Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાગપાંચમ : ગોગા બાપજી નારાયણ : શ્રાવણપર્વ

- ગુજરાતના નાગ-સાપ પૂજાના તીર્થો વિશે જાણો....

- નાગ પાંચમના દિવસે ગુજરાતમાં આ પાંચ જગ્યાએ મેળા પણ ભરાય છે

અમદાવાદ, તા. 12 ઓગસ્ટ 2017, શનિવાર

આજે ભારતમાં અને ગુજરાતમાં ઘેર ઘેર નાગપાંચમ પર્વે, પોતાની ઘરની પૂર્વાભિમુખ દિવાલ પર નાગદેવતાની આકૃતિ, લાલ કંકુ વડે યા કાળા રંગની ચીતરવામાં આવે છે. પછી રૃની દિવેટનો હાર બનાવી તેને આ ચિતરેલી આકૃતિના બન્ને છેડે ચોંટાડવામાં આવે છે.

પછી કંકુ-ચોખાથી નાગદેવતાની પૂજા કરીને શ્રીફળ વધેરવામાં આવે છે અને આપણે સાથે પલાળેલી બાજરી તથા બાજરીના લોટની કુલેર બનાવી તેનું નૈવેદ્ય ધરાવે છે. નાગદેવતાની પૂજા ઘરની તમામ વ્યક્તિઓ કરે છે. મહારાષ્ટ્રમાં ચીકણી માટીને રૃના પોલ સાથે કેળવીને મોટી ફ્રેમવાળા નાગ બનાવી તેની પૂજા કરાય છે. ખેચરમાં ગરુડ, સરકલી જીવસૃષ્ટિમાં સાપ કે નાગને પૂજવાની ભારતીય પરંપરા છે.

લોકગીત છે કે
''નાગ-સાપને દેવગણી જે દેશે અનુપમ દીધું માન,
પ્રાણી પ્રેમ, અહિંસા, શાન્તિ અપનાવી એ દેશ મહાન.''

મહારાષ્ટ્રના બત્તીસ શિરાલે ગામમાં આજે જીવતા નાગનું સરઘસ કાઢવામાં આવે છે. સંતાનવાળી સ્ત્રી અને કુટુંબની વડિલ સ્ત્રી આજના દિવસે ટાઢું તથા કુલેર ખાઈને ભૂખી રહે છે. ગુજરાતમાં દરેક સંતાનવાળી સ્ત્રી નાગપૂજા અવશ્ય કરે છે.

બાળકો થાય અને જીવે, વાંઝિયા મહેણું ટળે, તથા કુટુંબના સહુ નાગ-સર્પ આદિ જીવજંતુના કરડવાથી મુક્ત રહે, દીર્ઘાયુષવાળા થાય તેવી ભાવનાથી આજે નાગપૂજા થાય છે. લોકો નાગને 'પિતૃ' માને છે, ઘરમાં સાપ રહે તો કરડે નહિં, 'પિતૃ નડે નહિ' તે માટે પણ સૌ નાગપાંચમ કરે છે.

નાગના સર્પના દંશથી મૃત્યુ પામનારનું શ્રાધ્ધ નાગપાંચમે થાય છે. આજના પર્વે નાગ-સાપના દર્શન શુભ પવિત્ર ગણાય છે તથા મદારીઓ સાપ લઈ સૌને દર્શન કરાવે છે. જગતમાં સર્વત્ર ખેતી કરતી  પ્રજા નાગપૂજા-સાપપૂજા કરે છે.

ગુજરાતમાં નાગ-સાપ પૂજાના તીર્થો
(૧) ગુજરાતમાં ચરમાલિયાનાગ (ચોકડી)
(૨) વાસુકિનાગ (થાન)
(૩) શેષનાગ (ઢીમા),
(૨) ગોગા બાપજી (દાહોદ),
(૩) ભૂજિયાનાગ (ભૂજ)
(૪) અર્બુદા નાગ (આબૂ)
(૫) નાગનાથ (જામનગર)
(૬) શેષનારાયણ (સોમનાથ).

ગુજરાતમાં નાગ પાંચમના મેળા
(૧) લખતર : સુરેન્દ્રનગર-ચરમાળિયા : નાગદેવતાનો મેળો
(૨) પાટણ-મહેસાણા-રવીન્દ્રા-હારિજ : ગોગા બાપજીનો મેળો
(૩) તાનસા-ઘોઘા-ભાવનગર-વડનગર-ખેરાલુ : નાગ બાપાનો મેળો
(૪) સણસેજ : પેટલાદ : આહપલનો મેળો.
(૫) નાગ-સાપની પૂજા આર્યોમાં, બ્રાહ્મણ, જૈન, બૌધ્ધ, વૈષ્ણવ સર્વ સંપ્રદાયમાં વ્યાપક હતી તેણે લોક ધર્મનું સ્વરૃપ ધારણ કર્યું હતું.

ગંગાસતી
શીલવન્ત સાધુને વારે વારે નમીએ પાનબાઈ,
જેના બદલે નહિં વરતમાન રે,
ચિત્તની વરતી જેની સદા રે'વે નિરમળીને
જેને મા'રાજ થયા મે'રબાન રે...
સંગત્યુ કરો તો તમે એવાની રે કરજો પાનબાઈ!
જેના વચનુંમાં વિશવાસ રે... (ભજન - અકાદમી)
- ધનરાજ પંડિત

Post Comments