Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૃષિ ઉપજના સેન્ટરોના ATMમાંથી પૈસા ન મળતા પ્રજાજનોએ હોબાળો મચાવ્યો

- મહેસાણા, પાટણ, વિસનગર, હારિજ સિદ્ધપુરમાં પ્રજાજનો પરેશાન

- બૅન્કો રિઝર્વ બૅન્કનો સપ્લાય ઓછો હોવાનું ગાણું ગાય છે, RBIના કરન્સી વિભાગના વડા સ્પષ્ટતા કરવા તૈયા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

કૃષિ ઉપજોના વેપારના સેન્ટરો પર આજેય એટીએમમાં પૈસા ન જોવા મળતાં બૅન્ક ખાતેદારોએ હોબાળો મચાવ્યો હતો. તેઓ દેના બૅન્કની એક બ્રાન્ચની બહાર લાઈન લગાવીને બેસી ગયા હતા. ઊંઝાના વેપારીઓનું કહેવું છે કે તેમને બૅન્કમાંથી રોકડ ન મળતી હોવાથી માલ વેચવા આવતા ખેડૂતોને માલની કિંમત ચૂકવવામાં તકલીફ પડી રહી છે.

વરસોથી ખેડૂત રોકડ જ ઘરે લઈ જતો હોવાથી તેઓ ચેકથી નાણાં લેવામાં વિશ્વાસ રાખતા નથી. તેમ જ ઓનલાઈન પેમેન્ટમાં તેમને બહુ ગતાગમ પડતી જ નથી. ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવા તેઓ તૈયાર નથી. તેથી આ તકલીફ થઈ રહી હોવાનું જાણકારોનું કહેવું છે.

કૃષિ ઉપજની લે-વેચના સેન્ટર ગણાતા મહેસાણા જિલ્લાના સંખ્યાબંધ વિસ્તારોમાં, પાટણના હારિજ, સિદ્ધપુર, બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, ધાનેરા, થરા સહિતના વિસ્તારોમાં એટીએમ રોકડના પ્રવાહ વિના બંધ જેવા પડી ગયા છે. પરિણામે પ્રજાજનોએ હોબાળો મચાવી મૂક્યો હતો.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં નોટબંધી વખતે નિર્માણ થઈ હતી તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. એટીએમમાંથી ૨૦૦૦ અને રૃા. ૫૦૦ની ચલણી નોટ્સ નીકળતી નથી. રિઝર્વ બૅન્ક તરફથી તેમને આ ચલણી નોટ્સનો સપ્લાય જ આપવામાં આવતો નથી. બીજી તરફ રિઝર્વ બૅન્કે નોર્મલ સપ્લાય ચાલુ કરતી નથી. તેથી ખેડૂતોને પેમેન્ટ જ કરી શકાતા નથી.

બૅન્કિંગના જાણકારોનું કહેવું છે કે મોટી ચલણી નોટ્સ આઈપીએલના સટોડિયાઓએ કોર્નર કરી લીધી હોવાની શક્યતા છે. તેથી બૅન્કોમાં આ ચલણી નોટ્સ બજારમાં બહુ જ ઓછી દેખાય છે. તેનું કારણ આપતા એક નિવૃત્ત બૅન્કર કહે છે કે હવે માત્ર નાની ચલણી નોટ્સ જ એટીએમમાંથી નીકળી રહી છે. જોકે બૅન્કિંગ સેક્ટરના અન્ય નિષ્ણાતોનું કહેવું છ કે સરકાર ઓનલાઈન પેમેન્ટ વધે તે માટે સપ્લાય ઘટાડી રહી છે.

બીજી તરફ રિઝર્વ બૅન્કના કરન્સી વિભાગના અધિકારીઓ અ મુદ્દે સદંતર મૌન સેવી રહ્યા છે. અમદાવાદ શહેરના કેટલાક એટીએમમાંથી પણ ચલણી નોટ્સ જ ન હોવાનું બહાર આવ્યું છે. નરોડા, વટવા અને સી.જી. રોડ પરના છૂટાછવાયા એટીએમમાં પૈસા જ ન હોવાનું જણાવવામાં આવ્યું હતં.

Post Comments