Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપનો અસલી ચહેરો, ચૂંટણીમાં ફાયરિંગ કરનારાં બચુ ખાબડને મંત્રીપદ અપાયું

-ગુનાહિત ઇતિહાસ ધરાવનારાંને ભાજપે શિરપાવ આપ્યો

-કોંગ્રેસનો આક્ષેપ, મંત્રી બચુ ખાબડ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છતાંય પોલીસને કેમ અટકાયત કરી

અમદાવાદ, તા.27 ડિસેમ્બર 2017,બુધવાર

કોઇ સામાન્ય વ્યક્તિએ ગુનો કર્યો હોય તો તેની સામે પગલા લેવામાં પોલીસ જરાય કસર છોડતી નથી પણ રાજકારણીઓ ગમે તેવા ગંભીર ગુના કરે તેમના માટે પોલીસ હરહંમેશ ઢાંકપિછોડો કરે છે.

દેવગઢબારિયામાં ચૂંટણી વખતે ફાયરિંગ,લાકડી-ધારિયાથી હુમલો કરનારાં બચુ ખાબડ વિરૃધ્ધ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છતાંયે આજદીન સુધી કોઇ પગલાં લેવાયાં નથી. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે,ગુનાખોરી ઇતિહાસ ધરાવનારાને મંત્રીપદુ અપાયુ તે ભાજપનો અસલી ચહેરો છે.

ચૂંટણી વખતે બચુ ખાબડ વિરૃધ્ધ દેવગઢબારિયામાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ જ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. ધાનપુર પોલીસ સ્ટેશનમાં ય એક ફરિયાદ થઇ છે. બચુ ખાબડ,તેમના પુત્ર અને સમર્થકોએ કોંગ્રેસના ઉમેદવાર પર લાકડી ધારિયાથી હુમલો કર્યાની ફરિયાદ કરાઇ છે.

આ ઉપરાંત બચુ ખાબડે ફાયરિગ કર્યાનો પણ આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છેકે, અસામાજીક તત્વોના સહારે જ ભાજપે ચૂંટણી જીતી છે તે વાત હવે ખુલ્લી પડી છે. જેમની સામે ગંભીર ગુના દાખલ થયાં છે તેમને જ મંત્રીપદુ અપાયુ છે.

ક્રિમીનલ પ્રોસિજર એક્ટ મુજબ,ગંભીર ગુનો દાખલ થયા હોય તો,પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરવાની હોય છે. પણ સરકારના ઇશારે આ સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવાયુ છે. શપથવિધીમાં બચુ ખાબડે મંત્રી તરીકે શપથ લીધાં તેમ છતાંય પોલીસને દેખાયા નહીં. આમ, ભાજપના ચાલ,ચલન અને ચરિત્ર ખુલ્લા પડયાં છે.

Post Comments