Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતની ધરતી પર સૌપ્રથમ ચૂંટણી ૧૮૮૫માં અમદાવાદ ખાતે યોજાઇ હતી

- બ્રિટિશ સરકારે યોજેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ૪૯ ઉમેદવારો હતા

- કુલ ૧૯૬૫ મતદારોએ મતદાન કર્યું હતું

- જોકે, કેટલાક ઉમેદવારોએ ગેરરીતિ કરતા ચૂંટણી વિવાદાસ્પદ બની રહી હતી

અમદાવાદ, તા. 10 શુક્રવાર, નવેમ્બર 2017
'૧૫ ઓગસ્ટ' આ તારીખ વાંચતાં જ આપણા માટે અતિ વિશિષ્ટ એવો 'સ્વતંત્રતા દિવસ'  યાદ આવે તે સ્વાભાવિક છે. પરંતુ ૧૫ ઓગસ્ટની આ તારીખ ગુજરાત માટે અન્ય એક કારણથી પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ખૂબ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે ૧૩૨ વર્ષ અગાઉ એટલે કે ૧૮૮૫ની સાલમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી યોજવામાં આવી હતી. ગુજરાતની ધરતી પર યોજવામાં આવેલી ચૂંટણી હતી. જેના દ્વારા બ્રિટિશ સરકારે ૫૦ % કાઉન્સિલર અથવા કમિશનરને ચૂંટવાની મંજૂરી આપી હતી.

અગાઉ ૧૮૭૪ની કલમ -૨ અનુસાર મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર-પ્રમુખની બ્રિટિશ સરકાર દ્વારા જ સીધી વરણી કરવામાં આવતી હતી. આ પછી ભારતના વાઇસરોય લોર્ડ રિપન તે કાયદામાં સુધારો લાવ્યા અને જેના દ્વારા ૫૦ ટકા કાઉન્સિલરની જનતા દ્વારા ચૂંટવાની મંજૂરી મળી હતી. એ સમયે કુલ સાત વોર્ડ માટે કુલ ૪૯ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું અને ૧૪ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં હાલ મતદારોનો આંક ૪.૩૩ કરોડને પાર થયો છે જ્યારે તે સમયે યોજાયેલી ચૂંટણીમાં કુલ મતદારો ૧૯૬૫ હતા. !

આશ્ચર્યજનક રીતે ૧૮૮૫ અને હાલમાં યોજાઇ રહેલી ચૂંટણી વચ્ચે અનેક સામ્યતા હતા. જેમકે, તે સમયની ચૂંટણીમાં પણ નેતાઓએ પૂરા ના કરી શકાય તેવા વચન, પોતાને મત આપવા નાણા-ભેટ સોગાદની જનતાને લ્હાણી કરી હતી. ચૂંટણીના બે મહિના બાદ બ્રિટિશ સરકારને આ ગેરરીતિનો ખ્યાલ આવ્યો અને તેના મામલે તપાસ કરવા ૧૬ ડિસેમ્બર ૧૮૮૫માં તપાસ સમિતિ રચી હતી. આ તપાસ સમિતિના રિપોર્ટમાં સામે આવ્યું કે પોલીસે પણ શક્તિશાળી ઉમેદવારો સાથે હાથ મિલાવી  અને તેમના હાથની કઠપૂતળી બની ગયા હતા.

શાહપુરમાં આવેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઓફિસમાં યોજાયેલી ચૂંટણી સૌથી વિવાદાસ્પદ બની રહી હતી. આ અંગે ઈતિહાસવિદેનું માનવું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર જહાંગિર શાહ ગેરરીતિના કસૂરવાર પુરવાર થતાં તેમને ઇન્ક્વાયરી માટે તેડું આવ્યું હતું. આ ઉપરાંત પોસ્ટલ ડિપાર્ટમેન્ટના એક અધિકારી તેમજ જમશેદજી ખંભાતાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૂંટણીમાં વિજય મેળવવા  અસામાજિક તત્વોની મદદ લેવા બદલ એક મોખરાના મહિપતરામ રૃપરામ ઉદ્યોગપતિની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

આ તપાસ સમિતિએ વિવિધ બાબતોના અભ્યાસ બાદ એવું તારણ આપ્યું હતું કે અન્ય મ્યુનિસિપાલિટિની ચૂંટણી યોજતા અગાઉ અમદાવાદની ચૂંટણી બોધપાઠ સમાન છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં થયેલી ભૂલનું પુનરાવર્તન થાય નહીં તેની તકેદારી રાખવી જરૃરી છે. અમદાવાદ બાદ સુરત મ્યુનિસિપાલિટીની ચૂંટણી યોજવામાં આવી હતી.

 
૧૮૮૫માં ગુજરાતની ધરતી પર પ્રથમ ચૂંટણીના રસપ્રદ કિસ્સા
: મહિલાઓને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ મહિલાના ચૂંટણી લડવા સામે પ્રતિબંધ હતો.
: કુલ ૪૯ ઉમેદવારોેએ ચૂંટણીમાં ઝુકાવ્યું અને જેમાંથી આઠને એકપણ મત મળ્યો નહોતો જ્યારે છને એક-એક મતથી સંતોષ માનવો પડયો હતો.
: કુલ ૧૯૬૫ લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી ઉદ્યોગપતિ રતિલાલ ત્રિકમલાલે સૌથી વધુ ૧૩૧ મત મેળવ્યા હતા.
: એ સમયે ખૂબ જ શક્તિશાળી ગણવામાં આવતા શાહપુર-૨ના વોર્ડમાંથી રણછોડલાલ છોટાલાલના પુત્ર માધવલાલ છોટાલાલે વિજય મેળવતા તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સૌપ્રથમ ભારતીય પ્રમુખ બન્યા હતા.
: અન્ય એક ઉદ્યોગપતિ મહિપતરામ રૃપરામ સૌથી વિવાદાસ્પદ ઉમેદવાર પુરવાર થયા હતા. તેમનો શાહપુર-૨, રાયખડ, જમાલપુર-૧માંથી પરાજય થયો હતો. અલબત્ત, તેમણે જમાલપુર-૨માંથી ફતેહ હાંસલ કરી હતી.
:  અમદાવાદમાંથી કાપડની બીજી મીલ સ્થાપનારા ઉદ્યોગપતિ બેચરદાસ અંબાઇદાસે શાહપુર-૧માંથી વિજય મેળવ્યો હતો.
: આ ચૂંટણીમાં મહાજનોની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક પુરવાર થઇ હતી.

Post Comments