Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

8 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 08 માર્ચ 2018, ગુરૃવાર
 
મેષ : 
મારવાડી સાતમે આજે સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં, વ્યવહારિક-સામાજીક સબંધ-વ્યવહારમાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે.
 
વૃષભ : 
આજે મારવાડી સાતમે નોકરી-ધંધાનું પત્ની-સંતાનનું કામ કરી શકો પરંતુ ખાવા પીવામાં તેમજ પગ-કમરની તકલીફમાં સંભાળવું.
 
મિથુન : 
આજે મારવાડી સાતમે નોકરી-ધંધાના કામમાં, સંતાનના કામમાં સાનુકૂળતા-આનંદ-ઉલ્લાસ રહે. સાસરીપક્ષ-વેવાઈ પક્ષથી ખર્ચ થાય.
 
કર્ક : 
મારવાડી સાતમે આજે વાણીમાં મીઠાશ-વ્યવહારમાં નમ્રતા રાખવી. નોકરી-ધંધાનું, પુત્ર પૌત્રાદિકનું કામ કરવું પડે.
 
સિંહ : 
આજે મારવાડી સાતમે સગા-સંબંધી-મિત્રવર્ગના તેમજ કુટુંબ-પરિવારના કામમાં, નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે.
 
કન્યા : 
ભાઈભાંડુ-નોકર ચાકર-કારીગરવર્ગના કારણે, ઉપરીવર્ગના કારણે આપને ચિંતા રહે. વ્યવહારિક-સામાજીક-કૌટુંબિક મુશ્કેલી અનુભવો.
 
તુલા : 
યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય.
 
વૃશ્ચિક : 
નોકરી-ધંધાના સબંધ-વ્યવહાર સાચવવામાં માનસિક પરિતાપ રહે. પરંતુ કામ થાય. ધંધો આવક થાય. સબંધ તાજા થાય.
 
ધન : 
આક્ષેપ-અપયશ-વિવાદ-અપમાનથી સંભાળવું પડે. આંખમાં-મસ્તક-ગળામાં દર્દપીડાના કારણે વિચારોની એકાગ્રતા જળવાય નહીં.
 
મકર : 
આજે મારવાડી સાતમે વધારાના કામની વ્યસ્તતા રહે. પુત્ર પૌત્રાદિકનું કામ કરવું પડે. પિતૃપક્ષના કામમાં ધ્યાન આપવું પડે.
 
કુંભ : 
નોકરી-ધંધાના કામમાં ઉશ્કેરાટ-ગુસ્સો કર્યા વગર કામનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરવા. પત્નીની ચિંતા રહ્યા કરે.
 
મીન : 
ધર્મકાર્ય થાય. મીલન-મુલાકાત-ચર્ચા-વિચારણાનું આયોજન થાય. નોકરી-ધંધાનું, પિતૃપક્ષનું, સાસરીપક્ષનું કામ થાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજની તારીખે શરૃ થતા જન્મવર્ષમાં પત્ની, સંતાન, પરિવારના કામમાં સાનુકૂળતા-આનંદ-ઉત્સાહ રહે. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્ન માટે, પરદેશ, પ્રવાસ માટેનો ખર્ચ થાય પરંતુ તકલીફ પડે નહીં.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં આ વર્ષ લાભદાયી રહે. યશ-સફળતા-માન-સન્માન મેળવી શકો. આવકમાં વધારો થાય. ફસાયેલા નાણાં છુટા થાય.
 
કૌટુંબીક પ્રશ્નો ઉકેલાય
કૌટુંબીક-પારિવારિક પ્રશ્નો ઉકેલાય. મતભેદ-ગેરસમજ-મનદુઃખ દૂર થાય. વ્યવહારિક-સામાજીક પ્રસંગના વ્યવહાર શરૃ થાય. મીલ્કતના-વહેંચણીના વેચાણના પ્રશ્ન ઉકેલાય. પરસ્પર સહકાર શરૃ થાય.
 
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારી સારી રહેવાથી, મનની સ્વસ્થતા-એકાગ્રતા રાખીને તમારું અંગત કામ તેમજ નોકરી-ધંધાનું કામ સારી રીતે કરી શકો.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં આત્મવિશ્વાસ વધતો જાય, એકાગ્રતા આવતી જવાથી સારી સફળતા મળે.

Post Comments