Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

10 નવેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 10 નવેમ્બર 2017, શુક્રવાર
 
મેષ :
આજે કાળભૈરવ જયંતિએ ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો તેમજ શાંતિથી દિવસ પસાર કરી લેવો. શાંતિ-સ્વસ્થતા જાળવવી.
 
વૃષભ :
આજે કાળ ભૈરવ જયંતીએ આવેશ-ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ભગવાનની ભક્તિ-પૂજા કરવી.
 
મિથુન :
નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. ભાઈભાંડુના પ્રશ્નમાં ચિંતા રહે.
 
કર્ક :
આજે કાળ ભૈરવ જયંતિએ હૃદય-મનને શાંતિ જણાય નહીં. મકાન-વાહન-મીલ્કતના પ્રશ્નમાં, નોકરી-ધંધામાં સાવધાની, જાગૃતિ રાખવી.
 
સિંહ :
બેંકના કામમાં, નાણાંની લેવડદેવડમાં, જામીનગીરીમાં સંભાળવું. શેહ-શરમમાં, વિશ્વાસમાં તકલીફ થાય. કાળ ભૈરવ જયંતી છે. ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો.
 
કન્યા :
ઈર્ષા અદેખાઈ કરનાર, ખટપટ કરનાર, હરિફવર્ગ તેમજ સગા સંબંધી વર્ગથી પરેશાની-અસ્વસ્થતા અનુભવાય. સ્વસ્થતા-જાગૃતિ રાખવી.
 
તુલા :
આજે કાળભૈરવ જયંતીએ ખર્ચ થાય, વધારાના કામની ચિંતા-વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં ધીરજ-શાંતિ રાખવી.
 
વૃશ્ચિક :
આજે કાળ ભૈરવ જયંતીએ ભક્તિ-પૂજા-મંત્રજાપ થાય. પરંતુ બારમા ગુરૃ ગ્રહના કારણે આરોગ્યની કાળજી રાખવી.
 
ધન :
આજે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. સામાન્ય ભૂલ મોટી આપત્તિ-મુશ્કેલીમાં તમારી ચિંતામાં વધારો કરાવે.
 
મકર :
આજે કાળ ભૈરવ જયંતીએ ભક્તિ-પૂજા-મંત્રજાપથી શારીરિક-માનસિક સ્વસ્થતા-રાહત રહે. ચિંતા હળવી થાય.
 
કુંભ :
હરિફવર્ગ-ખટપટના કારણે નોકરી-ધંધામાં ચિંતા-મુશ્કેલી અનુભવો. ભાગીદારીવાળા ધંધામાં તકલીફ પડે.
 
મીન :
આજે કાળ ભૈરવ જયંતીએ પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા-વ્યગ્રતા રહે. નોકરી-ધંધામાં મુશ્કેલી આવી જાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
પ્રતિકૂળથા-સંઘર્ષ
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ પ્રતિકૂળતા-સંઘર્ષનું રહે. જે કામ સરળ હોય તે ઉકેલવામાં મુશ્કેલી અનુભવો. સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય.
 
મીલ્કતનો પ્રશ્ન
સ્વતંત્ર મીલ્કત હોય કે સંયુક્ત મીલ્કત હોય તેમાં આ વર્ષ ચિંતા-ખર્ચનું રહે. સંયુક્ત પરિવારમાં મતભેદ-વિવાદના કારણે શાંતિ જણાય નહીં.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં વર્ષારંભથી જ જાગૃતિ-સાવધાની પોતાની કામગીરીમાં - જવાબદારીમાં રાખવી. અન્યની દેખાદેખીમાં કે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
 
મસ્તક-ગરદન-કમરમાં દર્દપીડા
આ વર્ષમાં તમારા રોજીંદા કામ કરો પરંતુ મસ્તકમાં દર્દપીડા-ચક્કર-વર્ટીંગો-ગરદન-કમરમાં દર્દપીડાથી સંભાળવું.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. તેમજ આરોગ્ય સાચવવું પડે.

Post Comments