Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરકારે જ ખુલાસો કર્યો,નર્મદામાં ૨૦૧૬ કરતાં ૨૦૧૭માં પાણી વધુ આવ્યું હતું

- નર્મદાનું પાણી ગયું ક્યાં, વિપક્ષે સવાલ ઉઠાવ્યો

- વર્ષ ૨૦૧૮માં નર્મદામાં સંગ્રહીત પાણીના જથ્થાની માહિતી જ સરકારે જાહેર કરી નહીં

અમદાવાદ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

અત્યાર સુધી એવી કાગારોળ મચાવાઇકે,પાણી ઓછુ આવવાથી નર્મદામા પાણીની અછત સર્જાઇ છે. વાસ્તવમાં વિધાનસભામાં સરકારે જ ખુલાસો કર્યો કે,વર્ષ ૨૦૧૬ કરતાં વર્ષ ૨૦૧૭માં નર્મદામાં વધુ પાણી આવ્યુ હતું. હવે સવાલ એવો ઉઠયો છેકે, તો પછી નર્મદાનુ પાણી ગયુ ક્યાં...

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે નર્મદાના પાણીનો મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. સરકારે એવો જવાબ રજૂ કર્યો કે, નર્મદા ડેમમાં કુલ ૯૪૬૦ મિલિયન કયૂબિક મિટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. સરકારના મતે, વર્ષ ૨૦૧૬માં નર્મદામાં ૪૦૪૧ મિલિયન કયૂબિક મિટરથી માંડીને ૫૫૧૮ મિલિયન કયૂબિક મિટર પાણીનો સરેરાશ સંગ્રહ થયો હતો. જયારે વર્ષ ૨૦૧૭માં ૪૨૨૧ મિલિયન કયૂબિક મિટર પાણીથી માંડીને ૭૦૬૯ મિલિયન કયૂબિક મિટર પાણીનો સંગ્રહ કરાયો હતો.

૨૦૧૮માં જાન્યુઆરીની સ્થિતીએ,નર્મદા ડેમમાં ૩૯૧૬ મિલિયન કયૂબિક મિટર પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. હાલમાં નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ડેમની સપાટી ઘટીને ૧૦૭.૧૫ મિટર સુધી પહોંચી છે. સરકારે વર્ષ ૨૦૧૮માં નર્મદા ડેમમાં મહિનાવાર સંગ્રહ થયેલા પાણીની વિગત જ આપી નથી.

ગુજરાત ખેડૂત સમાજે એવો આક્ષેપ કર્યો છેકે,ચૂંટણી વખતે મતદારોને ભરમાવવા સરકારે નર્મદાનુ પાણી વેડફ્યુ પરિણામે આ સ્થિતીનું નિર્માણ થયુ છે. સરકારે નર્મદાના પાણીનો વપરાશ કયાં કર્યો તેનો જનતાને જવાબ આપવો જોઇએ.

Keywords Water,was,more,in,2017,in,Narmada,

Post Comments