Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરકારની તિજોરીનાં નાણાં પ્રજાની માલિકીના છે : સરકાર તેની ટ્રસ્ટી છે

- મત માટે વર્ગવિગ્રહ નહિ, વિકાસ માટે ચિંતા કરી

- વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચામાં છેલ્લા દિવસે નાયબ મુખ્યમંત્રીનો જવાબ

અમદાવાદ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાના ચોથા અને અંતિમ દિવસે નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે ગૃહમાં જવાબ આપ્યો હતો. જેમાં તેઓએ સ્પષ્ટ વાત કરી હતી કે, ગુજરાતનું બજેટ પ્રજાલક્ષી, સર્વાંગી વિકાસનું અને સૌનો સાથ સૌનો વિકાસના કર્મમંત્રને સાર્થક કરનારું છે. કોઈ પણ રાજ્યના બજેટ કરતા ગુજરાતના બજેટની પ્લાન સાઇઝ મોટી છે. સરકારની તિજોરીમાં રહેલા નાણાં એ પ્રજાની માલિકીના છે. સરકાર તેની ટ્રસ્ટી છે તેમજ પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવો એ અમારી ફરજ છે. મત માટે વર્ગવિગ્રહ નહિ પણ વિકાસ માટે ગુજરાતની ચિંતા કરો.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યનો વિકાસ એ કોઈ વ્યક્તિ કે પક્ષનો નહિ પરંતુ ગુજરાતનું ગૌરવ છે અમે વચનો આપીને ભાગી જનારા નથી જે બોલીએ છીએ તે જ કરીએ છીએ. રચનાત્મક ટીકા હોય તો સરકાર માટે હંમેશા આવકાર્ય જ હોય છે. ૧ લાખ ૮૩ હજાર ૬૬૬ કરોડની બજેટ જોગવાઈ મુજબના શક્ય તમામ વિકાસકામો એક વર્ષમાં હાથ પર લઈ સમય મર્યાદામાં પૂર્ણ કરાશે.

તેઓએ ગૃહમાં કહ્યું કે, આ વર્ષના બજેટમાં ૨૭હજાર કરોડથી વધુની જોગવાઈ કરી છે. એસ.સી., એસ.ટી. અને ઓબીસીના વિદ્યાર્થીઓને મદદરૃપથવા ગણવેશ સહાય બમણી કરી છે. ગરીબ મધ્યમ પરિવારોને ગંભીર રોગસામે સારવાર ખર્ચમાં મદદરૃપથવા મા વાત્સલ્ય યોજના અમલી બનાવી છે.

વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, આ સરકારે રોજગારી વધારવાનું કામ કર્યું છે. અગાઉના સરકારોમાં માત્ર ટયુબવેલ કે કુવા આધારિત પાણીની વ્યવસ્થા હતી હવે કેનાલોનું કામ મોટા પ્રમાણમાં કર્યું છે. નર્મદાના પાણીના વપરાશ અંગેના આક્ષેપોને વખોડતા નીતિન પટેલે કહ્યું કે, ૧૯૭૮માં કોંગ્રેસની સરકારે જ નર્મદાનું પાણી ફાળવવા નિર્ણય કર્યો હતો. અત્યારે ટ્રિબ્યુનલ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નર્મદાના પાણીનું વિતરણ થાય છે.

અગાઉની સરકારોએ પીવાના પાણી અને સિંચાઈ માટે આદિજાતિના લોકો અને વિસ્તારોને ભગવાન ભરોસે છોડી દીધા હતા. અમારી સરકારે વનબંધુ કલ્યાણ યોજના આપીને આ સમગ્ર વિસ્તારને પીવાનું અને સિંચાઈનું પાણી આપ્યું છે. આ સરકારે તબક્કાવાર સરકારી ભરતી પરનો પ્રતિબંધ હટાવ્યો છે.

Post Comments