Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે વર્ષનું અંતિમ પુષ્ય નક્ષત્ર:ગુજરાતમાંથી કરોડો રૃપિયાના સોનાની ખરીદી થશે

-ગૃહ પ્રવેશ માટે પણ પુષ્ય નક્ષત્ર ઉત્તમ દિવસ

-સોના-ચાંદીની ખરીદીમાં છેલ્લા કેટલાક સમયથી ખોવાઇ ગયેલો 'ચળકાટ' પરત ફરે તેવી સંભાવના

અમદાવાદ, તા.12 ઓકટોબર 2017,ગુરુવાર

વર્ષ દરમિયાન કેટલાક જ મુહૂર્ત એવા આવે છે કે જેમાં સોનાની ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાય છે. આ વિશિષ્ટ દિવસોમાં ખરીદવામાં આવેલા સોનાથી સમૃદ્ધિમાં પણ અભિવૃદ્ધિ થાય છે. આવો જ એક વિશિષ્ટ સંયોગ એટલે પુષ્ય નક્ષત્ર. ધનતેરસ અને દિવાળી અને ધનતેરસના પર્વ અગાઉ સોના-ચાંદી અને ઘરવખરીની વસ્તુ ખરીદવા માટે ઉત્તમ ગણાતું પુષ્ય નક્ષત્ર આવતીકાલે છે. પુષ્ય નક્ષત્ર નિમિત્તે આવતીકાલે ગુજરાતભરમાંથી કરોડો રૃપિયાના સોનાનું વેચાણ થશે.

જ્યોતિષીઓના મતે ૨૭ નક્ષત્રોમાં પુષ્ય એ નક્ષત્રનો રાજા છે અને તેમાં કરવામાં આવેલા કાર્ય સ્થિર રહે છે. આ નક્ષત્રનો સ્વામી ગુરૃ છે. પરંતુ કેટલાક ગ્રંથોમાં શનિને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. ગુરુ શુભત્વનો કારક છે અને શનિ સ્થિરતાનો. પુષ્ય નક્ષત્રમાં કોઇ પણ શુભ કાર્યની શરૃઆત, મંત્ર સિદ્ધિ સાથે ગૃહપ્રવેશ, રિયલ એસ્ટેટમાં રોકાણ, દૂકાન-શો રૃમના ઉદ્ઘાટન જેવા શુભ કામ માટે શ્રેષ્ઠ છે. બીજી બાજુ વેપારીઓ આ દિવસે ચોપડા ખરીદવાની પરંપરા પૂર્ણ કરશે. આવતીકાલે વિક્રમ સંવત ૨૦૭૪નું અંતિમ પુષ્ય નક્ષત્ર આવે છે.

પુષ્ય નક્ષત્ર સાથે સોના-ચાંદીની ખરીદીમાં છેલ્લા કેટલાક સમયથી ખોવાઇ ચૂકેલો 'ચળકાટ' પરત ફરશે તેમ મનાઇ રહ્યું છે. આ અંગે એક જ્વેલર્સનું માનવું છે કે નોટબંધી બાદ જીએસટીના મારમાંથી હવે માર્કેટ ધીરે ધીરે બેઠું થઇ રહ્યું છે. ગત સપ્તાહે સોના-ચાંદીમાં જીએસટી મામલે રાહત આપવામાં આવતા પણ આવતીકાલે સોનાની ખરીદીમાં વેગ જોવા મળશે.

 જોકે, હાલ સોનામાં રૃપિયા ૩૧ હજાર, ચાંદીમાં રૃ. ૪૦૭૦૦નો ઊંચો ભાવ ચાલી રહ્યો હોવાથી આવતીકાલે તેની ખરીદી કેવી રહેશે તેને લઇને જ્વેલર્સમાં દ્વિધાનો માહોલ છે.

આ અંગે એક જ્વલરે જણાવ્યું હતું કે 'પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવું શુભ ગણાવામાં આવે છે. જેના કારણે લોકો લગ્નસરા માટે પણ આવતીકાલે પુષ્કળ ખરીદી કરશે તેવું અમારું માનવું છે. ' જોકે, કેટલાકનું એમ પણ માનવું છે કે સોનાની ઊંચી કિંમતને કારણે પુષ્ય નક્ષત્રના માત્ર શુકન પૂરુતું જ સોનું ખરીદવામાં આવી શકે છે.

પુષ્યનક્ષત્રના મુહૂર્ત

સવારે ૬ઃ૩૧થી ૭ઃ૫૩  ચલ

સવારે ૭ઃ૫૩થી ૯ઃ૨૮  લાભ

સવારે ૯ઃ૨૮થી ૧૦ઃ૫૦ અમૃત્ત

બપોરે ૧૨ઃ૩૨થી ૧ઃ૫૬ શુભ

બપોરે ૪ઃ૪૪થી ૫ઃ૪૭  ચલ

Post Comments