Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર
 
મેષ : 
આજે રાત્રે કુંભ સંક્રાંતિનો પ્રારંભ થાય છે. સૂર્ય પૂજા- મંત્ર જાપ કરવો. નોકરી-ધંધાના કામમાં, અન્ય કામમાં ચિંતા-ઉચાટ રહ્યા કરે.
 
વૃષભ : 
રસ્તામાં આવતા-જતા વાહન ચલાવતા વાતચીત કરવામાં જાગૃતિ- સાવધાની - એકાગ્રતા રાખવી. નોકરી-ધંધાના કામની, સ્ટાફની ચિંતા રહે.
 
મિથુન : 
મકર સંક્રાંતિની સમાપ્તિનો આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. તન મન- ધનથી- વાહનથી સંભાળવું. નોકરી-ધંધામાં મુશ્કેલી અનુભવાય.
 
કર્ક : 
આજે રાત્રે સૂર્યનારાયણ કુંભ રાશિમાં પરિભ્રમણ શરૃ કરતા આગામી ત્રીસ દિવસ આધિ-વ્યાધિ- ઉપાધિના રહે. સૂર્યજાપ- મંત્રજાપ કરવો.
 
સિંહ : 
મકર સંક્રાંતિની સમાપ્તિ અને કુંભ સંક્રાંતિના પ્રારંભે આજે આપે આપના તેમજ અન્યના કામમાં માનસિક વ્યગ્રતા અનુભવવી પડે.
 
કન્યા : 
ઉતાવળ- ઉશ્કેરાટ- ગુસ્સો કર્યા વગર આજે આપે આપના તેમજ પુત્ર પૌત્રાદિકના કામ કરવા. શેરોના - બેંકના કામમાં સંભાળવું.
 
તુલા : 
મકર સંક્રાંતિની સમાપ્તિએ આજે સૂર્ય પૂજા- મંત્રજાપ કરવો. અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. નોકરી-ધંધાના કામમાં સગા સંબંધી-મિત્રની ચિંતા રહે.
 
વૃશ્ચિક : 
આજે રાત્રે કુંભ સંક્રાંતિનો પ્રારંભ થતા આગામી ત્રીસ દિવસ અશાંતિ- ચિંતા- ઉચાટ ઉદ્વેગમાં પસાર થાય. વિવાદ- મનદુઃખ થાય. આરોગ્ય સાચવવું પડે.
 
ધન :
મકર સંક્રાંતિની સમાપ્તિ અને કુંભ સંક્રાંતિના પ્રારંભે આજનો દિવસ કૌટુંબીક પ્રશ્નમાં, સંયુક્ત ધંધાના- મીલ્કત- જગ્યાના પ્રશ્નમાં ચિંતા- મુશ્કેલી અનુભવાય.
 
મકર : 
આજે રાત્રે સૂર્ય આપની રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે તેથી આગામી સમય કામકાજની વ્યસ્તતાનો રહે. આજે સૂર્યપૂજા- મંત્રજાપ કરવો.
 
કુંભ : 
આજે મકર સંક્રાંતિની સમાપ્તિ થાય છે. રાત્રે સૂર્ય આપની રાશિમાં પરિભ્રમણ શરૃ કરે છે તેથી શાંતિ- સ્વસ્થતા રાખીને દિવસ પસાર કરવો.
 
મીન : 
આજ રાત્રીથી કુંભ સંક્રાંતિનો પ્રારંભ થતા આગામી ત્રીસ દિવસ સૂર્યપૂજા- મંત્રજાપ કરવો. આરોગ્યની કાળજી રાખવી. નોકરી-ધંધામાં સંભાળવું.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતા જન્મ વર્ષના પ્રારંભના ત્રીસ દિવસ કૌટુંબિક પ્રશ્નોમાં ચિંતાના રહે, આરોગ્ય સાચવવું પડે. માનસિક પરિતાપ અનુભવાય. ત્યાર બાદ થોડી રાહત અનુભવાય. વર્ષના મધ્ય ભાગ સુધી સાનુકુળતા જણાય. વર્ષના અંત ભાગમાં મુશ્કેલી વધે.
 
નોકરી-ધંધો : 
નોકરી-ધંધા માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષના મધ્યભાગ સુધી હજુ પણ થોડી કાર્ય સફળતા- લાભ જણાય પરંતુ વર્ષનો અંત નજીક આવતો જાય તેમ તેમ રુકાવટ-મુશ્કેલી વધે. ગણત્રી-ધારણાઓ અવળી પડે. કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં.
 
નાણાંકીય આયોજન : 
વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું. ખોટા ખર્ચ પર કાપ મુકવો. આંધળા સાહસ કરવા નહીં. વર્ષારંભે નુકસાનીથી સંભાળવું પડે. પાકીટ કે પૈસા પડે કે ખોવાઇ ન જાય તેની તકેદારી રાખવી.
 
આરોગ્ય સુખાકારી : 
આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ નબળું છે. વર્ષ દરમ્યાન નાની -મોટી કોઇ ને કોઇ તકલીફ રહ્યા કરે. આપની બેદરકારી - આળસના લીધે આપનું સ્વાસ્થ્ય ન જોખમાય તેની તકેદારી રાખવી.વાહન ધીરે ચલાવવું, શસ્ત્રક્રિયાથી સંભાળવું પડે.

Post Comments