Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકીય રોટલો શેકવા સરકારે નર્મદાના પાણીનો વેડફાટ કર્યો હતો

- ૩૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર દરમિયાન

- ઉદ્યોગોને પાણી આપવા સરકારે દુકાન ખોલી ખેડૂતોના ઉભા મોલ સૂકાઈ રહ્યા છે : કોંગ્રેસ

અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને સિમેજ અને ડેડવોટરની ફાળવણીના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી વિજય રૃપાણીના નિવેદન બાદ કોંગ્રેેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે કહ્યું હતું કે, ૩૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર દરમ્યાન સરકારે રાજકીય રોટલો શેકવા માટે નર્મદાના પાણીનો વેડફાટ કર્યો હતો.

તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં પીવાના પાણીની નહી પણ ભાજપ સરકાર જ મોટી સસમસ્યા છે. એટલું જ નહિ પાણીની સમસ્યા પણ સરકારે જાતે ઉભી કરેલી છે. ઉદ્યોગોને પાણી આપવા માટે સરકારે દુકાન ખોલી હતી. સરકારના વાંકે ખેડૂતોના ઊભા મોલ સૂકાઈ રહ્યા છે. બીજી બાજુ ગુજરાતી મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે.

વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે, ભાજપના ૨૦૧૭માં પાણી ક્યાં વાપર્યું તેની માહિતી આપવી જોઈએ. સરકારની અણઆવડત અને બેદરકારીને કારણે તેમજ પોતાના રાજકીય સ્વાર્થને લીધે ગુજરાતની જનતા અને ખેડૂતોને પીવાનું તથા સિંચાઈનું પાણી મેળવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ છે.

વિધાનસભામાં સરકારને નર્મદા મુદ્દે ઘેરાશે
અમદાવાદ, શુક્રવાર
મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાં કઈ રીતે રજૂઆતો કરવી વગેરેની તાલીમ અપાઈ રહી છે. બેઠકમાં વિરોધ પક્ષના નેતાએ કહ્યું હતું કે, વિધાનસભાની કાર્યવાહી પણ લોકસભાની જેમ લાઇવ થાય તે જરૃરી છે. ૧૯મીથી શરુ થઈ રહેલા બજેટ સત્રની અંદર કોંગ્રેસ, નર્મદા, મગફળી અને યુવાનોને મુદ્દે વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરીને આક્રમક રૃખ અપનાવશે, આ શિબિરમાં વિવિધ ચર્ચા, કામ, દરખાસ્તો, વિધેયકો જેવા મુદ્દાની માહિતી અપાઈ હતી છે.

Post Comments