Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિવરફ્રન્ટના દુર્ગંધ મારતા લીલા રંગના પાણીમાં હજારો માછલીનાં મોત

-અમદાવાદ મ્યુનિ.ની બેદરકારીની પરાકાષ્ઠા

-રોજ ૨૨૫ MLD ગટરનું ટ્રીટ કર્યા વગરનું ઉમેરાતું ગંદુ પાણી

અમદાવાદ,તા.19 જુન 2017, સોમવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ગુનાઈત અને ઘોર બેદરકારીના કારણે ૧૪૦૦ કરોડના જંગી ખર્ચ બાદ રિવર ફ્રન્ટની હાલત ખૂલ્લી ગટર જેવી બની ગઈ છે. રિવરફ્રન્ટ પર ઉભા રહેતાં જ લીલા રંગના થઈ ગયેલાં પાણીમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે. એટલું જ નહીં ત્રણેક દિવસ પહેલાં આ પ્રદુષિત પાણીમાં હજારો માછલીઓ પ્રાણવાયુ નહીં મળવાના કારણે મરી ગઈ હતી. જેને મશીનથી ભેગી કરીને મ્યુનિ.એ બહાર ફેંકાવી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ તો એપ્રિલ મહિનાના અંત ભાગમાં યોજાયેલી નૌકા સ્પર્ધા સમયે જ નદીનું મોટા ભાગનું પાણી છોડી દેવાયું હતું અને નર્મદાનું ચોખ્ખું પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ રોજેરોજ ઉમેરાતા ગટરના ટ્રીટ કર્યાના વગરના ૨૦૦ થી ૨૨૫ એમએલડી ગંદા પાણીના કારણે પાણીમાં દુર્ગંધ પેદા થઈ છે. ઉપરાંત પાણી બંધિયાર હોવાના કારણે પણ આ સ્થિતિ પેદા થવા પામી છે. મ્યુનિ.ના એક એન્જિનિયરે જણાવ્યું હતું કે બંધિયાર થઈ જતાં પાણીના કારણે અને ઉમેરાતી ગટરની ગંદકીના કારણે આ સ્થિતિ પેદા થઈ છે. આઠ-નવ મહિના પહેલાં પણ આ જ રીતે માછલીઓ મરી ગઈ હતી.

બીજી તરફ ચોમાસામાં નદીમાં પૂર આવતા આ ગંદકી ઘસડાઈને આગળના ગામડાઓમાં જશે. જ્યાં નદીનું પાણી ઢોરને પીડવાવવા જેવું પણ નહીં રહે. નર્મદાના સ્વચ્છ પાણીને પણ મ્યુનિ.ની બેદરકારીનું પરિણામ ભોગવવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં ગટરનું પાણી વધુ સારી રીતે ટ્રીટ કરીને ટર્સરી વોટર નદીમાં ઉમેરવાની મોટા ઉપાડે જાહેરાત કરાઈ હતી. બાદમાં એન્જિનિયરોએ હિસાબ લગાવ્યો ત્યારે માલુમ પડયું કે, ૧૦૦૦ લિટર ટર્સરી વોટર પેદા કરવા પાછળ રૃ. ૩૬નો જંગી ખર્ચ થશે. આના કરતાં તો બોરનું પાણી સસ્તું પડે તેવું ગણિત સપાટી પર આવ્યું હતું. બાદમાં આ જાહેરાતને ચૂપચાપ માળીયે ચડાવી દેવામાં આવી હતી.
મ્યુનિ.ના ભાજપના સત્તાવાળાઓ અને ઉચ્ચ અધિકારીઓ-એન્જિનિયરોની ઘોર બેદરકારી, હપ્તાખાઉ નીતિ અને દૂરંદેશીના અભાવના કારણે નદી અને શહેરના ૧૧૫ જેટલાં તળાવોની દુર્દશા થઈ છે.

Post Comments