Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GST અમલી બનતાં ઉદ્યોગોને અપાતી કર રાહતો બંધ કરાઈ

-ઔદ્યોગિક પોલીસીના વેટ હેઠળના લાભો નહીં મળે

-નાના વેપારીથી માંડીને મોટા ઉદ્યોગપતિઓને હવે કઈ રીતે છૂટછાટો આપી શકાય તેની વિચારણા

અમદાવાદ,તા.17 જુલાઇ 2017, સોમવાર


કેન્દ્ર સરકારનાં GST કાયદાનો ૧લી જુલાઈથી ગુજરાતમાં પણ અમલ શરૃ થઈ જતાં હવે વેપારી તેમજ નાના મોટા ઉદ્યોગોને અપાતી કર રાહતો આપોઆપ જ બંધ થઈ ગઈ છે. ઔદ્યોગિક પોલીસી હેઠળ તેમજ અન્ય વિવિધ યોજનાઓ હેઠળ વેટમાં જે કોઈ રાહતો અપાતી હતી તે બંધ કરી દેવાઈ છે. જેમાં ટાટા મોટર્સનાં નેનો પ્રોજેક્ટ સહિતનાં મોટા ઔદ્યોગિક ગૃહોનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે GST સામે વિવિધ મુદ્દે અનેક રજૂઆતો મળી હોવાનું સ્વીકારાયા બાદ જણાવ્યું હતુંકે, GST લાગુ થયા બાદ કેટલીક પ્રોડક્ટ પર વધુ કર નખાયાની તેમજ કેટલીક ટેકનિકલ પ્રશ્નો હોવાની ફરીયાદો મળી છે. આવી સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવે તે માટે નાણામંત્રી અરૃણ જેટલીને એક પત્ર લખાયો છે.

તેઓએ ઉમેર્યું હતું કે સોમવારે જ GST કાઉન્સિલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ૩જી ઓગસ્ટે દિલ્હીમાં મળનારી GST કાઉન્સિલની બેઠક શક્ય તેટલી વહેલી મળે તેવી વિનંતી કેન્દ્રીય નાણામંત્રીને કરાઈ છે. વિવિધ ઉદ્યોગો, એસોસિયેશનો દ્વારા GST ના કર કે ટેકનિકલ મુદ્દે જે કોઈ ફરીયાદ છે તેની ચર્ચા વહેલી થઈ શકે તે માટે બેઠક વહેલી બોલાવવાની માગણી કરાઈ છે. GST ના સંદર્ભમાં જે કંઈ સહાય અપાતી હતી તે હવે બંધ કરવામાં આવી છે. આવી સહાય કોઈને પણ મળશે નહીં.

તેઓએ વધુમાં એવી સ્પષ્ટતા પણ કરી હતી કે નજીકના ભવિષ્યમાં GST ના કરના માળખાનો અભ્યાસ કરાયા બાદ અને ભૂતકાળમાં વેટમાં જે સહાય અપાતી હતી તેનો ઊંડો અભ્યાસ કરાશે. ત્યારબાદ જ નાના વેપારીઓથી લઈ ઉદ્યોગોને કઈ રીતે અને કેટલી રાહતો આપી શકાય તેમ છે તેનો નિર્ણય લેવાશે.

સરકારી કામો કરતાં કોન્ટ્રાક્ટરોને GST લાગતા દરમાં વધારો થયો છે તે અંગે તેઓએ કહ્યું કે, કોન્ટ્રાક્ટરોાં કામ પર ૬ થી ૭ ટકા જેટલો ટેક્સ હતો. જે ૧૮ ટકા થયાની મને રજૂઆત મળી છે. જેને કારણે તેમણે જૂના ભાવે જે ટેન્ડર લીધા હતા તેમાં ભારણ વધ્યું છે. જૂની શરતો મુજબ ટેન્ડરો અપાયા હોવાથી તેમાં ફેરફાર કરી શકાય નહીં. પરંતુ નવા ટેન્ડરમાં GST લગાવીને તેઓ કોન્ટ્રાક્ટ મેળવી શકશે.

Post Comments