વધુ ફી ઉઘરાવી વાલીઓને હેરાન કરતી સ્કૂલોને સરકાર પોતાને હસ્તક લે તેવી માંગ
-સરકારની ફી મર્યાદા કમિટી સમક્ષ વાલીમંડળોની રજૂઆત
-ટ્રાન્સપોર્ટેશન ફી,લેઈટ ફીના નામે સ્કૂલો નફો કમાય છે અને વાલીઓને સંચાલકો ધમકી આપી સહી કરાવી લે છે,જ
અમદાવાદ, તા.14 ફેબ્રુઆરી 2018,બુધવાર
ફી નિર્ધારણ કાયદા અંતર્ગત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે નવી ફી મર્યાદા નક્કી કરવા માટે કમિટી રચી છે ત્યારે આ કમિટી સમક્ષ સંચાલકો અને વાલીઓ પોતાની લેખિત રજૂઆતો આપી રહ્યા છે.
આજે વધુ બે વાલી મંડળે અને ડીપીએસ સ્કૂલ વાલી મંડળે કમિટી સમક્ષ લેખિત રજૂઆત આપી હતી.જેમાં વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલો વિવિધ રીતે ફી લઈને નફોજ કમાય છે અને વાલીઓને ધમકી આપી હેરાન કરે છે.જે સંચાલકો સ્કૂલ બંધ કરવાની ધમકી આપે છે તેની પાસેથી સ્કૂલનો કબ્જો લઈ સરકાર પોતાના હસ્તક લઈ લે.
સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષ સ્થાને નિમેલી ૬ સભ્યોની કમિટીને અત્યાર સુધી રાજ્યમાંથી ઘણા સંચાલકોએ, ઘણા વાલી મંડળોએ લેખિતમાં રજૂઆતો આપી છે.અગાઉ ગુજરાત વાલી મંડળે રજૂઆત આપ્યા બાદ આજે ગુજરાત હિતરક્ષક સમિતિ તથા ટેક્સ પેયર્સ મંડળ તથા પેરેન્ટસ એકતા મંચ સહિતના સંગઠનોએ કમિટીને લેખિત રજૂઆતો આપી હતી.આ ઉપરાંત અમદાવાદની ડીપીએસ સ્કૂલના વાલીમંડળે રજૂઆતો આપી છે.
જેમાં ફરિયાદ કરવામા આવી છે કે સંચાલકોએ હજારો રૃપિયાની ટ્રાન્સપોર્ટેશન ફી નામે નફો કમાય છે.જેથી આટલી બધી ટ્રાન્સપોર્ટેશન ફી બંધ કરાવી કિ.મી.પ્રમાણે ફી લેવાય અને લેઈટ ફી સામે વસુલાતો દંડ બંધ કરાવાય તથા એડવાન્સ ફી લેવાનું બંધ કરાવી માસિક ફીનો કડક નિયમ કરાવાય.
સ્કૂલમાં ફીના ધોરણ માટે બિલ્ડીંગ કે અન્ય સુવિધાઓ જ મહત્વની નથી પરંતુ સ્કૂલોએ બિલ્ડીંગના નામે વધુ ફી લેવાનું શરૃ કર્યુ છે.આ ઉપરાંત ગુજરાત હિત રક્ષક સમિત અને પેરેન્ટ એકતા મંચે રજૂઆત કરી છે કે સરકારે આરટીઈ એક્ટ હેઠળ અભ્યાસ કરીને ૧૫થી૨૭ હજારની ફી મર્યાદા નક્કી કરી છે.
સરકાર આરટીઈ હેઠળ સ્કૂલોને ૧૩ હજાર રૃપિયા આપે છે અને સરકાર પોતે પણ ૧૩ હજાર સુધીનો જ સ્કૂલોને ખર્ચ થતો હોવાનું માને છે તેમ છતાં પ્રાથમિક સ્કૂલ માટે ૧૫ હજાર ફી મર્યાદા નક્કી કરાઈ છે.જેથી ૧૫ હજારથી ફી વધવી ન જોઈએ અને હાલની ફી મર્યાદા યથાવત રાખવામા આવે.
જે સ્કૂલ સંચાલકો સ્કૂલ બંધ કરવાની ધમકી આપે છે તેમની પાસેથી કબ્જો લઈ સરકાર સ્કૂલ ચલાવે.ઘણા સ્કૂલ સંચાલકોએ વાલીઓ પાસે પ્રોવિઝનલ ફીથી વધુની ફી લેવા પર સહી કરાવી લીધી છે અને સંચાલકો દ્વારા વાલીઓને ધમકી આપી હેરાન કરવામા આવે ત્યારે સરકારની જવાબદારી છે કે કાયદાનો અમલ કરાવવો.સરકાર કડક અમલ ન કરાવી શકતા વાલીઓને મોંઘુ શિંક્ષણ લેવા મજબૂર બનવુ પડયુ છે.
જ્યારે ટેક્સ પેયર પ્રોટેકશન કાઉન્સિલે રજૂઆત કરી છે કે જો સરકાર વ્યાજબી અને સારુ શિક્ષણ પુરુ ન પાડી શકતી હોય તો એજ્યુકેશન ટેક્ષ ઉઘરાવવાનું બંધ કરે.
સંચાલકોને ખુલ્લા પાડતા વાલીઓ અને બાળકોને સરકાર રક્ષણ આપે
વાલી મંડળે સરકારની કમિટીને રજૂઆત કરી છે કે વાલીઓ પોતાના બાળકનુ શિક્ષણ જોખમમાં મુકીને સ્કૂલ સંચાલકોને ખુલ્લા પાડે છે અને સ્કૂલ સંચાલકો સામે અવાજ ઉઠાવે છે.પરંતુ બીજી બાજુ સંચાલકો વાલીઓને હેરાન કરે છે અને તેમના સંતાનોને પણ હેરાન કરે છે ત્યારે સરકાર સ્કૂલ સંચાલકો સામે વાલીઓને અને તેમના બાળકોને રક્ષણ આપે.જો સરકાર રક્ષણ નહી આપે તો વાલીઓ બહાર નહી આવે પોતાનો અવાજ રજૂ નહી કરી શકે.
Post Comments
IPLની સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો '૧૦૦ બોલ મેચ'નો અનોખો પ્રયોગ
યોકોવિચનું કંગાળ ફોર્મ જારી : થિએમ સામે પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો
ક્રિસ ગેલનો ઝંઝાવાત : ૫૮ બોલમાં IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી
યુકી ભામ્બ્રી ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં
આજે પૂણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
બાંગ્લાદેશના છ ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન અપાયો : પગાર વધારો પણ સ્થગિત
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ટોચનું સ્થાન ગુમાવ્યું
પાક. અભિનેતા અલી ઝફર પર ગાયિકા મિશાનો જાતીય શોષણનો આરોપ
અભિષેક બચ્ચનને 'કમબેક' ફિલ્મનો લુક ફળ્યો
છેલ્લી ફિલ્મની સફળતા પછી પણ દિશા પટણીનો ભાવ નથી પૂછાતો
આશુતોષ પાણીપત માટે ભવ્ય સેટ તૈયાર કરાવશે
૭૧મા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સર ફિલ્મ રજૂ થશે
સોનાક્ષી કરતાં મૌનીનો રોલ મોટ્ટો નથી
ભાવેશ જોશી સુપરહીરોનું ટીઝર રિલિઝ થયું
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News