Breaking News
વડોદરામાં મકાન ધરાશયી,પતિ-પત્ની અને પુત્રનુ મોત થતા હાહાકાર, કાટમાળ હેઠળ દબાયેલી વૃધ્ધાનો આબાદ બચાવ * * * વડોદરામાં એક રાતમાં 9 ઈંચ વરસાદ, વિશ્વામીત્રી ગાંડીતૂર, સપાટી 24 ફૂટે * * * * માઇક્રોસોફ્ટની લાખોની કિંમતની પ્રોડક્ટ કીઝ ચોરનારો હૅકર ઝડપાયો * * * * ભારતીય એરફોર્સનું ધુ્રવ હેલિકોપ્ટર તૂટી પડતાં ૭નાં મૃત્યુ

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PCR વાનમાં રાત્રે સૂઇ જતા પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ ઃ ૬ને દંડ

ખોટું લોકેશન બતાવી અધિકારીને ગેરમાર્ગે દોર્યા

SG હાઇવેની હોટલના કંપાઉન્ડમાં બે સૂતા ઝડપાયા ત્રણ પોલીસવાળાએ ચાંદલોડિયાનું ખોટું

અમદાવાદ, શનિવાર
સોલા પોલીસ સ્ટેશનમા બે પી.સી.આર વાનમાં રાત્રે નોકરી કરતા છ પોલીસવાળા ફરજમાં બેદકારી દાખવતાં ઝડપાયા હતા. પીઆઇએ તેઓનું લોકેશન ચેક કરતાં તેઓ દર્શાવેલી જગ્યાએ મળ્યા ન હતા. જેના કારણે પીસીઆરવાનના એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો હતો. જ્યારે અન્ય પાંચ પોલીસ સામે પાંચ હજારનો દંડ ફટકારીને કારણદર્શક નોટિસ આપી હતી.
સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચન્દ્રસિંહ ચાવડા અને ડ્રાઇવર સહદેવસિંહ ડાભી તેમજ મહેશભાઇ દેસાઇને તારીખ ૧ નવેમ્બરના રોજ રાત્રે પીઆઇએ પોતાની પીસીઆર વાનનું લોકેશન પૂછતાં તેઓએ સોલામાં અલગ અલગ લોકેશન બતાવ્યા હતા. જ્યારે પોલીસ સ્ટેશનમાં લગાડેલી જીપીએસ સિસ્ટમમાં લોકેશન સિસ્ટમ ગોકુલ હોટલ બતાવતું હતું. પીઆઇએ રૃબરૃ તપાસ કરતાં ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ હોટલ પ્રટાંગણમાં ખાટલામાં મીઠી નિંદર માણતાં ઝડપાયા હતા. જેના કારણે તેઓને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલોને પાંચ હજારનો દંડ કર્યો હતો.
બીજી ઘટનામાં ૧૫ ઓકટોબરના રોજ પીઆઇએ પીસીઆર વાનના લોકેશનની ખરાઇ કરતાં તેમણે ચાંદલોડિયામાં હોવાનું કહ્યું હતું, જેથી પીઆઇએ સામેથી કહ્યું કે તમો ત્યાં હાજર રહેજો હું ત્યાં આવું છું પીઆઇ ત્યાં પહોચતાં પીસીઆર વાન અલગ સ્થળે હોવાનું બહાર આવતાં રણછોડભાઇ, બાગાભાઇ અને અમૃતભાઇને પાંચ હજારનો દંડ ફટકારીને તેઓને શોકોઝ નોટિસ આપીને તેમની ઇન્કવાયરી શરૃ કરી છે.
અમદાવાદમાં ચોરી લૂંટના બનાવો ્અટકાવવા માટે પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ રાત્રે પોલીસને પેટ્રોલીંગ કરવા માટે આદેશ જારી કર્યા છે. બીજીતરફ પીસીઆરવાનું કામ કોઇપણ ઘટના બને તો તે સ્થળે તુંરત પહોચવાનુ હોય છે. પરંતુ ચોરી લૂંટફાટ જેવા કિસ્સામાં પીસીઆરવાન શોધી પણ ઝડતી નથી. પોલીસ પહેલાં લોકો પહોંચી જતા હોય છે.
આ પ્રમાણેની ફરિયાદને ધ્યાનમાં રાખીને સોલા પોલીસ ઇન્સ્પેકટરે સર્ચ ઓપરેશન ગોઠવીને પીસીઆરવાનમાં ફરજ બજાવતાં પોલીસવાળાને ઉંઘતા ઝડપી લીધા હતા.
 

Post Comments