Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં વકરેલો પાણીજન્ય રોગચાળો:૩૦૦૦થી વધુ કેસની સંભાવના

-સંખ્યાબંધ વિસ્તારોમાં આવતું પ્રદુષિત પાણી

-સ્વાઈન ફ્લુથી વધુ એક પુરૃષ દર્દીનું મૃત્યુ

અમદાવાદ,તા.19 જુન 2017, સોમવાર

અમદાવાદમાં ઠેર ઠેર આવતા પ્રદુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાનો ભરડો વધુને વધુ મજબુત થતો જાય છે. ઝાડાઉલ્ટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના ૧૬૧૨ દર્દીઓ તો મ્યુનિ. હોસ્પિટલમાં દાખલ થયેલા છે. જૂનના ૧૭ દિવસમાં જ ઝાડાઉલ્ટીના ૧૩૫૭ હોસ્પિટલોમાં અંદરના દર્દીઓ તરીકે દાખલ થયેલાં છે. ઓપીડી સારવાર લેનારાઓની સંખ્યા તો ૩૦૦૦ના આંકડાને પાર કરી જાય છે.
 
ઉપરાંત ગંભીર કરી શકાય તેવા કોલેરાના ૬ કેસો નોંધાયા છે. લાંભા, નવરંગપુરા, ખાડીયા, દરિયાપુર, મકતમપુરા, અમરાઈવાડી કે જ્યાં પ્રદુષિત પાણીની ફરિયાદો ઉઠી છે, ત્યાં જ કોલેરાના કેસો નોંધાયા છે. જ્યારે કમળાના ૧૨૩ અને ટાઈફોઈડના ૧૬૬ દર્દી દાખલ થયેલા છે. ખાનગી હોસ્પિટલોમાં આ આંકડો ઘણો ઊંચો હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ કાળઝાળ ગરમી અને અસહ્ય બાફ વચ્ચે પણ સ્વાઈનફ્લુના કેસો નોંધાવાનું ચાલુ છે. ૧૫ દિવસમાં ૧૧ દર્દીઓ મ્યુનિ. હોસ્પિટલમાં દાખલ થયેલાં છે, જે પૈકી સરદારનગરના ૫૬ વર્ષના પુરુષનું સ્વાઈનફ્લુની સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. આ વર્ષે સ્વાઈનફ્લુના કારણે થતાં મૃત્યુનો આંકડો ગંભીર રીતે ઉંચકાયો છે.

બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ સમાંતર ચાલી રહ્યો છે.૧૭મી સુધીમાં મેલેરિયાના ૪૮૮, ફાલ્સીપેરમના ૨, ચિકનગુનિયાનો ૨ અને ડેન્ગ્યુના ૨૯ દર્દીઓ મ્યુનિ. હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયેલાં છે. આ સ્થિતિ જોતા આગામી ચોમાસા દરમ્યાન મચ્છરો અને મચ્છર દ્વારા ફેલાતા રોગના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાશે તેમ અત્યારથી જ જણાય છે.

ઉપરાંત ઝિકાના દર્દીઓની સંખ્યા પણ ચોમાસા દરમ્યાન વધશે તેવું અનુમાન છે. ગયા વર્ષે જે દર્દીઓને ચિકનગુનિયા અને ડેન્ગ્યુના લક્ષણો સાથે તાવ આવ્યો હતો અને તેમના બ્લડના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા તેમને ઝિકા હોવાની પૂરેપૂરી સંભાવના છે. આ જોતાં દર્દીઓની સંખ્યા વધુ હતી, જેનું કુપરિણામ આગામી ચોમાસામાં જોવા મળશે. ગયા વર્ષે આખા જુન માસ દરમ્યાન ડેન્ગ્યુના ૨૮ કેસ નોંધાયા હતા, તેની સામે જુનની ૧૭મી સુધીમાં જ ૨૯ કેસો નોંધાયા છે. આ જોતા ડેન્ગ્યુ પણ માથું ઊંચકશે તેમ જણાય છે. મ્યુનિ.  હેલ્થ વિભાગની મચ્છર નિયંત્રણ દવાના છંટકાવની ગુલબાંગો પોકળ સાબિત થશે તેમ અત્યારથી જ જણાય છે.

Post Comments