Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેયરપદ મેળવવા ભાજપના મહિલા કોર્પોરેટરોમાં શરુ થયેલી તીવ્ર સ્પર્ધા

- મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની વિદાયનું 'કાઉન્ટ ડાઉન' શરુ

- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવા સિનિયરોમાં પડાપડી : ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને મોવડી મંડળ દ્વારા હોદ્દે

અમદાવાદ, તા.16 મે 2018,બુધવાર

અમદાવાદ મ્યુનિ.માં ગઈકાલે વર્તમાન મેયરના અધ્યક્ષસ્થાને છેલ્લું બોર્ડ મળ્યા બાદ વર્તમાન મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, નેતા અને દંડકની મુદત પૂરી થયાનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે. આગામી ૧૪મી જુને કે તે પહેલાં નવા મહિલા મેયર અને ડેપ્યુટી મેયર નિયુક્ત થશે. બાકીના પદોની જાહેરાત તે સમયે કે પછીથી કરાશે. ભાજપમાંથી ચૂંટાયેલા ૭૧ મહિલા કોર્પોરેટરોમાંથી લગભગ એક ડઝન મહિલાઓ મેયરપદ માટે ઉત્સુક છે, કેટલાક વચ્ચે તીવ્ર સ્પર્ધા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મેયર ઉચ્ચ જ્ઞાાતિના હશે કે બક્ષીપંચના ? પૂર્વના પટ્ટામાંથી હશે કે પશ્ચિમના વિસ્તારમાંથી ? વગેરે બાબતે લોકો જુદા જુદા લોજીક લગાવીને વાતો કરી રહ્યા છે. એમાં પણ વર્તમાન બે કમિટીઓના ચેરમેનો અને એક પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે તીવ્ર સ્પર્ધા દેખાય છે. અન્ય કેટલાક નામો પણ ઉપસ્યા છે પણ જેના રાજકીય ગોડફાધ વધુ વગદાર હશે તે મેદાન મારી જશે તે વાત ચોક્કસ છે.

ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે તો મેયર કરતા પણ વધુ રસાકસી છે. સિનિયર ગણાતા જૂથના સભ્યો સાથે વર્તમાન નાની કમિટીઓના ચેરમેનો તેમજ પૂર્વ ચેરમેનોના નામો વહેતા થયા છે. આ સ્પર્ધા એટલી તીવ્ર છે કે, સ્પર્ધકને નીચે પછાડવા તેમજ તેમની ભૂતકાળની ભૂલો અને ભ્રષ્ટાચારની વિગતો એકઠી કરી કરીને હાઇકમાન્ડને પહોંચાડાય છે. સ્ટેન્ડિંગ ચેરમેન માટે પનો ટૂંકો પડે છે તેવા કોર્પોરેટરો બાકીના ત્રણ સ્થાનમાં ગોઠવાવા માટે ધમપછાડા કરી રહ્યા છે.

વર્તમાન હોદ્દેદારોને પણ પોતાને રીપીટ કરાય તો સારું તેવી ઇચ્છા ઉંડે ઉંડે હોવાનું જણાય છે. મ્યુનિ. કોર્પોરેશન કટકી, કૌભાંડો અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયાનો આક્ષેપ વાંરવાર બોર્ડમાં એટલા માટે થાય છે કે, ઉચ્ચપદ ઉપર બેઠેલાઓ તેમના કુટુંબીજનો, સંતાનો અને મળતિયા કોન્ટ્રાક્ટરોને મ્યુનિ. સંબંધિત કામ અપાવવા માટે અત્યંત નીચા સ્તરે જઈને પ્રયાસો કરતા હોય છે. ભ્રષ્ટાચારમાં વગોવાઈ ગયેલા કાટલાઓને તો ઉચ્ચ પદથી દૂર જ રાખવા જોઈએ તેવી લાગણી ભાજપના જ કોર્પોરેટરોમાં છે. ઉપરાંત હાલ સિનિયર કોર્પોરેટરોનો હાઇકમાન્ડ દ્વારા ખાનગીમાં મત લેવામાં આવી રહ્યો છે.

ઉપરાંત સ્કૂલ બોર્ડ, એ.એમ.ટી.એસ. અને અન્ય ૧૩ જેટલી નાની કમિટીઓના ચેરમેન ડે. ચેરમેનો પણ બદલાવાના છે. પહેલા પાંચમાં સ્થાન પામી ના શકે તેવા કોર્પોરેટરો પોતાને મલાઈદાર કમિટી મળે તે માટે પ્રયત્નશીલ છે. હવે એક મહિનો પ્રજાના બદલે કોર્પોરેટરો પોતાના કલ્યાણની દિશામાં સક્રિય થઈ જશે.

ભાજપના વર્તમાન હોદ્દેદારો પ્રજાના પ્રશ્નો પતાવવામાં અને ભ્રષ્ટાચારને રોકવામાં નિષ્ફળ ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉનાળામાં પાણીનો કકળાટ અને ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદો એ હદે ઉઠી હતી કે, ભાજપના મોવડી મંડળે મ્યુનિ.ના એક પણ હોદ્દેદાર કે કોર્પોરેટરને ટિકિટ આપી ના હતી. ઉપરાંત વિધાનસભાની ખાડિયા અને બાપુનગરની બેઠક ઘટયા બાદ તો, હાઇકમાન્ડની નારાજગી વધી ગઈ છે. હવે ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને તમામ સમીકરણો બેસાડી નવા હોદ્દેદારોની નિયુક્તિ થશે તેમ જણાય છે. બીજી તરફ વિપક્ષના નેતા બદલાશે કે નહી તે દિશામાં કોંગ્રેસમાં ગણગણાટ શરૃ થયો છે.

Post Comments