Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગટરના મેનહોલમાં જીવના જોખમે ઉતારવામાં આવતા સફાઈ કામદાર

- કોર્ટના આદેશ અને મ્યુનિ.ના પરિપત્રની સૂચનાનો ભંગ કરી

- માત્ર મશીનો દ્વારા જ ગટરની સફાઈ કરાવવાની સરકારની સૂચનાનો ભંગ

ખાનગી કોન્ટ્રાક્ટર મજૂરને ઉતારે તો પણ જવાબદારી તો મ્યુનિ.ની જ થાય
અમદાવાદ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગટરની લાઇનોના ડિસિલ્ટિંગના નામે દર વર્ષે કરોડો રૃપિયા ખર્ચાય છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થાય છે. નાણાંકીય ગોલમાલો તો ઠીક સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇન તેમજ મ્યુનિ.ના પરિપત્રને કોરાણે મૂકીને સફાઈ કામદારને આજે પણ ગટરના મેનહોલની અંદર ઉતારવામાં આવે છે. કાગડાપીઠ વિસ્તારમાં એક ખાનગી કોન્ટ્રાક્ટરને ડિસિલ્ટિંગનું કામ મ્યુનિ.એ આપ્યું ચે. આ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારને મેનહોલમાં ઉતાર્યો હોવાની વિડિયો ફરતી થઈ છે.

આ બાબતે તા. ૧૮-૧-૨૦૧૭ના રોજ ડે. કમિશ્નર (વહીવટ અને ઇજનેર શિરસ્તેદાર) દ્વારા બહાર પાડેલા સરક્યુલર- ૦૧માં સ્પષ્ટ જણાવ્યું છે કે, 'કોઈ પણ કામદારને કોઈ પણ સંજોગોમાં ગટરમાં નહી ઉતારવા તેમજ ગટર સફાઈની કામગીરી સંપૂર્ણપણે જેટીંગ મશીન, બકેટ મશીન, ગ્રેબ બકેટ મશીન, ગલી એમ્પ્ટીયર મશીન જેવી યાંત્રિક મશીનરી દ્વારા જ કરવાની રહેશે.'

શહેરી વિકાસ ખાતાના ઠરાવ નંબર: ઇએસટી/ ૧૩૨૦૦૧/૩૫૮૪/ આરની સૂચનાના અનુસંધાનમાં આ પરિપત્ર બહાર પાડયો છે અને તેનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. જેને કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરો ઘોળીને પી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૩૩થી ૨૦૧૪ દરમિયાન ગટરની કામગીરીમાં ૧૫૭ કામદારોના મૃત્યુ થયાના લિસ્ટ સાથે વળતરનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે જ ગટરમાં કામદારને ઉતારવાની બાબત અત્યંત ગંભીર છે.

ઉપરાંત કોર્ટની સૂચનાઓનો પણ આમાં અનાદર થાય છે. ઉપરાંત મ્યુનિ.ની ૨૦૦૪ની ગાઇડ લાઇનમાં જણાવ્યું છે કે, અનિવાર્ય સંજોગોમાં, કોઈને ઉતારવા પડે તો સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ, ઓક્સિજન સિલિન્ડર સાથે માસ્ક, સીડી વગેરેની વ્યવસ્થા ઉપરાંત ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સને પણ હાજર રાખવા. આ બાબતનું પણ જરા સરખું પણ પાલન થતું નથી.

બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેનને આ બાબતે એક વખત પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મેન હોલ સાફ હોય તો ઉતારી શકાય. એક એન્જિનિયરને પૂછ્યું તો તેમણે એમ કહ્યું કે, ગંદા પામીનો ફ્લો બંધ થયો હોય તો તે સ્ટ્રક્ચર ગટરના બદલે પાઇપ લાઇન ગણાય, એટલે ઉતારી શકાય. અરે ભાઈ, જેટલાના મૃત્યુ થયા છે તે ગેસના કારણે ગુંગળામણથી થયા છે, નહિ કે ગંદા પાણીના કારણે આમ પ્રવર્તમાન નિયમો, કોર્ટના આદેશો, મ્યુનિ.ના પરિપત્ર જાણો કે આમ પ્રવર્તમાન નિયમો, કોર્ટના આદેશો, મ્યુનિ.ના પરિપત્રની જાણે કે કોઈને જાણ જ નથી.

અથવા જાણી જોઈને અનાદર કરવામાં આવે છે.બીજી તરફ લાઇનના ડિસિલ્ટિંગના કામમાં મલાઈ દેખી ગયેલા ભાજપના કેટલાક હોદ્દેદારોએ પણ આમાં ઝંપાલવ્યું છે. એક ટોચના ચેરમેનનો પુત્ર આ પ્રકારની કામગીરી કરતી એક કંપનીમાં છૂપો ભાગીદાર હોવાની બાબત મ્યુનિ.ના પટાવાળા પણ જાણી ગયા છે.  ઉપરાંત ખાનગી કોન્ટ્રક્ટર આ ભૂલ કરતા હોય તો પણ તેની જવાબદારી તો ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની જ થાય છે.

આવી બેદરકારી અંગે અધિકારીને જેલ થાય
કોર્ટના આદેશની ઉપરવટ જઈને ગટરમાં મજૂરન ઉતારાતા હોત અને તે બાબતની સામે આંખ આડા કાન કરનાર ઉચ્ચ અધિકારી અને એન્જિનિયરની નોકરી જ ના જાય, જેલની સજા પણ થાય તેમ એક કાયદાના જાણકારે જણાવ્યું હતું. આવી ઘોર બેદરકારી આચરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારી- એન્જિનિયર સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ તેવી માંગણી ઉઠી છે. ઉપરંત ગટરમાં ઉતારાતા કામદારોને દેશી દારુની કોથળી પીવડાવવામાં આવે છે તે બાબત પણ જગજાહેર છે. આ પણ કાયદાના ભંગની દ્રષ્ટિએ અત્યંત ગંભીર બાબત છે.

Post Comments