Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ એરપોર્ટમાં દેશનું સૌપ્રથમ રિમોટ એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર મૂકાશે

- ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં અદ્યતન સિસ્ટમ શરૃ થશે

- આ સિસ્ટમ દ્વારા નજીકના અનેક એરપોર્ટનું એર ટ્રાફિકનું એક સ્થળેથી સંચાલન થશે

અમદાવાદ, શુક્રવાર તા 10 નવેમ્બર 2017
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ભારતનું સૌપ્રથમ રિમોટ એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર મૂકવામાં આવે તે દિશામાં ચક્રો ગતિમાન થઇ ગયા છે. રિમોટ એન્ડ વર્ચ્યુઅલ ટાવર (આરવીટી) તરીકે ઓળખાતા રિમોટ એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર દ્વારા નજીકના અનેક એરપોર્ટનું એર ટ્રાફિક સંચાલન થશે.

રિમોટ એન્ડ વર્ચ્યુઅલ ટાવરને લીધે અમદાવાદની રડારમાં આવતા અનેક એરપોર્ટને અલગથી એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર રાખવાની જરૃર જ નહીં પડે. વિદેશના અનેક એરપોર્ટમાં રિમોટ એન્ડ વર્ચ્યુઅલ ટાવર છે પણ ભારતમાં તેને સૌપ્રથમ વખત શરૃ કરવામાં આવશે. સરકારની આંતરરાજ્ય હવાઇ સેવામાં રિમોટ એન્ડ વર્ચ્યુઅલ ટાવર ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, 'જે પણ એરપોર્ટમાં દિવસની સરેરાશ એક થી બે ફ્લાઇટની અવર જવર હોય ત્યાં રિમોટ વર્ચ્યુઅલ ટાવરથી ફાયદો થશે. આ તમામ એરપોર્ટમાં એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરનું સંચાલન કરવું અને તેના માટે નિષ્ણાત સ્ટાફ રાખવો નહીં પડે.

અમદાવાદ ખાતે રિમોટ એન્ડ વર્ચ્યુઅલ ટાવરનો પાયલોટ પ્રોજેક્ટ હશે. મુખ્ય ટાવરથી નજીક આવેલા એરપોર્ટમાં તેનાથી ખૂબ જ ફાયદો થશે. આંધ્ર પ્રદેશ- મહારાષ્ટ્ર-ગુજરાતમાં સરેરાશ ૬ થી ૧૨ નાના એરપોર્ટ છે,જે ૨૦૦ થી ૨૫૦ કિલોમીટરના અંતરે છે.રિમોટ એન્ડ વર્ચ્યુઅલ ટાવર દ્વારા અમદાવાદના એટીસી ટાવરમાં કાર્યરત્ કર્મચારી સુરત, ભાવનગર, અંકલેશ્વરના એર ટ્રાફિક પર પણ નજર રાખી શકશે.  '
રિમોટ એન્ડ વર્ચ્યુઅલ ટાવર માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં બિડ મગાવાશે.
 

Post Comments