Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લઘુમતીઓનુ હલ્લાબોલ, કોગ્રેસ વિરોધ કરી ત્રિપલ તલાકનુ બિલ અટકાવે

-મુસ્લિમ હિતરક્ષક સમિતીએ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીને આવેદનપત્ર આપ્યુ, મુસ્લિમોએ ભરતસિંહને ફોન કર્યાં

અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2018,મંગળવાર

લોકસભામાં ત્રિપલ તલ્લાકનુ બિલ પસાર થઇ ચૂક્યુ છે.હવે આ બિલ રાજ્યસભામાં મૂકાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ આજે મુસ્લિમ પ્રતિનિધીમંડળે પ્રદેશ કોગ્રેસ પ્રમુખને આવેદનપત્ર સુપરત કરી એવી માંગ કરી છેકે,કોંગ્રેસ લોકસભામાં ત્રિપલ તલાકના બિલનો વિરોધ અને પાસ થવા ન દે.

આ ઉપરાંત એવી પણ ચિમકી ઉચ્ચારમાં આવી છેકે, જો કોંગ્રેસ ત્રિપલ તલ્લાકના બિલનો વિરોધ નહી કરે તો, કોંગ્રેસના ત્રણેય લઘુમતી ધારાસભ્યો રાજીનામા ધરી દેશે.

મંગળવારે સાંજે ચારેક વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મુસ્લિમ હિતરક્ષક સમિતીના વડપણ હેઠળ એક પ્રતિનિધીમંડળ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મળ્યુ હતું.તેમણે એવી રજૂઆત કરી હતી કે, લઘુમતી હરહંમેશ કોંગ્રેસ તરફી રહ્યાં છે. ઇસ્લામ ધર્મના વિરૃધ્ધમાં આ બિલ છે. ખરેખર તો,મુસ્લિમ વિદ્વાનો,મૌલવીઓના મંતવ્યો જાણવાની જરૃર હતી.

કોંગ્રેસે મુસ્લિમોનો માત્ર વોટબેન્ક તરીકે જ ઉપયોગ કર્યો છે ત્યારે કોંગ્રેસ આ મુદ્દે પોતાનુ વલણ જાહેર કરે. એટલુ ંજ નહીં, રાજ્યસભામાં આ બિલનો જોરદાર વિરોધ કરીને પાસ થતુ અટકાવે. મુસ્લિમ મહિલાઓએ પણ પોતાની વાત રજૂ કરી હતી.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ આ મુદ્દે આ વાતને સમર્થન આપીને બિલને પાસ થતા અટકાવવા માગ કરી હતી. નોંધનીય છેકે, આ વખતે ગુજરાત વિધાનસભામાં લઘુમતી ધારાસભ્યોનુ સંખ્યાબળ વધીને ત્રણ થયુ છે. મુસ્લિમોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,જો કોંગ્રેસ ભાજપને સાથ સહકાર આપશે તો,કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો રાજીનામા ધરી દેતા જરાયે ખચકાટ અનુભવશે નહીં.

ભરતસિંહ સોલંકીએ હાઇકમાન્ડને મુસ્લિમોની લાગણી પહોંચાડવા આશ્વાસન આપ્યુ હતું. મુસ્લિમોએ ભરતસિંહ સોલંકીને ફોન કરીને પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મુસ્લિમોના ટોળા ઉમટયા હતાં.

Post Comments