Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

7 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 7 ફેબ્રુઆરી 2018, બુધવાર

મેષ :
શ્રીનાથજી પાટોત્સવે ધર્મકાર્ય થાય. આનંદ-ઉત્સાહ રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકુળ પ્રગતિ રહે. ધંધો-આવક થાય.

વૃષભ :
નોકરી-ધંધાના કામમાં અન્યના સહકારથી કામ ઉકેલાય. આવક થાય. કમિશન- દલાલી- એજન્સીના કામમાં સાનુકુળતા રહે.

મિથુન :
નોકરી-ધંધાનું કામ, પુત્ર પૌત્રાદિકનું કામ થાય. પરંતુ દાંત- દાઢ, કાનમાં, ગુદામાં, પેશાબમાં દર્દપીડાથી સંભાળવું પડે.

કર્ક :
શ્રીનાથજી પાટોત્સવે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના, કુટુંબ પરિવારના કામમાં ધ્યાન આપી શકો.

સિંહ :
શ્રીનાથજી પાટોત્સવે ધર્મકાર્ય- યાત્રા-પ્રવાસ થાય. નોકરી-ધંધામાં યશ સફળતા, માન સન્માન મેળવી શકો. આવક થાય.

કન્યા :
નોકરી-ધંધાના પુત્ર- પૌત્રાદિકના કામ થઇ શકે. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. આનંદ રહે.

તુલા :
આનંદથી કામકાજ કરી શકો. અન્યને મદદરૃપ થઈ શકો. પરંતુ છાતીમાં દર્દપીડાથી યાત્રા-પ્રવાસ તકલીફ પડે.

વૃશ્ચિક :
શ્રીનાથજી પાટોત્સવે ધર્મકાર્યથી આનંદ રહે. ખર્ચ થાય. નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ધંધો-આવક થાય.

ધન :
શ્રીનાથજી પાટોત્સવે નોકરી-ધંધાના તેમજ પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધો-આવક થાય. મુલાકાત થાય.

મકર :
શ્રીનાથજી પાટોત્સવે નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં આનંદ-ઉત્સાહ રહે. જુના નવા સંબંધો- સંસ્મરણો તાજા થાય.

કુંભ :
ધર્મકાર્યથી, નોકરી-ધંધાના કામથી મીલન- મુલાકાત યાત્રા-પ્રવાસ થાય. ખર્ચ થાય પરંતુ આનંદ રહે. વાહન ચલાવતા આંખમાં સંભાળવું પડે.

મીન :
શ્રીનાથજી પાટોત્સવે ધર્મકાર્ય થાય પરંતુ શારિરીક માનસિક શ્રમ થાક અસ્વસ્થતાના કારણે અન્ય કામમાં કંટાળો આવે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલું જન્મ વર્ષ સાનુકુળ રહે. નોકરી-ધંધામાં આપના કામ થાય. ધાર્યા પ્રમાણે કાર્ય કરી શકો. એકંદરે વર્ષ સારું રહે.

નોકરી-ધંધો:
વર્ષ દરમ્યાન નવી કોઈ કામગીરી થઈ શકે. વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવી શકો. ક્યારેક થોડીક ચિંતા-ઉચાટ, રુકાવટ જેવું જણાય પરંતુ તે ક્ષણિક જ હોય ત્યારબાદ તેમાં પ્રગતિ જણાય. આપની ગણત્રી પ્રમાણેનું કાર્ય થઇ શકે.

દેશ-પરદેશ:
દેશ-પરદેશના કામમાં સાનુકુળતા, પ્રગતિ જણાય. પરદેશ જવાની કાર્યવાહી આગળ વધતા આનંદ થાય. ધંધામાં પરદેશથી કે પરદેશની કંપનીની શાખામાંથી ઓર્ડર આવે કે પૂછપરછ થાય.

કૌટુંબિક- પારિવારિક:
કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપની ચિંતા- પરેશાની- ઓછી દૂર થતી જાય. ભાઈભાંડુના સાથ- સહકારથી કામ સરળ થઈ પડે. સંયુક્ત ધંધામાં પણ ભાઇભાંડુનો સાથ-સહકાર મળતો જણાય. પત્ની- સંતાનનો સાથ સહકાર પણ મળી રહે.

Post Comments