Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શક્કરિયાં પકવતા ખેડૂતોને આ વર્ષે મણે ૧૦૦ રૃપિયાની ખોટ સહન કરવી પડી !

- ગત વર્ષે મણે ૪૦૦ રૃપિયાનો ભાવ હતો, ચાલુ વર્ષે ૩૦૦ જ મળે છે

- મહાશિવરાત્રિએ સિઝન પુરી થશે, શક્કરિયાંના વાવેતરમાં કપડવંજ તાલુકો રાજ્યમાં મોખરે

અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ગુજરાતમાં આ વર્ષે શક્કરીયાનો પાક મબલખ થતા ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે મણે ૧૦૦ રૃપિયાનો ભાવ ઓછો મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. ગત વર્ષે મણે ૩૦૦ થી ૪૦૦ રૃપિયા ભાવ હતો. જેનો હાલમાં ૨૬૦ થી ૩૦૦ રૃપિયાનો જ ભાવ મળી રહ્યો છે. મહાશિવરાત્રિના દિવસથી એટલેકે આગામી તા.૧૩ ફેબુ્રઆરીના મંગળવારથી શક્કરીયાની સિઝન પૂર્ણ થઇ રહી છે. ત્યારે ખેડૂતોને આ પાકમાં પણ આર્થિક ખોટ પડી છે.

ખેડા જિલ્લાના કપડવંજમાં શક્કરીયાનું મબલક વાવેતર થતું હોય છે. કપડવંજ તાલુકાના તોયણા, ભાટેરા, કઠલાલ, આંતરોલી, નવાગામ, જલોયા અને તેની આજુબાજુનાં ગામમાં શક્કરીયાનું વાવેતર ખેડૂતો મોટી સંખ્યામાં કરતા હોય છે. ઉપરાંત સાબરકાંઠાના આંબલીયાસણ અને ખંભાતમાં તેનું વાવેતર થતું હોય છે.

આ અંગે તોયણા ગામના ખેડૂત વિહાભાઇના જણાવ્યા મુજબ આ વખતે શક્કરીયાનું બજાર મંદ છે. આ વર્ષે મણે ૧૦૦ રૃપિયાની ખોટ સહન કરવી પડી રહી છે. ગોરાળુ જમીનમાં એટેકે પોચી જમીનમાં શક્કરીયાનું વાવેતર થતું હોય છે. કપડવંજ તાલુકામાં આ વર્ષે પણ નીલગાય અને ભૂંડનો ત્રાસ યથાવત રહેતા શક્કરીયાના પાકને નુકશાની થઇ છે. વિઘે ૨૦૦ મણ સુધીનો ઉતારો આવતો હોય છે. તેમાં વિઘે ૪૦૦૦ રૃપિયાની વેલ અને રોપણીનો ૩૦૦૦ રૃપિયાનો ખર્ચ મળીને કુલ ૭ થી ૧૦ હજારનો ખર્ચ થતો હોય છે. ગત વર્ષે શક્કરીયામાં સારા ભાવ મળતા ચાલુ વર્ષે ખેડૂતોએ મોટાપ્રમાણમાં શક્કરીયાનું વાવેતર કર્યું હતું. જેના કારણે ભાવ તૂટયા છે.

અમદાવાદમાં છૂટક બજારમાં કિલો શક્કરીયાનો ભાવ ૪૦ રૃપિયાએ પહોંચ્યો
અમદાવાદ,શુક્રવાર
એકબાજુ ૧૨૦ દિવસની કાળી મજૂરી અને રાતના ઉજાગરા તેમજ ભારે ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને શક્કરીયામાં પુરતા ભાવ મળી રહ્યા નથી. બીજી બાજુ છૂટક બજારમાં શક્કરીયા બમણા ભાવે વેચાઇ રહ્યા છે. જેને લઇને ગ્રાહકોએ લૂંટાવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં હાલમાં એક કિલો શક્કરીયા હોલસેલ માર્કેટમાં ૧૫ થી ૧૬ રૃપિયાના ભાવે વેચાઇ રહ્યા છે. જ્યારે છૂટક બજારમાં તે ૩૦ થી ૪૦ રૃપિયાના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે. મહાશિવરાત્રિ સુધીના ચાર દિવસમાં શહેરમાં શક્કરીયાનું ધુમ વેચાણ થવાનું છે. હાલમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં શક્કરીયાના જુદાજુદા ભાવ ચાલી રહ્યા છે.

Post Comments