Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

9 નવેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 9 નવેમ્બર 2017, ગુરૃવાર
 
મેષ :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા ઘર, પરિવારના, સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-ઉચાટ-ઉદ્વેગ અનુભવો.
 
વૃષભ :
આક્ષેપ-અપયશ-વિવાદથી સંભાળવું. શનિની પનોતીની પ્રતિકૂળતાના કારણે નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી.
 
મિથુન :
કૌટુંબીક-પારિવારિક-સામાજીક કામમાં ચિંતા રહે. ખર્ચ થાય. આંખમાં, પગ, ઢીંચણમાં દર્દપીડાથી સંભાળવું પડે. સંતાનની ચિંતા રહે.
 
કર્ક :
વિચારોની એકાગ્રતા-શાંતિ-સ્થિરતા જળવાય નહીં. અન્યના કારણે આપને મુશ્કેલી અનુભવાય. રોજીંદા કામમાં વિલંબ થાય.
 
સિંહ :
સરકારી-ખાતાકીય-કાનૂની કામમાં, બેકાળજી રાખવી નહીં. સહકાર્યકર, ઉપરીવર્ગના કારણે નોકરી-ધંધાના કામમાં ચિંતા રહ્યા કરે.
 
કન્યા :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ-રાહત અનુભવતા જાવ. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સગા સંબંધી-મિત્રવર્ગથી સાનુકૂળતા રહે.
 
તુલા :
પિતૃપક્ષ-માતૃપક્ષની ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં, ચર્ચા વિચારણામાં, વ્યવહારિક, સામાજીક કામમાં સંભાળવું પડે.
 
વૃશ્ચિક :
યાત્રા પ્રવાસ-મુલાકાત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. ખર્ચ ખરીદી થાય. બેંકના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી.
 
ધન :
આરોગ્યની અસ્વસ્થતાના કારણે તમારા રોજીંદા કામમાં રૃકાવટ રહે. નાણાંકીય કામકાજમાં મુશ્કેલી પડે.
 
મકર :
જાહેર સંસ્થાકીય કામમાં, સાંસારિક જીવનમાં ચિંતા રહે. પેટ-કમર-મસ્તકમાં દર્દપીડાથી બેચેની અનુભવો.
 
કુંભ :
મોસાળપક્ષ-સાસરીપક્ષના કારણે, પુત્રપૌત્રાદિકના કારણે ચિંતા-બેચેની રહે. નોકરી-ધંધાનું કામ થાય પરંતુ આનંદ જણાય નહીં.
 
મીન : 
પુત્રપૌત્રાદિકના કારણે ચિંતા-ઉચાટ-મુશ્કેલી અનુભવો. આરોગ્ય અસ્વસ્થ રહે. છતાં કામ કરવું પડે. ઉત્સાહ બતાવવો પડે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
શારીરિક-માનસિક શ્રમ-થાક અનુભવો. હરોફરો, કામ કરો પરંતુ કામ કરવા ખાતર કરતા હોવ તેમ લાગ્યા કરે.
 
સગા-સબંધી-મિત્રવર્ગ
સગા-સબંધી-મિત્રવર્ગમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. સારા સંબંધોમાં મનદુઃખ થાય અને જેમની સાતે મનદુઃખ, ગેરસમજ થયેલી હોય તે દૂર થાય.
 
બી.પી.-ડાયાબિટીસ
છાતીમાં દર્દપીડા-બી.પી.-ડાયાબિટીસ કે અન્ય બિમારીની બેકાળજી રાખવી નહીં. દર્દપીડાની ઉપેક્ષા કરવી નહીં. વડીલવર્ગે દવા લેવામાં સંભાળવું. દવા લેવાની ભૂલથી કે બે વાર લઇ લેવાથી તકલીફ થાય.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં પ્રતિકૂળતા છતાં તમે તમારું કામ કરી શકો, આવક થાય. પરંતુ  વધારાનું કામ થઇ શકે નહીં.
 
પત્ની-સંતાન-પરિવાર
પત્ની-સંતાન-પરિવારની ચિંતા-મુશ્કેલી-વિચારોમાં અટવાયેલા રહો. પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળતા રહે.

Post Comments