Breaking News
મોદીએ કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે મુલાકાત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો * * * કેજરીવાલને વારાણસીના મંદિરમાંથી ઉચાળા ભરવા પડ્યા * * * મોદી ગુજરાતનો મામલો ર૩મીએ હાથ પર લેશેઃ સભાઓ યોજશે * * * નરેન્દ્ર મોદીનો પ્રચાર કરતી ગુજરાતી ફિલ્મનું પ્રસારણ અટકાવવા માગણી * * * મહેશ ભટ્ટ, શબાના આઝમી, જાવેદ અખ્તરની મોદીને મત ન આપવાની અપીલ

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાલાસિનોરમાં ભાદરવાના તાપમાં પીવાના પાણીની ગંભીર અછત

એક અઠવાડિયાથી પાણી મળતું નથી

કેટલાંક સ્થળે દૂષિત પાણીથી બીમારીનો વાવર

નડિયાદ, તા. ૧૩
બાલાસિનોરમાં ઉલ્ટી ગંગા વહેવા જેવા ઘાટ સર્જાવાના એક કિસ્સામાં ભાદરવા મહિનામાં જાણે ઉનાળો હોય એ રીતે નગરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી પાલિકાનું પાણી મળતું નથી. આટલું ઓછું હોય એમ ગટરો ઉભરાતા મરછરોનો ઉપદ્રવ વધ્યો છે. એક તરફ આ સ્થિતિ છે તો બીજી બાજુ કયાંક દૂષિત પાણી મળતું હોવાથી કમળો, ટાઈફોડ અને તાવના કેસ વધ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જાગૃત નગરજનો દ્રારા પાલિકાના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા છતાં તેઓ કુંભકર્ણની નિંદ્રામાં છે.
બાલાસિનોરમાં આવેલા પાંચ હાટડી, રામજી મંદિર અને જૈન દેરાસર વગેરે જેવા કેટલાક વિસ્તારોમાં હાલના ભાદરવાની ચોમાસાની સીઝનમાં પાણીનો કકળાટ સર્જાયો છે. આ સમસ્યા સર્જાવા પાછળ પાલિકા તરફથી ઉપરોકત વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી છોડવામાં આવતું ન હોવાનું નગરજનો જણાવી રહ્યા છે. જયારે અમુક વિસ્તારોમાં નળ કનેકશન મારફતે  પાણીનો સપ્લાય ચાલુ  છે. પાલિકાના આવા વિચિત્ર વહીવટથી નગરજનોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે. છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીનો કકળાટ સર્જાતા નગરજનોને ચોમાસામાં પણ પાણી માટે વલખાં મારવા પડે છે.
આ ઉપરાંત નગરમાં ગટરો ઉભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. ગટરોના સફાઈ કામમાં ભારે બેદરકારી રાખવાથી ચોક અપ થઈ જવાથી આવી સ્થિતિ સર્જાઈ હોવાનું નગરજનો જણાવી રહ્યા છે. ગટરના ગંદા પાણી માર્ગો પર અને રહેઠાણ વિસ્તારોમાં રેલાતા મરછરોનો ઉપદ્રવ વધવાની સાથે દુર્ગંધ ફેેલાય  છે. પરિણામે અનેક લોકો બીમારીનો શિકાર બન્યા છે. નગરમાં કમળો, ટાઈફોડ, વાયરલ અને તાવના દર્દીઓ વધતા તેઓ  સ્થાનિક જનરલ હોસ્પિટલ અને બીજા દવાખાનાઓમાં સારવાર લઈ રહ્યા છે. વળી, નગરના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ હોવાથી અંધારપટનો સામનો કરવો પડે છે.
ચીફ ઓફિસરનો ગોળગોળ જવાબ
નડિયાદ, તા. ૧૩
આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે પાણી ઓછું આવે છે. વળી ગટરો સાફ કરવા માટે કોન્ટ્રાકટર આવે છે. તેથી પાણી આપી શકાતું નથી.

Post Comments