Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 11 માર્ચ 2018, રવિવાર
 
મેષ : 
આજે સાંજના ૭ ક. ૪૧ મિ. સુધી વ્યતિપાત યોગ છે તેથી રોજીંદા કામમાં પુત્ર- પૌત્રાદિકના વિદ્યાભ્યાસના પ્રશ્નમાં ચિંતા રહે.
 
વૃષભ : 
આજનો રવિવાર શારીરિક- માનસિક અસ્વસ્થતાવાળો રહે. વિવાદ- ઉદ્વેગ- અશાંતિમાં કામ થાય નહિ. વાહન ધીમે ચલાવવું.
 
મિથુન : 
સગા- સંબંધી મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા રહે. આકસ્મિક કોઈનું આગમન થાય પરિવારનું સંતાનનું કામ થઈ શકે ખર્ચ થાય.
 
કર્ક : 
આજે સાંજના ૭ ક. ૪૧ મિ. સુધી વ્યતિપાત યોગના કારણે આપને બેચેની- અસ્વસ્થતા ઉત્પાત રહે. કામ કરવામાં એકાગ્રતા જળવાય નહીં.
 
સિંહ : 
પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે, સંતાન સાથે ગુસ્સો કર્યા વગર શાંતિથી ચર્ચા વિચારણા કરવી. જૂના- નવા સંબંધો સાચવવા પડે.
 
કન્યા : 
આજે અન્યના કારણે અસ્વસ્થતા મુશ્કેલી અનુભવો, આરામ મળે નહિ, કામ થાય નહીં સગા- સંબંધી મિત્રવર્ગના કામમાં જાગૃતિ રાખવી પડે.
 
તુલા : 
કામકાજના ઉકેલમાં સાનુકૂળતા રહે. બહાર જવાનું થાય, ખર્ચ- ખરીદી થાય નોકરી- ધંધામાં, વડીલ વર્ગના કામમાં ધ્યાન આપી શકો.
 
વૃશ્ચિક : 
યાત્રા- પ્રવાસ, મીલન- મુલાકાતનું આયોજન ગોઠવાય. સંતાનના કામમાં, કુટુંબ- પરિવારના કામમાં સાનુકૂળતા રહે, ચર્ચા- વિચારણા થાય.
 
ધન : 
વિચારોની - કામની એકાગ્રતા જળવાય નહિ. મસ્તકમાં દર્દ-પીડા, ચક્કર, કમરમા- પડખામાં થાપામાં દર્દપીડાથી બેચેની અનુભવાય.
 
મકર : 
આજે સાંજના ૭ ક. ૪૧ મિ. સુધી વ્યતિપાત યોગના કારણે આપને શાંતિ- રાહત જણાય નહીં. વાતવાતમાં ઉશ્કેરાટ થઈ જતા કામમાં ભૂલ થઈ જાય.
 
કુંભ : 
સાસરી પક્ષ- મોસાળ પક્ષની ચિંતા રહે, વ્યવહાર સંબંધમાં સંભાળવું, પુત્ર- પૌત્રાદિકના નોકરી- ધંધાના પ્રશ્ને ચિંતા- મુંઝવણ અનુભવ્યા કરો.
 
મીન : 
અગત્યના કામમાં- નિર્ણયમાં વિચારોની દ્વિધા રહે, વડીલ વર્ગ, પુત્ર- પૌત્રાદિક- પરિવારના વિચાર- નિર્ણયમાં વિદ્યાભ્યાસ જણાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત....
 
આજથી શરુ થતું આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ નાની- મોટી ચિંતા- મુશ્કેલીના કારણે આપને શાંતિ- રાહત જણાય નહીં આ વર્ષમાં આપે આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું પડે.
 
શારીરિક- માનસિક અસ્વસ્થતા :
આ વર્ષમાં અવારનવાર શારીરિક- માનસિક અસ્વસ્થતાના કારણે આપને આપના રોજીંદા કામમાં રૃકાવટ મુશ્કેલી અનુભવાય.
 
આકસ્મિક લાભ :
વર્ષના મધ્ય ભાગમાં આકસ્મિક લાભ થાય યશ- સફળતા મળે, પત્ની- સંતાનના નસીબ- ભાગ્યથી ચિંતા- મુશ્કેલીમાં પણ તમે સફળતા પ્રાપ્ત કરી શકો.
 
કૌટુંબિક પ્રતિકૂળતા :
આ વર્ષમાં ભાઈ- ભાંડુથી ચિંતા મુશ્કેલી રહે. બીમારી- વિવાદથી છૂટા પડવું પડે. કૌટુંબિક મુશ્કેલી જણાય, સંબંધ- વ્યવહારમાં પ્રસંગમાં કોઈ તકલીફ અનુભવાય.
 
વિદ્યાર્થી વર્ગ :
વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં છેલ્લી ઘડીની મહેનતથી પરિણામ નિરાશાજનક સ્વીકારવું પડે પરંતુ વર્ષારંભથી નિયમિત અભ્યાસ સફળતામાં પરિણમે.

Post Comments