Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો, કેમ આ ચિન્હોને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે

- વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે

અમદાવાદ, તા. 07 માર્ચ 2018, બુધવાર 
 
કેટલીક વસ્તુઓને વાસ્તુશાસ્ત્રમાં શુભ પ્રતીક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ શુભ વસ્તુઓમાં ઓમ, સ્વસ્તિક, મંગળ કળશ આવે છે, આ વસ્તુઓને ઘરમાં રાખવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. જાણો, કેવી રીતે પ્રત્યેક વાસ્તુ ચિન્હ ઘરમાં રાખવાથી લાભ થાય છે. તેનો શું લાભ છે તેમજ આ કેવી રીતે કામ કરે છે... 
 
ઓમ ચિન્હ : 
ઓમ ચિન્હને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓમ સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્માના પ્રતીક છે. ઓમનું ચિન્હ ઘરમાં રાખવાથી એક ખાસ પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે જે ઘરમાં રોગને ઉત્પન્ન કરતી ઉર્જાને નષ્ટ કરે છે. તેને તમે તમારી ગમતી જગ્યાએ મુકી શકો છો. 
 
સ્વસ્તિક ચિન્હ : 
સ્વાસ્તિક ચિન્હનો ઉપયોગ પ્રાચીનકાળથી થઇ રહ્યો છે. હિન્દૂ ધર્મ માટે સ્વસ્તિક ચિન્હ માનનીય પ્રતીક ચિન્હ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું ઘણું મહત્ત્વ છે. જો તમને લાગે છે કે તમે ધન સંબંધિત સમસ્યાથી પીડિત છો, ધન આવે છે પરંતુ પાણીની જેમ વહી જાય છે તો પોતાના ઘરમાં સ્વસ્તિક ચિન્હ ચોક્કસપણે લગાવો. આ ચિન્હને પોતાના ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુએ લગાવો. 
 
મંગળ કળશ : 
મંગળ કળશ પણ ભારતીય પરંપરાનું એક અનિવાર્ય અંગ છે, જેમાં શુભ પ્રતિકના માધ્યમથી સૌભાગ્યને આમંત્રિત કરવામાં આવે છે. આ માટીનું પાત્ર હોય છે, જેમાં શુદ્ધ જળ ભરેલું હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળ કળશને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

Post Comments