Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 નવેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 11 નવેમ્બર 2017, શનિવાર
 
મેષ :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારું કામ સાનુકૂળ થતું જાય. પુત્રપૌત્રાદિકના કામમાં ખર્ચ થાય.
 
વૃષભ :
ચિંતા-વ્યથા હળવી થાય. મકાન-ઘર-પરિવાર તેમજ વાહન માટે ખર્ચ ખરીદી થાય. આકસ્મિક કોઇને મળવાનું થાય.
 
મિથુન :
યાત્રા પ્રવાસના કમમાં, પરદેશના કામમાં સાનુકૂળતા રહે. નિકટના સ્વજન-સ્નેહીને મળવાનું થાય, આનંદ રહે.
 
કર્ક :
આપના રોજીંદા કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાનું કામ થાય. પુત્રપૌત્રાદિક માટે ખરીદી થાય, ખર્ચ થાય.
 
સિંહ :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.
 
કન્યા :
ચિંતા-ખર્ચ રહ્યા કરે. ધંધો-આવક થાય પરંતુ કંઇ ગમે નહીં. પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. બહાર જવાનું થાય.
 
તુલા :
પુત્રપૌત્રાદિકના કામમાં બપોર પછી આપને રાહત રહે. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વધારાનું કામ થાય.
 
વૃશ્ચિક :
સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. સીઝનલ ધંધો આવક થાય. બપોર સુધી કમમાં રૃકાવટ પછી સાનુકૂળતા રહે.
 
ધન :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ શારીરિક-માનસિક સ્વસ્થતા જણાય. બહારનું કે બહારગામનું કામ ઉકેલાતું જાય.
 
મકર :
હરોફરો, કામજા કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું.
 
કુંભ :
વ્યતા-પીડા-મુંઝવણ ઓછી થાય. પોતાના અંગત કામમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો થાય.
 
મીન :
પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા રહે. સીઝનલ બિમારી- ચિંતા-મતભેદ-વિવાદના કારણે હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આરોહ-અવરોહનું વર્ષ
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહેશે. પત્ની-સંતાનથી સાનુકૂળતા રહે. પત્ની-સંતાનના ગ્રહયોગની પ્રબળતાતી તમને આ વર્ષમાં ફાયદો-લાભ થાય. સારા કામમાં ખર્ચ ખરીદી થાય.
 
ભાઇભાંડુ
ભાઇભાંડુ આ વર્ષ ચિંતા-પ્રતિકૂળતાનું રહે. વર્ષારંભે શાંતિ-રાહત જણાય નહીં. કૌટુંબીક-પારિવારિક પ્રસંગમાં-વ્યવહાર-સંબંધોમાં તકલીફ રહે.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં ફેરફારીથી - સ્થળાંતરથી તો તેમજ તમારા પરિવારની અવારનવાર તકલીફ પડે. આવક મેળવવા  વધુ મહેનત કરવી પડે. દૂર જવું પડે.
 
સ્ત્રીવર્ગ
પતિ-સંતાનથી સાનુકૂળતા રહે. તેમની પ્રગતિ થાય પરંતુ પિયર પક્ષે ચિંતા રહે. મનદુઃખ થાય, બિમારી-ચિંતા જણાય.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સંઘર્ષ રહે. ખર્ચ વધારે થાય. ઘર-પરિવારથી દૂર રહેવાનું થાય.

Post Comments