Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ભરતસિંહ સોલંકી બેંગ્લુરૃ પહોંચશે, કામિનીબાએ પુત્રનો જન્મદિવસ ઉજવ્યો

-ધારાસભ્યોનો તમામ ખર્ચ ગુજરાત કોંગ્રેસ ઉઠાવશે

-શક્તિસિંહ ગોહિલ દિલ્હી જઇ હાઇકમાન્ડને સ્થિતીથી વાકેફ કરશે

અમદાવાદ,તા.31 જુલાઇ 2017, સોમવાર

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને ત્રીજા ઉમેદવાર તરીકે ચૂંટણીમેદાને ઉતાર્યા છે. અહેમદ પટેલને હરાવવા ભાજપે કમર કસી છે ત્યારે કોંગ્રેેસના ૪૪ ધારાસભ્યોને બેંગ્લુરૃ સ્થિત ઇગલટન વિલેજ રિસોર્ટમાં લઇ જવાયાં છે. મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ બેંગ્લુરૃ પહોંચી રહ્યાં છે.

સૂત્રોના મતે, બેંગ્લુરૃમાં ઇગલટન રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને કુલ ૩૦-૩૫ રૃમો અપાયા છે. હાલ પુરતુ ધારાસભ્યોને તિરૃપતિના મંદિરે અને અન્ય પિકનીક સ્થળોએ ફરવા લઇ જવાનું રદ કરાયુ છે. ધારાસભ્યોને રિસોર્ટની બહાર જવા પર પ્રતિબંધ મૂકાયો છે. સોમવારે સાંજે દહેગામના ધારાસભ્ય કામિનીબા રાઠોડે પુત્રના જન્મદિનની ઉજવણી કરી હતી તેના ભાગરૃપે ડિનરનું આયોજન કરાયુ હતુ.

શક્તિસિંહ ગોહિલ બેંગ્લુરૃથી દિલ્હી જશે જયાં તેઓ રાહુલ ગાંધીને મળીને સમગ્ર રાજકીય પરિસ્થિતીથી વાકેફ કરશે. ભરતસિંહ સોલંકીએ એવુ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટક લઇ જવાયા છ. ધારાસભ્યોના વિમાની ટિકીટથી માંડીને રિસોર્ટમા રહેવાનો તમામ ખર્ચ ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતી ઉઠાવશે. મંગળવારે ભરતસિંહ સોલંકી રિસોર્ટમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેઠક યોજી આગામી રણનિતી ઘડશે.એવી પણ માહિતી મળી છેકે, વિધાનસભાના દંડક શૈલેષ પરમાર પણ બેંગ્લુરૃ પહોંચી રહ્યાં છે.

Post Comments