Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

HCG હોસ્પિટલ પરથી કૂદકો મારી અમેરિકાની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ

- નવરંગપુરા, મીઠાખળી છ રસ્તા પાસે આવેલી

- માનસિક બિમારીના કારણે બે દિવસ પહેલાં એરપોર્ટ પર ધમાલ મચાવતા હોસ્પિટલમાં દાખલ કરી હતી

અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

નવરંગપુરામાં આવેલી એચ.સી.જી, હોસ્પિટલના છઠ્ઠા માળેથી અમેરિકાની વિદ્યાર્થિનીનીએ કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં માનસિક બિમારીના કારણે કૂદકો માર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે અમેરિકામાં ન્યુયોર્ક ખાતે રહેતી લીડીયા વાઇટ નામની ૨૧ વર્ષીય યુવતીએ આજે સાંજે નવરંગપુરામાં મીઠાખળી છ રસ્તા પાસે આવેલી એચ.સી.જી, હોસ્પિટલના છઠ્ઠા માળેથી કુદકો માર્યો હતો. આ બનાવની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફ દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલી યુવતીને હોસ્પિટલમાં સારવાર શરૃ કરી હતી.

નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ, એ.એમ.પરમારના જણાવ્યા મુજબ અમેરિકામાં અભ્યાસ કરતી લીડીયા વાઇટ નામની વિદ્યાર્થિની કલ્ચરલ અને ભાષાની ઇન્ટરશીપ માટે સ્કૂલ ઓફ ઇન્ટરનેશલ દ્વારા ગત તા. ૨૯ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં આવી હતી અને નવરંગપુરા લો-ગાર્ડન પાસે એક મહિલાના ઘેર રોકાઇ હતી. જો કે વિદ્યાર્થિનીની માનસિક બિમારીની દવા ચાલતી હતી.

અહિયાં વિદ્યાર્થિનીને માનસિક અસ્થિરતા વધી ગઇ હોવાથી તેની તબિયત લથડી હતી. જેથી તેના પરિવારને જાણ કરીને તા. ૭ના રોજ અમેરિકા જવા લઇ જવામાં આવી રહી હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ધમાલ મચાવી હતી અને ત્યાં પણ આપઘાત કરવા માટે પ્રયાસો કર્યો હતો.

જેથી તેણીને તાત્કાલીક અસરથી મીઠાખળીમાં એચ.સી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર ચાલી રહી હતી ત્યારે આજે સાંજે અચાનક છઠ્ઠા માળેથી પડતુ મૂકતાં માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી, હાલમાં તે સારવાર હેઠળ છે. નવરંગપુરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments