Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે બેંગાલુરૃમાં કોંગી ધારાસભ્યો કર્ણાટક વિધાનસભામાં પ્રાર્થના કરશે

-૭મીએ ધારાસભ્યો પરત ફરશે, અજ્ઞાાત સ્થળે રખાશે

-ઇગલટન રિસોર્ટમાં JNIના પ્રોફેસરોએ કોંગ્રેસી ધારાસભ્યોને રાજકારણના પાઠ શિખવાડયાં

અમદાવાદ,તા.1 ઓગષ્ટ 2017, મંગળવાર

રાજ્યસભાની ચૂંટણીમાં હોર્સટ્રેડિગના ભયથી કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટક લઇ જવાયાં છે. બેંગાલુરૃની ઇગલટન વિલેજ રિસોર્ટમાં ધારાસભ્યોને રખાયા છે. આ ધારાસભ્યો બુધવારે કર્ણાટક વિધાનસભાના પ્રાંગણમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ભાજપને ભગવાન સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરશે.

સૂત્રોના મતે, ઇગલટન રિસોર્ટમાં દિલ્હીની જવાહરલાલ નહેરુ લિડરશીપ ઇન્સ્ટિટયુટના પ્રોફેસરો ડૉ.સુરેશ શર્મા અને નૌશાદ પરમાર પહોંચ્યા હતાં જેમણે કોંગ્રેસના ઇતિહાસ, લિડરશીપ,કોંગ્રેસ શાસનની સિધ્ધીઓ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ભાજપના શાસનમાં પ્રજાકીય મુશ્કેલી,મિડિયાની તટસ્થતા,સોશિયલ મિડિયાનો ઉપયોગ વિશે છણાવટ કરી હતી. બુધવારે કોંગ્રેસી ધારાસભ્યો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાને મળી રજૂઆત કરશે. રિસોર્ટમાં કોંગ્રેસી ધારાસભ્યોનો કલાસ લેવાયો હતો જેમાં રાજકારણના પાઠ શિખવાડાયા હતાં.
ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા પણ બેંગાલુરૃ પહોંચ્યા છે. એકાદ બે દિવસમાં અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા પણ બેંગાલુરૃ પહોચવાના છે. આ બંન્ને નેતાઓ કોંગી ધારાસભ્યો સાથે બેઠક યોજી રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે રણનિતી ઘડશે. એવી પણ માહિતી મળી કે, કોંગ્રેસના ધારાસભ્યો ૭મી ઓગષ્ટે ગુજરાત પરત ફરી શકે છે . ગુજરાતમાં આ ધારાસભ્યોને અજ્ઞાાત સ્થળે લઇ જવાય તેવી શકયતા છે.

Post Comments