહકાર મેળવી શકાશે. અભ્યાસ માટે વિદેશ જવા તૈયારી કરી રહેલી વ્યક્તિઓને સફળતા મળશે. અવિવાહિત વ્યક્તિઓને યોગ્ય જીવનસાથી પસંદગી બાબત તક મળશે. તા. ૭. ૮. ૯. ૧૩. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : The Magician - ધ મેજીસીયનનું કાર્ડ તમારી હોંશિયારી-આવડત અને કુશળતા દર્શાવી શકો તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે યશ મેળવી શકશો. વિલંબમાં પડેલા કાર્યો ઊકેલી શકાશે. કોઈ કાર્યમાં વાદવિવાદ સર્જાયેલો હશે તો તેનો સુખદ ઊકેલ પ્રાપ્ત થશે. તા. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત આનંદદાયક બનવાનું અને તેમનો સહકાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. અવિવાહિત વ્યક્તિઓને જીવનસાથી માટે પસંદગીની તક મળશે. તમારા નોકરી વ્યવસાય ક્ષેત્રે લાભદાયક ફેરફારો આવશે. આવકમાં વધારો થશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત થશે. તા. ૧૦. ૧૧. ૧૨. ૧૩. શુભ.
 

Post Comments