Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 12 માર્ચ 2018, સોમવાર 
 
મેષ : 
આજે સવારના ૯ ક. ૩૪. મિ.થી મૃત્યુયોગ શરૃ થાય છે તેથી નોકરી-ધંધાના કામમાં, હિસાબી કામમાં, સરકારી કામમાં જાગૃતિ રાખવી.
 
વૃષભ : 
સવારના ૯ ક. ૩૪. મિ.થી મૃત્યુયોગ શરૃ થાય છે તેથી આજે સાંજ સુધીનો સમય નોકરી-ધંધાના કામમાં ચિંતા-ઉચાટ- વિવાદ અશાંતિ રહે.
 
મિથુન : 
જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ કામકાજમાં મુશ્કેલી અનુભવો. ખાવાપીવામાં સંભાળવું. વાહન શાંતિથી-ધીમેથી ચલાવવું.
 
કર્ક : 
આજે સાંજના સમયે હળવાશ- રાહત અનુભવો. પરંતુ નોકરી-ધંધાના કામમાં દિવસ દરમ્યાન ચિંતા- ખર્ચ દોડધામ અનુભવાય.
 
સિંહ :
વાણીમાં મીઠાસ અને વ્યવહારની નમ્રતાના કારણે તમારી ચિંતા- મુશ્કેલી- મુંઝવણ ઓછી થાય. રૃકાવટને અંતે કામ ઉકેલાય.
 
કન્યા : 
આજનો દિવસ નોકરી-ધંધાના કામમાં, સગા સંબંધી- મિત્રવર્ગ- પરિવારના કામમાં ચિંતા- બેચેનીવાળો રહે પરંતુ સાંજ પછી હળવાશ રહે.
 
તુલા : 
નોકરી-ધંધાના કામમાં ચિંતા-દોડધામ છતાં કામનો ઉકેલ લાવવામાં અન્યના સહકારથી, સાનુકુળ પ્રતિભાવથી રાહત રહે.
 
વૃશ્ચિક :
નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. બપોર પછી અગત્યના કામ અંગેની ચર્ચા વિચારણા થાય, કોઇને મળવાનું થાય.
 
ધન : 
શારિરીક- માનસિક સ્થિરતાં જાળવીને નોકરી-ધંધાનું તેમજ અન્ય કામકાજ ઉતાવળ- ઉશ્કેરાટ ગુસ્સો કર્યા વગર ઉકેલવું પડે.
 
મકર : 
આજે સવારના ૯ ક. ૩૪ મિ. થી મૃત્યુયોગ શરૃ થાય છે તેથી નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા- જાગૃતિ સાવધાની રાખવી પડે.
 
કુંભ : 
શેરોના કામમાં, ધાતુના કાગળના વેપાર ધંધામાં, બેંકના હિસાબી કામમાં આજે ધ્યાન રાખવું પડે. હરિફ વર્ગથી ચિંતા રહ્યા કરે.
 
મીન : 
ભાગીદારીવાળા ધંધામાં, સંતાનના વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્ન કે નોકરી-ધંધાના પ્રશ્નમાં હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ચિંતા રહ્યા કરે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતા જન્મ વર્ષમાં આપે વર્ષારંભથી તન- મન- ધનથી - વાહનથી મુશ્કેલી અનુભવવી પડે. જીદ- મુમત- અહમના કારણે નોકરી-ધંધામાં મુશ્કેલી- પીછેહઠ અનુભવાય.
 
પુત્ર-પૌત્રાદિકના કામ થાય
પુત્ર-પૌત્રાદિકના કામની પ્રગતિ-સફળતાથી આપને આનંદ રહે. સંતાનના વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્ન, નોકરી-ધંધાનો પ્રશ્ન ઉકેલાય.
 
સાંસારિક જીવન
સાંસારિક જીવનમાં આરોહ-અવરોહ રહે. અવિવાહિતને વિવાહ, લગ્ન થાય પરંતુ મતભેદ, વિવાદ- અસંતોષ તેમજ સંયુક્ત પરિવારની કામગીરી-જવાબદારીમાં અસ્વસ્થતા અનુભવવી પડે.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં સલામતી- સાવધાની- જાગૃતિ આ વર્ષમાં જરૃરી રહેશે. સામાન્ય ભૂલ તમારી આવક, યશ- પ્રતિષ્ઠાને માટે હાનિકારક બની રહે. વિવાદથી દૂર રહેવું.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી જ અભ્યાસમાં એકાગ્રતા રાખવી નિયમીત અભ્યાસ કરવો જરૃરી રહેશે.

Post Comments