Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 13 માર્ચ 2018, મંગળવાર
 
મેષ : 
આજે પાપમોચીની એકાદશીએ નોકરી-ધંધાના કામમાં, બેંકના પોસ્ટના, એલ.આઈ.સી.ના કામમાં આપે સંભાળવું પડે. ચિંતા રહ્યા કરે.
 
વૃષભ : 
પાપમોચીની એકાદશીએ આજે ધર્મકાર્યથી હળવાશ-રાહત રહે. તે સિવાય નોકરી-ધંધાની કામગીરીમાં ચર્ચા વિચારણામાં સંભાળવું પડે.
 
મિથુન : 
આજે આકસ્મિક ચિંતા-ઉપાધિના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. શારિરીક-માનસિક-નાણાંકીય પ્રશ્ને ચિંતા-મુંઝવણ રહે.
 
કર્ક : 
પાપમોચીની એકાદશીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. પરંતુ પત્ની-પરિવાર-સાસરીપક્ષના પ્રશ્ને ચિંતા રહે. રાજકીય-સરકારી કામમાં તકલીફ પડે.
 
સિંહ : 
નોકરી-ધંધાના કામથી ખર્ચ થાય. કાનૂની કાર્યવાહીમાં, સરકારી-ખાતાકીય કામમાં દબાણ રહે. ચિંતામાં અટવાયેલા રહો.
 
કન્યા : 
પુત્ર પૌત્રાદિકના કામમાં-નિર્ણયમાં દ્વિધા રહે. શેરોના કામમાં, ધાતુના વેપારમાં, મકાન-જમીન-મીલ્કતના પ્રશ્નમાં ધ્યાન રાખવું પડે.
 
તુલા : 
નોકરી-ધંધાના કામ કરો પરંતુ અન્યના કારણે આપને શાંતિ જણાય નહી. સગા સંબંધી-મિત્રવર્ગના કારણે બેચેની અનુભવાય.
 
વૃશ્ચિક : 
રસ્તામાં આવતા-જતા, વાહન ચલાવતા એકાગ્રતા રાખવી. પાપમોચીની એકાદશી છે તેથી ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય.
 
ધન : 
કૌટુંબીક પ્રતિકૂળતા રહે. માનસિક તણાવ રહે. બેંકના કામમાં, નાણાંકીય જવાબદારીમાં હિસાબી કામમાં તકલીફ અનુભવો.
 
મકર : 
શરીર-મનની અસ્વસ્થતાના કારણે તમારા રોજીંદા કામમાં એકાગ્રતા જળવાય નહીં. મસ્તક-ગરદન-પેટ-કમરમાં પીડા રહે.
 
કુંભ : 
નુકસાન-વિવાદ થાય તેવો જોખમી નિર્ણય કે કામ કરવું નહીં. બેંકના કામમાં, હિસાબી કામમાં ધ્યાન રાખવું પડે.
 
મીન : 
આજે પાપમોચીની એકાદશીએ ધર્મકાર્યથી આનંદ રહે. તમારા નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા થતી જાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજની તારીખે શરૃ થતા આપના જન્મવર્ષના પ્રારંભમાં જન્મવર્ષનો પ્રથમ મહિનો નાણાંકીય આયોજનમાં, બેંકના કામમાં, કાનૂની કાર્યવાહીમાં તકલીફ-મુશ્કેલીનો રહે. કૌટુંબીક પ્રતિકૂળતા અનુભવાય. આંખમાં દર્દપીડાથી સંભાળવું પડે. નોકરી ધંધામાં વર્ષનો ઉત્તરાર્ધ રાહતવાળો રહે. ચિંતા-મુશ્કેલીમાં ઘટાડો થતો જાય.
 
આરોગ્ય
આ વર્ષમાં અવાર નવાર શારીરિક-માનસિક અસ્વસ્થતા, શ્રમ, થાક અનુભવાય. નકારાત્મક વિચારો, નિરાશા-હતાશા અનુભવો પરંતુ પત્ની-સંતાનના સહકારથી મુશ્કેલીમાં હૂંફ-રાહત મળી રહે.
 
નાણાંકીય આયોજન
વર્ષારંભથી નાણાંકીય આયોજન કરકસરનું સલામતીવાળું, બચતવાળુ રાખવું. નાણાંની લેવડદેવડમાં તેમજ નાણાંકીય જોખમો કરવામાં, લોન લેવામાં મુશ્કેલી પડે.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં વર્ષનો ઉત્તરાર્ધ રાહતવાળો રહે. વર્ષારંભે બંધન-વનવાસ અનુભવતા હોય તેમ લાગે.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના વિચારોમાં ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. પરીક્ષા સમયે આરોગ્ય સાચવવું પડે.

Post Comments