Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 સપ્ટેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર

મેષ :
કૌટુંબિક-પારિવારીક કામમાં આપને દોડધામ-ખર્ચ અનુભવાય પરંતુ આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક થાય.

વૃષભ :
આપને માનસિક પરિતાપ રહે તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહો. જાહેર-સંસ્થાકીય કામમાં દોડધામ-શ્રમ જણાય.

મિથુન :
નોકરી-ધંધામાં આપની ગણત્રી-ધારણા કરતાં અવળું બનતા આપની બેચેની-વ્યગ્રતામાં વધારો થાય. ખર્ચ-ખરીદી જણાય.

કર્ક :
આપને હૃદય-મનમાં બેચેની-ઉચાટ જેવું રહ્યા કરે. તેમ છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહેવું પડે. સંતાનથી રાહત જણાય.

સિંહ :
આપની નોકરી-ધંધાની સાથે અન્ય કામ અંગે પણ દોડધામ જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા રહે.

કન્યા :
સંયુક્ત, ભાગીદારીવાળા ધંધામાં, ભાઈભાંડુ-ભાગીદારનો સાથ મેળવવામાં મુશ્કેલી જણાય. વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું.

તુલા :
નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી. કૌટુંબિક પ્રશ્ને આપની ચિંતા-દોડધામ-ખર્ચમાં વધારો થાય. બેચેની રહે.

વૃશ્ચિક :
આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કાર્ય કરવામાં સરળતા જણાય. દેશ-પરદેશના કામમાં પ્રગતિ-સાનુકૂળતા જણાય.

ધન :
કોર્ટ-કચેરીના કાર્યમાં સાનુકૂળતા જણાય. ખર્ચ થાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. જોકે આવક થાય.

મકર :
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-સૂઝ-બૂઝના આધારે કામનો ઉકેલ લાવી આગળ વધી શકો. પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે.

કુંભ :
નોકરી-ધંધાના કામમાં આપને રૃકાવટ-મુશ્કેલી જણાય. આપના ધાર્યા પ્રમાણેનું કામ ન થતાં આપને બેચેની-વ્યગ્રતા જણાય.

મીન :
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ-ઉત્સાહ જણાય. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

જન્મતારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ ગત વર્ષની સરખામણીએ સારૃં રહે તેમ છતાં વર્ષ મધ્યમ પસાર થાય.

નાણાંકીય :
નાણાંકીય રીતે વર્ષ મધ્યમ રહેશે. નાણાંકીય આયોજન સંભાળીને કરવું. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જેવું અનુભવાય. આવક થાય પરંતુ ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો.

નોકરી-ધંધો :
નોકરી-ધંધામાં ઉપરીવર્ગની તકલીફ રહે. વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે. બઢતી-બદલીના પ્રશ્નમાં ધાર્યા મુજબ કામ થાય નહીં. યશ-પદને હાનિ ના પહોંચે તેની તકેદારી રાખવી. અન્યના ભરોસે રહેવું નહીં.

સ્ત્રીવર્ગ :
સ્ત્રીવર્ગને વર્ષ દોડધામ-શ્રમનું રહે. વ્યવસાયિક જવાબદારી અને ઘર-પરિવારની જવાબદારીનું સમતોલન જાળવવા દોડધામ જણાય.

Post Comments