Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બે મહિના બાદ પણ નલિયાકાંડની તપાસ માટેનું પંચ રચાયું નથી

-ભાજપ સરકારે જાહેરાત કરી પણ અમલ ક્યાં...

-નલિયા સેક્સકાંડની તપાસ માટે પંચ રચવા જાહેરનામુ સુધ્ધાં બહાર પાડવામાં આવ્યું નથી

અમદાવાદ ,તા.8 મે 2017, સોમવાર

નલિયા સેક્સકાંડ એટલું ચગ્યું કે, ભાજપ સરકારના પગતળેથી જમીન સરકી ગઇ હતી. કોંગ્રેસે વિધાનસભામાં કાગારોળ મચાવી આખોય મુદ્દો ચગાવ્યો હતો પરિણામે વિધાનસભામાં સરકારે આખીય ઘટનાની સત્યતા જાણવા પંચ રચવાની ખાતરી આપી હતી. આ જાહેરાત થયાને આજે બે મહિનાનો સમય વિત્યો છે છતાંયે ભાજપ સરકારે પંચ રચ્યું નથી .

નિર્ભયાકાંડને ચગાવવામાં ભાજપે કોઇ કસર છોડી ન હતી. એ જ ભાજપ હવે નલિયાકાંડમાં હરફેય ઉચ્ચારવા રાજી નથી. નલિયાકાંડના મુદ્દે ગત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ આમને સામને રહ્યા હતાં. આખરે કોંગ્રેસની માંગ સ્વિકારી નલિયાકાંડની તપાસ માટે ભાજપ સરકારે ૧૬મી માર્ચે પંચ રચવાની જાહેરાત કરી હતી . હજુ સુધી ન્યાયિક પંચનું જાહેરનામુ સુધ્ધાં જાહેર કર્યું નથી .સરકારે પણ આ મુદ્દે કોઇ પ્રક્રિયા હાથ ધરી નથી .

નલિયાકાંડમાં કોઇ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેવો ખોંખારો ખાઇને કહેનારી ભાજપ સરકાર હવે આ પ્રકરણની તપાસ માટેના પંચની રચના માટે કાચબા ગતિએ કામગીરી કરી રહી છે. નવાઇની વાત તો એ છેકે, કોંગ્રેસના હાકોટા પડકારા ય હવે શાંત થયા છે. નલિયા ઘટના નિસબત ધરાવતા મંચનો આક્ષેપ છેકે, પંચની રચના તાકીદે કરો. એટલું જ નહી , વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ પાસેથી દુષ્કર્મની સીડી મેળવી તપાસ કરવી જોઇએ. નલિયાકાંડની પિડીતાને રૃા.૧૦ લાખ વળતર આપવા માંગણી પણ કરાઇ છે. સામૂહિક બળાત્કારની ઘટનામાં રાજ્ય મહિલા આયોગની જવાબદારી નક્કી કરો તેવી પણ માંગ મંચ દ્વારા કરવામાં આવી છે

Post Comments