Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમામ શાળાઓમાં ધો. ૮ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરાશે

- ગાંધીનગરમાં શિક્ષણની ચિંતન શિબિરમાં CMનો સંકેત

- નવા શૈક્ષણિક સત્ર જૂન-૨૦૧૮થી થનારો અમલ : ૧૨ મુદ્દાઓ અંગે પ્રેઝન્ટેશન થયું : દરેક મુદ્દા પર સૂચનો

અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ-૮ સુધી ગુજરાતી વિષયને ફરજીયાત કરવાનું મન સરકારે બનાવી લીધું છે. આગામી શૈક્ષણિક સત્રથી એટલે કે જૂન-૨૦૧૮થી તેનો અમલ કરાશે. ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની સામૂહિક ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગુજરાતી વિષયને ફરજીયાત કરવાનો સંકેત આપ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, માતૃભાષા ગુજરાતીનું મહાત્મ્ય પુન: પ્રસ્થાપિત થાય તે જરૃરી છે. સરકારી શાળાઓને પણ ખાનગી શાળાઓ સાથે બરોબર સ્પર્ધા કરી શકે તેવી બનાવાશે શિક્ષણ એ વિકાસની પાયાની બાબત છે. જ્યાં સુધી શિક્ષણની ગુણવત્તા અને સ્તર ઉંચા નહીં જાય ત્યાં સુધી વિકાસ અધુરો છે. ગુજરાતમાં ૧૦૦ ટકા શાળા નામાંકન અને શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે સરકાર સંકલ્પબદ્ધ છે.

સરકાર દર વર્ષે આશરે શિક્ષણ પાછળ ૨૫ હજાર કરોડ રૃપિયા ફાળવે છે. ૮૦ લાખથી વધુ બાળકો ૩૪ હજાર સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવે છે. જ્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, શિક્ષણને વધુ ગુણવત્તા મુક્ત બનાવવા DEO-DPO સહિતના અધિકારીઓ અઠવાડિયામાં એક કે બે દિવસ શાળાની મુલાકાત લે તો શાળાઓમાં પરિવર્તન આવશે.

આ ચિંતન શિબિરમાં શિક્ષણ વિભાગનાં અધિકારીઓ ઉપરાંત ખાતાના વડાઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્યો વગેરે હાજર રહ્યા હતા. શિક્ષણની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે આગામી પાંચ વર્ષ દરમિયાન શિક્ષણમાં કેવો બદલાવ કરવો, કઈ રીતે કરવો વગેરે બાબતોનું સામૂહિક ચિંતન કરાયું હતું. આ શિબિરમાં કુલ ૧૨ જેટલા મુદ્દાઓ અંગે અધિકારીઓએ પ્રેઝન્ટેશન કર્યું હતું. ત્યાર બાદ જિલ્લાનાં તમામ અધિકારીઓએ આ દરેક મુદ્દાઓ, પોતાના અભિપ્રાયો અને સૂચનો આપ્યા હતા.

Post Comments