Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો, કેમ શનિવારના દિવસે પીપળાના વૃક્ષને કાચુ દૂધ ચઢાવવામાં આવે છે?

- હિન્દુ ધર્મમાં પીપળાને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે

- શા માટે શનિવારે શનિદેવની પૂજા-પાઠ પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે?

નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર 
 
ગ્રહોની ખરાબ દશાને કારણે ન માત્ર ઘરમાં ઝઘડા થાય છે પરંતુ ખરાબ ગ્રહ જીવનની તમામ ખુશીઓને સમાપ્ત કરી દે છે. એટલા માટે કેટલાય લોકો પોતાના આ ગ્રહને શાંત રાખવા માટે તમામ ઉપાય કરે છે.  પૂજા-પાઠ દાન પૂણ્ય બધા કરે છે. તેમાંથી એક છે શનિદેવની પૂજા. કર્મોના ફળ આપનાર શનિદેવ પણ આપણા ગ્રહોની દશા બદલી શકે છે. આ કારણથી તેમના પૂજા-પાઠ પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. 
 
આ કારણથી શનિવારના દિવસે પીપળાના વૃક્ષ અને કાચા દૂધનું ઘણું મહત્ત્વ હોય છે. એવી માન્યતા છે કે દર શનિવાર પીપળાનાં વૃક્ષ પર કાચુ દૂધ ચઢાવવાથી તમામ ગ્રહ શાંત થઇ જાય છે, ખાસકરીને રાહુ-કેતુ, શનિ અને પિતૃ દોષ. આ કારણથી ખાસ મંત્રોની સાથે શનિવારે લોકો પીપળાના વૃક્ષની પૂજા કરે છે. 
 
આ રીતે પૂજા કરવામાં આવે છે
1. સૌથી પહેલાં પીપળાના વૃક્ષ પર કાચુ દૂધ ચઢાવો. 
2. દૂધ ચઢાવ્યા બાદ વૃક્ષની સાતવાર પરિક્રમા કરો.
3. પરિક્રમા કર્યા બાદ સૂર્યદેવ અને ભગવાન શિવની પૂજા કરો. 
4. વૃક્ષ પર ચઢાવવામાં આવેલા દૂધ અથવા પાણીને બંને આંખો પર લગાવો. 
5. ત્યારબાદ 'પિતૃ દેવાય નમ:' મંત્રનો જાપ કરો. 
6. આ પૂજા સૂર્યોદય પહેલા થાય તો વધારે લાભ થાય છે.
 
આ ઉપરાંત પણ શનિદેવની કૃપા માટે તેમના મંદિરમાં દર શનિવારે સરસવના તેલથી દીવો પ્રગટાવી શકો છો. 
Keywords shani,dev,peepal,raw,milk,puja,

Post Comments