Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાટક એટલે પ્રજાએ પોતે ગોતેલી રમત: કલાકારોને ગુજરાત સમાચારે અવિરત પ્લેટફોર્મ આપ્યું છે

-ક્રિડન્યક્મ મિચ્છામી, દ્રશ્યમ શ્રવ્યમ ચ યદ ભવેત્

-બ્રહ્માએ ચાર વેદોમાંથી ચાર તત્ત્વો લઇને પાંચમાં વેદનું સર્જન કર્યું જે નાટય વેદ કહેવાયોઃ નાટય સ્પર્

અમદાવાદ,તા.7 ફેબ્રુઆરી 2018,બુધવાર

ગુજરાત સમાચાર અને આઇ.એન.ટી. મુંબઇ આયોજિત અખિલ ગુજરાત આંતરકોલેજ એકાંકી સ્પર્ધાના ત્રીસમા વર્ષે ફાઇનલ સ્પર્ધાનું ઉદ્દઘાટન કરતા ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય સાહિત્યકાર અને સાક્ષર શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રએ અત્યંત મનનીય અને ગહન વકતવ્ય આપતા જણાવ્યું કે આ સ્પર્ધા ત્રીસ વર્ષમાં વામન સ્વરૃપના પહેલાં ચરણથી લઇને વિરાટ સ્વરૃપના ત્રીજા ચરણે પહોંચી છે.

આ વિરાટ સ્વરૃપ એ ટંકશાળ પાડીને નહીં પરંતુ આખા ગુજરાતમાં સ્પર્શીને હાંસલ કર્યું છે. અહીં નાના નાના ગામોમાંથી કલાકારો આવે છે અને પોતાની કલાનું ઉમદા પ્રદર્શન કરે છે.

ગુજરાત સમાચારના શ્રેયાંસભાઇએ આ કલાકારોને અવિરત પ્લેટફોર્મ આપ્યું છે, જેમાં દામુભાઇ ઝવેરી અને સુરેશ રાજડાનો સહયોગ મળ્યો. આઇએનટીની સંકલ્પના ભારતીય રાષ્ટ્રીય રંગભૂમિની છે. ભરતમુનિએ નાટયશાસ્ત્રનો પ્રારંભ કર્યો ત્યારે લોક સમુદાય ઇર્ષા અને લોભથી મિશ્રિત હતો. માગણી એવી હતી કે અમને એવું ક્રિડન્યક આપો જે દ્રશ્ય અને શ્રાવ્ય બન્ને હોય.

ભગવાન ઇન્દ્રએ બ્રહ્મા પાસે માગણી કર્યા બાદ બ્રહ્માએ ચાર વેદોમાંથી ચાર તત્વો લઇને પાંચમાં વેદનું સર્જન કર્યું જે નાટય વેદ કહેવાયો, જે સાર્વત્રિક હતો. નાટક એટલે પ્રજાએ પોતે ગોતેલી રમત, એક એવું રમકડું જેને ક્રિડન્યક અથવા નાટક કહી શકાય. ગુજરાત સમાચારના શ્રેયાંસભાઇ અને આઇએનટીના દામુભાઇએ યુવા કલાકારોને આ આપ્યું. ''ક્રિડન્યક્મ મિચ્છામી, દ્રશ્યમ શ્રવ્યમ ચ યદ ભવેત્.''

ગુજરાતની રંગભૂમિમાં કૃષ્ણલાલ શ્રીધરાણીનું પાયારૃપ પ્રદાન છે, ગુજરાતીએ સ્થાપેલી આ રંગભૂમિ છે. એમનું કાવ્ય છે, ''સ્વરાજ રક્ષક.'' નાટક શેમાંથી જન્મે છે? હૃદયને સ્પર્શી જતી જીવંત ઘટનાઓમાંથી. એકવાર શિવાજીના સૈનિકોએ ગુરુરામદાસને મળવા જતી વખતે લાંબા પ્રવાસમાં રસ્તામાં ભૂખ અને તરસથી પીડિત થઇને એક શેરડીના ખેતરમાંથી શેરડી તોડીને ખાવા માંડી.

શેરડીવાળાએ બધુ જાણ્યા પછી કહ્યું કે, રામદાસના શિષ્યો કે શિવાજીના સૈનિકો હોય તો મારે શું? ખેતર તો મારું લૂંટાયું છે ને. એણે જઇને રામદાસને ફટકા માર્યા. આ વાત શિવાજી સુધી પહોંચી, શિવાજી કંઇ પગલાં ભરે એ પહેલાં મહાન ગુરુ રામદાસે શિવાજીને કહ્યું કે તું મોગલો સામે લડવા જઇશ ત્યારે સૈનિકો તો પછી આવશે, સૌથી પહેલાં તો પોતાના ખેતરનંુ અથવા તો ભૂમિનું રક્ષણ કરનાર આ ખેડૂત તારું પહેલાં રક્ષણ કરશે.

કોઇપણ યુગમાં સત્તા ગમે તે હોય તેના પર જ્યારે કલાનો પ્રભાવ પડે ત્યારે સુદ્રઢ સંસ્કૃતિનું નિર્માણ થાય, હકારાત્મક વિચારધારાનું નિર્માણ થાય. આવી ઘટનાઓમાંથી યુગ ચેતના પ્રગટાવનારા નાટયતત્વનો જન્મ થાય છે. આટલી સુંદર અને સાતત્યપૂર્ણ સ્પર્ધા આયોજન બદલ હું ગુજરાત સમાચારને વિશેષ અભિનંદન આપું છું.

Post Comments