Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 સપ્ટેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 12 સપ્ટેમ્બર 2017, મંગળવાર

મેષ :
ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનથી સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

વૃષભ :
અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં, મહત્ત્વના નિર્ણય લેવામાં આપને સાનુકૂળતા જણાય. અન્યનો સાથ-સહકાર મળે.

મિથુન :
રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં રૃકાવટ-મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.

કર્ક :
આપને કાર્યસફળતા મળી રહે. પુત્ર પૌત્રાદિકના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો. પરંતુ ગુરુ ગ્રહની પ્રતિકૂળતાથી ચિંતા ઉચાટ રહ્યા કરે. આકસ્મિક લાભ ફાયદો જણાય.

સિંહ :
નોકરી-ધંધાના કામમાં આપને પ્રગતિ જણાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ધંધામાં આવક થાય.

કન્યા :
દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા જણાય. સહકાર્યકરવર્ગ નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. ધંધામાં આવક થાય.

તુલા :
બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. અન્ય કોઈના ભરોસે કામ કરવું નહીં.

વૃશ્ચિક :
ગુરુ ગ્રહની પ્રતિકૂળતાથી જાહેર-સંસ્થાકીય કામમાં, રાજકીય-સરકારી કામમાં આપે સાવધાની રાખવી. કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ના કરવી.

ધન :
આપને કામમાં દોડધામ-શ્રમ જણાય. હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારનો સામનો કરવો પડે. સાસરીપક્ષની ચિંતા અનુભવાય.

મકર :
દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી રાહત-શાંતિ અનુભવાય.

કુંભ :
આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને વ્યગ્રતા-બેચેની અનુભવાય. પરંતુ ગુરુ ગ્રહની સાનુકૂળતા શરૃ થવાથી આગામી સમય સફળતાનો રહે. મિત્રવર્ગની ચિંતા પરેશાની જણાય.

મીન :
દિવસ દરમ્યાન આપે ધીરજ અને શાંતિ રાખવી. યાત્રા પ્રવાસમાં-બહારનું ખાવા-પીવામાં સાવધાની રાખવી. આજથી આઠમા ગુરુ ગ્રહની પ્રતિકૂળતાથી આગામી સમય તકલીફનો રહે.

જન્મતારીખ વર્ષ સંકેત

ગત વર્ષની સરખામણીએ આપનું આ વર્ષ સારું રહે. તેમ છતાં આપના દોડધામમાં શ્રમમાં વધારો થાય.

નોકરી-ધંધો :
નોકરી-ધંધા માટે વર્ષ સાનુકૂળ રહેશે. જો કે આપની પ્રગતિની ઈર્ષા કરનાર હરીફવર્ગનો આપે સામનો કરવો પડે. તેના લીધે આપની દોડધામ-શ્રમમાં વધારો થશે. પરંતુ કાર્ય ઉકેલના લીધે રાહત પણ અનુભવશો. આનંદ પણ થશે.

કૌટુંબિક-પારિવારીક :
કૌટુંબિક-પારિવારીક રીતે વર્ષ સારું રહે. પરંતુ સાસરી પક્ષે મોસાળ પક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. ખર્ચ જણાય.

વિદ્યાર્થીબંધુ :
વિદ્યાર્થીવર્ગને વર્ષ ઠીક રહે. આપના ધાર્યા પ્રમાણે અભ્યાસ થઈ શકે નહીં તેથી વર્ષારંભથી જ આપે અભ્યાસનું આયોજન કરવું.

Post Comments